________________
પ્રકરણ-૭
૧૮૩
ઉપરોક્ત ઉદાહરણ આ ધરતી પર બની શકે તેવી ઘટના નથી. દૈવી શક્તિ વગર આ કાર્ય થાય નહિ. દેવો પાસે વિશિષ્ટ શક્તિ છે. એટલે આ મહોત્સવ કરે છે તેમાં અદ્ભુત રસ રહેલો છે. આવા અદ્ભુતરસના વાતાવરણમાં ભક્તજનો ભક્તિમાં જોડાય છે.
આ પ્રકારની અન્ય કવિઓની રચનાઓ નીચે જણાવ્યા પ્રમાણે : (૧) કવિ દેપાલ (દેવપાલ) કૃત સ્નાત્ર પૂજા (૨) દેવચંદ્રજીની સ્નાત્રપૂજા (૩) રૂપવિજયજીની સ્નાત્રપૂજા
(૪) પંડિત ક્ષમા લાભ મુનિ (૫) આત્મારામજી
સાધારણએ “કળશ” જે ગાવે એ પંક્તિથી સ્નાત્ર જન્માભિષેકનો સંદર્ભ મળે છે અભિષેકમાં “કળશ' શબ્દ મુખ્ય છે. સ્નાત્ર પૂજામાં “સ્નાત્ર' દ્વારા અભિષેકનો અર્થ રહેલા છે એવો બંને શબ્દો પર્યાવાચી છે. શબ્દ જુદા અર્થ એક છે. વિવિધ પૂજા સંગ્રહ- પા.૩, કવિ પંડિત વીરવિજયજી ૧ અધ્યયન, પા.૨
૨૩. જૈન પૂજા સાહિત્ય જૈન કાવ્ય પ્રકારોની વિવિધતામાં અનેરી ભાત પાડતું પૂજા સાહિત્ય ભક્તિમાર્ગની પરંપરામું અનુસરણ કરે છે. સંસ્કૃત ભાષાના પૂજા ધાતુ પરથી પૂજા શબ્દ રચાયો છે. તેનો અર્થ પૂજયભાવ, માન, સન્માન, ભક્તિ થાય છે. ભક્તિમાર્ગમાં તેનો અર્થ ઈષ્ટદેવ પ્રત્યે ભજનકીર્તન દ્વારા પૂજયભાવ પ્રગટ કરીને મહિમા ગાવાનો છે. વ્યવહાર જીવનમાં માતા-પિતા અને વડીલો પ્રત્યે પૂજ્યભાવ પ્રગટ કરીને ભારતીય સંસ્કૃતિની પરંપરાનું અનુસરણ થાય છે. આ સંસ્કારો ધર્મમાર્ગમાં વિશેષ રીતે પ્રગટ થયેલા જોવા મળે છે. ઇષ્ટદેવ એટલે કે પરમપદની પ્રાપ્તિ કરનાર પરમેશ્વર. એમની સાકાર ઉપાસનાનું સાહિત્ય વિવિધ પ્રકારોમાં ઉપલબ્ધ થાય છે. તેમાં પૂજા-સાહિત્યની પણ પોતાની અસ્મિતા છે.
નવધા ભક્તિમાં પૂજન, અર્ચન, સ્મરણ, કીર્તનનો સમાવેશ થાય છે. તે દષ્ટિએ વિચારીએ તો તેમાં પૂજા-સાહિત્યનું અનુસંધાન થયેલું છે. ભક્તિમાર્ગ એ માત્ર લાગણીવેડા કે દંભ નથી પણ સાકાર ઉપાસના દ્વારા મુક્તિ સહજસાધ્ય છે એમ ફલિત થાય છે. નરસિંહ, મીરાંબાઈ, સૂરદાસ, તુકારામ જેવા ભક્તો મુક્તિ કરતાં પણ ભક્તિને વધુ ઇચ્છે છે. કવિ યશોવિજયના ઋષભદેવના સ્તવનમાં પણ ઉપરોક્ત હકીક્ત સ્થાન ધરાવે છે.
મુક્તિથી અધિક તજ ભક્તિ મુજ મન વસી,
જેહશું સબળ પ્રતિબંધ લાગે.” (૧). જ્ઞાનમાર્ગ કઠિન હોવાથી બધા લોકો પ્રવેશી શકતા નથી. જ્યારે ભક્તિ સહજસાઘ હોવાથી તેમાં વધુ લોકો વિકાસ કરે છે. એમાં ઊર્ધ્વગમન થતાં વાર લાગતી નથી. સર્વ સાધારણ જનતાને ભક્તિમાર્ગ સ્પર્શે છે તેટલો જ્ઞાનમાર્ગ સ્પર્શતો નથી. છતાં કવિઓએ ભક્તિમાર્ગમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org