________________
પ્રકરણ-૨
૧ ૧
(૨) રાસ કે રાસો એટલે જૈન અને જૈનેતર ગુજરાતી સાહિત્યમાં જે રીતે મળે છે તે રીતે જોતાં
“પ્રાસયુક્ત પદ્યમાં થોડે અંશે હોય છે તેવું પણ સમકાલીન દેશ સ્થિતિ ઉપરાંત ભાષાની
માહિતી સારા પ્રમાણમાં આપતું લાંબુ સુગેય કાવ્ય.” (૩) સમૂહ નૃત્યમાં લયબદ્ધ રીતે ગાવામાં આવે છે તે ગીત વિશેષ, આપણા દાંડિયા રાસ અને
માતાજીના ગરબા તે પણ આ રાસનાં જ સ્વરૂપો છે.
શ્રી વિજયરાજ વૈદ્ય રાસ અંગે નોંધે છે–“રાસ કે રાસા” એટલે પ્રાસયુક્ત પદ્યમાં (દુહાચોપાઈ-દેશી) નામે ઓળખાતા વિવિધ રાગોમાંના કોઈના રચાયેલા ધર્મ-વિષયક ને કથાત્મક કે ચરિત્રાત્મક સામાન્યતઃ કાવ્યગુણી થોડે અંશે હોય છે તેવું, પણ સમકાલીન દેશ સ્થિત તથા ભાષાની માહિતી સારા પ્રમાણમાં આપતું લાંબુ કાવ્ય.”
આ વ્યાખ્યા રાસ સ્વરૂપના લક્ષણો વિશે પ્રકાશ પાડે છે. આ કાવ્ય પ્રકારમાં આગમ સૂત્રો અને અંગોમાં આવતા પૌરાણિક પાત્રોને કેન્દ્રમાં રાખીને વિષય-વાસનાના ત્યાગની સાથે શૃંગાર રસનું નિરૂપણ પણ કરે છે. સામાન્ય રીતે રાસના અંતમાં શીલ, સદાચાર અને સાત્વિકતાનો વિજય બતાવવામાં આવે છે અને તેનો ઉદ્દેશ ઉપશમભાવ અને સંયમના રાજમાર્ગે દોરવાનો છે.
રાસમાં લોકરુચિને ધ્યાનમાં લઈને ઉપદેશની વાણી પીરસવામાં આવે છે. અપભ્રંશ ભાષામાં કેટલાક ઉપદેશાત્મક પદ્ય પ્રબંધો લખાયા હતા તે “રાસ' તરીકે ઓળખાતા હતા. હેમચંદ્રાચાર્યના સમયમાં “રાસ'- “રાસક' એક ગેય રૂપક તરીકે પ્રચલિત હતો. ધાર્મિક ઉત્સવોમાં જૈન દેરાસરોમાં રાસ રમાતા અને ગવાતા હતા. જૈન સાધુઓ આવા પ્રસંગોએ રાસની રચના કરી આપતા હતા.
રાસ બે પ્રકારના જોવા મળે છે–‘તાલા રાસ' અને “લકુટા રાસ'. તાલા રાસમાં તાળીઓ પાડવાની વિશેષ રીત મુખ્ય છે અને લકુટા રાસમાં લાકડી-દાંડિયાથી રમવામાં આવે છે એટલે રાસમાં ગેયતા અને અભિનયનાં લક્ષણો રહેલાં છે. રાસનો પ્રારંભ ટૂંકા ઊર્મિ કાવ્ય કે ગીત કાવ્ય સ્વરૂપે થયો હતો. સમય જતાં આ રચનાઓ આખ્યાન પદ્ધતિની લાંબા ગેય કાવ્યવાળી બની છે.
રાસ રચના પર અપભ્રંશ મહાકાવ્યનો પ્રભાવ પડેલો છે. મહાકાવ્ય સર્ગોમાં વિભાજિત થયેલું હતું. તેવી રીતે રાસનું વિષયવસ્તુ “ઢાળ' કે “કડવા'માં વિભાજિત થયું છે.
આરંભ કાળની રાસ રચા દુહા, ચોપાઈ કે દેશીમાં રચાતી હતી. કોઈ કોઈવાર તો એકજ છંદનો પ્રયોગ થતો હતો. તેના વસ્તુ વિભાજન માટે ‘ભાસ' શબ્દ પ્રયોગ થતો હતો. રાસ રચના ઉપદેશ આપવાના પ્રયોજનથી થઈ હતી એટલે તેમાં કથાતત્ત્વ પ્રવેશ પામ્યું ને વર્ણન પણ અનિવાર્ય લક્ષણ બની ગયું. રાસમાં જૈન તીર્થકરો, મુનિઓ અને શ્રેષ્ઠિઓના જીવન પ્રસંગોને કેન્દ્રમાં રાખીને રાસ રચાયા હતા. ચરિત્ર કીર્તન એ રાસનો પ્રધાન વિષય છે. ઋષભદેવ, નેમિનાથ, મહાવીર સ્વામી જેવા તીર્થકરો, ગૌતમ સ્વામી, સ્થૂલિભદ્ર, જંબુસ્વામી, શાલિભદ્ર જેવા રાજવી મુનિઓ, વસ્તુપાળ, તેજપાળ, જગડૂશાહ, પેથડશાહ, સમરસિંહ જેવા જૈન શ્રેષ્ઠીઓ વિશે રાસ રચનાઓ મુનિ કવિઓએ કરી છે. તદુપરાંત સંઘ તીર્થ યાત્રાના પ્રસંગોનું વર્ણન કરતા રાસ પણ રચાયા છે. આ રચનાઓ જૈન ધર્મના પ્રભાવનું દિગ્દર્શન કરાવે તેવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org