________________
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા હેમવિમલસૂરિ વિવાહલો કવિ હેમ વિમલસૂરિના શિષ્ય—જેવી કૃતિઓ પ્રાપ્ત થાય છે. મધ્યકાલીન કાવ્ય પ્રણાલિકાને અનુસરીને ચરિત્રાત્મક વર્ણન પ્રધાન વિવાહલો કૃતિઓની રચના કરી છે. ઈષ્ટદેવ અને સરસ્વતીને વંદના, દુહા-ઢાળમાં વસ્તુ વિભાજન, પ્રસંગવર્ણનમાં કલાત્મકતા, ગુરુપરંપરા કવિ નામ રચના સમય વગેરે દ્વારા વિવાહલોની રચના થઈ છે. જૈન સાહિત્યના આ કાવ્ય પ્રકારમાં સંશોધનને પૂર્ણ અવકાશ છે અને આવા સંશોધનથી જૈન સાહિત્યના આધ્યાત્મિક વિવાહની એક અનોખી કલ્પનાની કૃતિઓનો અધ્યાત્મરસિક ભક્તોને અનેરું આકર્ષણ જમાવે તેવી છે. આ પ્રકારની કૃતિઓનો ૧૫મી સદીથી પ્રારંભ થયો છે અને ૨૦મી સદી સુધીમાં રચાયેલી પ્રાપ્ત થાય છે. મોટા ભાગની કૃતિઓ અપ્રગટ છે. ચાર-પાંચ કૃતિઓ પ્રગટ થયેલ છે.
૧. શ્રી જિનેશ્વરસૂરિ વિવાહલઉ
‘‘વિવાહલો” રૂપક કાવ્ય સાથે સામ્ય ધરાવે છે. વિવાહ એટલે લગ્ન નહિ પણ સંયમરૂપી નારી સાથેનાં લગ્ન એવો સંદર્ભ પ્રાપ્ત થાય છે. વિવાહલોની પ્રાચીન રચના તરીકે આ કાવ્ય નોંધપાત્ર છે. સંવત ૧૩૩૧ની આસપાસના સમયમાં કવિ સોમમુનિએ રચના કરી છે. વિવાહલોની ૩૩મી કડીમાં કિવ નામનો ઉલ્લેખ થયો છે.
૪૨
વિવાહલોનું વસ્તુ નીચે પ્રમાણે છે.
મારવાડના મરૂકોટુ નગરનાં ભંડારીની પત્ની લક્ષ્મીએ સંવત ૧૨૪૫માં અંબડ નામના પુત્રને જન્મ આપ્યો હતો. તેની દીક્ષા સંવત ૧૨૫૫માં ખરતર ગચ્છના જિનપદ્મસૂરિ પાસે ખેડનગરમાં દીક્ષા લીધી હતી અને જિનેશ્વરસૂરિ નામ ધારણ કર્યું હતું.
આ પ્રસંગનું નિરૂપણ વિવાહલોમાં કેન્દ્ર સ્થાને છે. કવિએ ૩૩મી કડીમાં જિનેશ્વરસૂરિના નામનો ઉલ્લેખ કર્યો છે તેની સાથે વિવાહલોની ફળશ્રુતિ પણ દર્શાવી છે.
આ વિવાહલો બોલનાર અને લખાવીને દાન આપનાર ઉપરાંત ખેલનારા રંગભેર ખેલેલો
તેને ગુરુ પ્રસન્ન થાય છે. આ સંદર્ભથી એવું ફલિત થાય છે કે રાસ સમાન વિવાહલો રંગેચંગે ખેલવાની સામાજિક પ્રણાલિકા ચાલતી હતી. ગુરુકૃપાનો પણ આ રીતે પ્રભાવ નિહાળી શકાય છે. ( પા. ૩૬૮-૩૬૯ ની નોંધ જોડવાની.)
આ કાવ્યમાં સં.૧૩૩૧માં બનેલા એક બનાવનો ઉલ્લેખ છે. તેથી તેની રચના તે પછીની
છે.
એહ વીવાહલઉ જે પહાડેં જે દિયહિ ખેલાખેલિય રંગભરિ,
તાહ જિજ્ઞેસૂરસૂરિ સુપસન્નુ ઈમ ભણઈ ભવિય ગણિ સોમમુતી.
બાલકે જ્યારે માતાને કહ્યું કે “પરણિસુ સંયમસિરિ વ૨ નારી' ત્યારે માતા તેને સમજાવે છે :
Jain Education International
“પભણઇ માયા, સંભલિ લાડણ,"
તુહુ નિવ જાણઇ બાલઉ ભોલઉ, ઈહુ વ્રતુ હોસ્પઈ ખરઉ દુહેલઉ ।।
For Private & Personal Use Only
www.jainelibrary.org