________________
પ્રકરણ-૨
જૈન સાહિત્યના સ્વરૂપલક્ષી કાવ્યપ્રકારો
૧. રાસ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈન કવિઓએ રાસ રચનાઓ એટલી કરી છે કે આખા યુગને રાસયુગ તરીકે ઓળખવામાં આવે છે. આ રાસયુગને “જૈન યુગ” અથવા “હેમ યુગ” એ રીતે પણ ઓળખવામાં આવે છે. ઈ. સ. ૧૨૫૧ થી ૧૪૫૧ સુધીનો સમય જૈન યુગ કહેવાય છે. શ્રી કેશવરામ શાસ્ત્રી નરસિંહ પૂર્વના અઢી શતકના કાળને રાસયુગ નામ આપવા માટે જણાવે છે.
રાસ શબ્દનું મૂળ રૂપ વિચારીએ તો સંસ્કૃતના રાસક શબ્દ ઉપરથી રાસઉ રાસો એના પર્યાય તરીકે રાસ, રાસક વગેરે શબ્દ જોવા મળે છે. રાસ એટલે ગાઈ શકાય તેવો કાવ્ય પ્રબંધ. રાસ” શબ્દ “રાસક” (એટલે કે એક છંદનું નામ, માત્રા મેળ છંદની જાતિઓનું સામાન્ય નામ, અને નર્તકીઓ તથા યુગલો વડે વિવિધ તાલ અને લયમાં ખેલાતું ગેય ઉપરૂપક) શબ્દ ઉપરથી આવ્યો છે. પહેલાં એ આખ્યાન જેવા લાંબા ગેય કાવ્ય રૂપે અને પછી ટૂંકા ઊર્મિ કાવ્ય રૂપે એમ બેઉ સ્વરૂપે સાહિત્યમાં જોવા મળે છે.
“રસેશ્વર” કૃષ્ણના સમયથી આજ સુધીના જનજીવનમાં ગેયતા, અભિનય તથા તાલ અને લય ના કારણે તેણે લોકહૃદયને જીત્યું છે. કૃષ્ણ-ગોપીનો રાસ, જૈન કવિઓની મધ્યકાલીન સાહિત્ય રચનાઓ, અને નાનાલાલ બોટાદકરનાં ગીતો એ ત્રણે અર્થોમાં “રાસ' શબ્દ વપરાયો છે. જનજીવનનું ખમીર અને પ્રેમ-શૌર્યના ભાવોને રાસમાં વિષય તરીકે લઈને બિરદાવવામાં આવે છે. કૃષ્ણજીવન, ગોપજીવન, સાગરજીવન, સમાજજીવન અને કૌટુંબિક જીવનનાં સુખ દુઃખ વગેરે પ્રસંગો રાસના વિષય બન્યા છે. રાસ' એ ગુજરાતી ભાષાની એક આગવી વિશેષતા છે. “રાસ' શબ્દનો અર્થ સંસ્કૃત શબ્દ “રસ' એટલે ગાજવું, વખાણવું કે મોટેથી બૂમ પાડવી પરથી બતાવાય છે. સંસ્કૃતમાં તે સમૂહ નૃત્યના અર્થમાં પણ જાણીતો છે. . કે. કા. શાસ્ત્રી રાસ કે રાસાનો અર્થ નીચે પ્રમાણે ઘટાડે છેઃ (૧) “યુવક અને યુવતીઓ કે એકલા યુવકો અથવા માત્ર એકલી યુવતીઓ ગોળ કૂંડાળામાં
તાળીઓથી કે દાંડિયાથી તાલબદ્ધ રીતે જે નૃત્ય કરે છે તે રાસ. કૃષ્ણની રાસલીલા આ પ્રમાણે ગણાવી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org