________________
૨૬૪
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા ૪. દેવસુંદરસૂરિશિષ્ય (કુલમંડનસૂરિ ?)
(૬૨) કાકબંધિ ચઉપ્પાઈ અથવા ધમ્મકક્ક આ ચોપાઈ ૬૯ ટૂંકની છે. કક્કાના અક્ષરોને અનુક્રમે આદ્યાક્ષર કરીને ચોપાઈ ગૂંથી છે. દાન, શીલ, તપ અને ભાવ એ ચાર જૈનધર્મના મુખ્ય સિદ્ધાંતોનો ઉપદેશ આપ્યો છે. ચોપાઈ રચ્યાનો સંવત્ લખ્યો નથી, પણ પહેલી ટૂંકમાં શ્રી દેવસુંદરસૂરિને વંદના કરી છે, એટલે આ ચોપાઈ દેવસુંદરસૂરિના કોઈ શિષ્ય રચી છે એમ ખાતરી થાય છે. દેવસુંદરસૂરિને સૂરિપદવી સંવત્ ૧૪૨૦માં મળી અને સંવત્ ૧૪૫૦ સુધી તેઓ હયાત હતા, એટલે આ ચોપાઈ સંવત્ ૧૪૨૦થી ૧૪૫૦ સુધીમાં રચાઈ છે એમ ખાત્રીથી કહી શકાય. એની ભાષા પણ તે કાળને અનુરૂપ જૂની છે.
આદિ–અરિહંત સિદ્ધ આરિય ઉવજઝાય, સાહુ સુગુરુ દેવસુંદરસૂરિ પાય, વિદિય સુય સામણિ સમરવિ, ધમ કક્ક પભણિસુ સંખેવિ.૧ કરઉ ધર્મ મન ભૂલા ભમઉ માણસ ભવ કાંઈ આહ્નિ નિગમી? દાન સીલ તપ ભાવન સાર, સુહગુર વયણ પાલઉં સવિચાર. ૨ કાંઈ જુ દી જઈ દાન, તિહાં ચીંતવાઈ નવિ અભિમાન, ચિત્તિ વિત્તિ પત્તિહિ સુવિશુદ્ધષ સો શ્રેય સઈ લીલઈ લદ્ધ. ૩ ખરઈ ચિત્તિ નામ એવડા, વિત્તિ અણુ રસિ પૂરિય ઘડા, પત્ત જુ પામિર્ક પઢમ જિહંદુ, ચડઈ સિખા નવિ પડઈ ઈકુ બિંદુ. ૪ ખાધઈ તૃપતિ ઉદરિ નવિ હોઈ, દીધઉં પાત્રિ દાન ઊગરઇ, ખીર થાલ દીધઉં સંગમઇ, શાલિભદ્ર સોઈ હૂઇ તિમઈ. ૫ ગહગહીયા ધન્ન કયવન, તિહૂઅણિ નિસુણઉ તેહનૂ પુન્ય, શુદ્ધ ચિત્તિ દીયાં ઘત ખીર, દેવલોકિ પહતા બે વીર. ૬ ગાઢઈ સંકટિ વંતિ નારિ, તતખિણિ વિરૂપ હૂત બારિ, દાન દેઇ તિમ ચંદનવાલ, જિમ આવીલ ભાજઈ તતકાલ. ૭ ઘલત તિમ વિહારાવિ૬ ધીય, જિમ સંચિ૯ તિર્થંકર બીય, પાત્રિ દાનિ હઊઉ નિરવાહ, આદિનાથ ધન સારથવાહ. ૮ ધી દાઉ જઉ દીજઇ દાન, તુ રાઉલ લાભઈ બહુ માન, દાનિ ભૂતપ્રેત વસિ થાઈ, દાનિ દુષ્પ દુરિઅ સવિ જાઈ. ૯ જિમ કંઠિ થિક ઊપજઈ, દાન ઉદારિ તિમ નીપજઈ. દાન વિષઈ જેહ ઊપજઈ બુદ્ધિ, તીહ નર સઈવર આવઈ રિદ્ધિ. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org