________________
પ્રકરણ-૨
મેરુ ધરેવઉ નિય ભુય-હિ, જલહિ તરેવઉ આપુણ બાહુહિ । હિંડેવઉ અસિધારહું ઉવરે, લોહ ચિણા ચાવેવા ઈણિ પરિ॥ તા તુકું રહિ ધરિ, કહિયઈ લાગિ, જં તુહુ ભાવð વાંછિત માગિ” | બાલક અંબડે કહ્યું, ‘કિંપિ ન ભાવઇ વિષ્ણુ સંજસિરિ': કલિયુગમાં સંસારની અસારતા પણ બાળકે કહી બતાવી.
–
આખરે દીક્ષાની સંમતિ મળતાં, અવનવા પ્રકારનો વરઘોડો જાનઈયાઓનો નીકળ્યો – ‘અભિનવ એ ચાલિય, જાનત્ર અંબડ તણઈ વીવાહિ; આપુણુ એ ધમ્મહ ચક્કવઈ, હૂયઉ જાનહ માહિ.'
પિતા નેમિચંદ્ર ભંડારીએ ઉત્સવ કર્યો :
આહ આહ રંગ ભરિ, પંચમ હવ્યય રાયઃ ગાહિ ગાહિ મહુર સિર, અય પવયણ માય. અઢાર સહસહ રહવરહ જોત્રિય તહિ સીલંગઃ ચાહિઁ ચાલહિં ખંતિ સુહ, વેગિહિં અંગ તુરંગ.’
આખી જાન કુશલક્ષેમ ખેડમાં ગઈ, ત્યાં ભારે ઉત્સવથી દીક્ષામહોત્સવ થયો ‘કુસલિહિ ખેમિહિ; જાનઉત્ર પહુતિય ખેડમઝારિ; છવુ હૂંઉ અઈપવો, નાહિ ફરફર નારિ.'
જિનપતિસૂરિએ વરની જાનને વધાવી, અને અમીરસ ભરેલા જ્ઞાનની જમણવાર કરી : ‘જિણવઈસૂરિણ મુશિપવો, દેસણ્ અમિયરસેણ; કારિય જીમણવાર તર્ષિ, જાનહ હરિષભરેણ.’
આ કાવ્ય તેની કવિતા કરતાં, તેમાં ગૂંથેલા એક ‘વીવાહલુ'ના સાહિત્યપ્રકારના પ્રાચીનતમ નમૂના તરીકે કીમતી છે. તે સાથે સંવત ૧૩૩૧ પછી થોડા જ સમયમાં રચાયેલા આ ‘વિવાહલા’નો રચનાબંધ પણ રસ પડે તેવો છે. એમાં ‘ચોપાયા’ ઉપરાંત ‘ઝૂલણા’ ને ‘વસ્તુ’ છંદ ધ્યાન ખેંચે છે. કરતાં યે શુદ્ધ ઝૂલણાછંદની આ સમયમાં નવાઈ છે
૪૩
—
‘નગરૢ મરુકાટુ મરુદેશ સિરિવર-મહુ, સોહ એ રયણ-કંચણ-પહાણુ; જત્થ વજ્જતિ નય ભેરિ ભંકારઓ, પડિ અન્નસ હિયયે ધસક્કો.’
Jain Education International
૨. શાંતિનાથ વિવાહલો
સોળમી સદીના મધ્યકાળમાં થયેલા કવિ બ્રહ્મ મુનિએ વિવિધ કૃતિઓની રચના કરી છે તેમાં નેમિનાથ ધવલ-વિવાહલો, સુપાર્શ્વ જિન વિવાહલો, વાસુપૂજ્ય સ્વામી ધવલ અને શાંતિનાથ વિવાહલોનો સમાવેશ થાય છે. કવિની વિવાહ પ્રસંગના વર્ણનને સ્પર્શતી આ કૃતિઓ છે.
શાંતિનાથ વિવાહલોની હસ્તપ્રત નાની ખાખર- માંડવી કચ્છના જ્ઞાન ભંડારમાંથી પૂ. ઉપા. ભુવનચંદ્રજી મ.સા.ની ભલામણથી પ્રાપ્ત થયેલ છે. આ પ્રતમાં રચના સમયનો કોઈ
For Private & Personal Use Only
www.jainelibrary.org