________________
પ્રકરણ-૨
૮૩
આદર્શો અશકય નથી, તેને સિદ્ધ કરવા માટે સહૃદયી-જાગ્રત મનથી અવિરત પુરુષાર્થ કરવાની લાભ જરૂરિયાત છે. એટલે આવા આદર્શો સિદ્ધ કરનાર મહાપુરુષોનું સ્મરણ જીવનની એક ધન્ય ક્ષણ છેકે ભવિષ્યમાં ઉન્માર્ગે ગયેલો જીવાત્મા એમના સ્મરણથી સન્માર્ગે આવીને આત્માના કલ્યાણ માટે ધર્મ પુરુષાર્થની સાધના કરવા માટે તત્પર બને. સલોકો સાથે સામ્ય ધરાવતી ભરોસરની સજઝાયની આ સંક્ષિપ્ત નોંધ અત્રે પ્રગટ કરવામાં આવી છે. આ મહાપુરુષો અને સતીઓનાં ચરિત્ર વાંચનથી માહિતી પ્રાપ્ત થઈ શકે છે. શ્રી શુભશીલ ગણિએ ભરતેશ્વર બાહુબલી વૃત્તિ સં. ૧૫૦૯માં રચાઈ છે તેમાં વિશેષ માહિતી છે.
સલોકો એક જ મહાપુરુષનો વિસ્તારથી પરિચય પ્રાપ્ત થાય છે જયારે આવો પરિચય હોય તેવા મહાત્માનું નામ સ્મરણ કરતાં જ અંતરપટ પર એમના આદર્શમય જીવનના પ્રસંગોનું સ્મરણ થાય છે.
મહાપુરુષોની સૂચી–૫૭ - ભરતેશ્વર, બાહુબલી, અભયકુમાર, ઢંઢણકુમાર, શ્રીયક, અર્ણિકાપુત્ર, અતિમુક્ત, નાગદત્ત, મેતાર્ય મુનિ, સ્થૂલિભદ્રક વજઋષિ, નંદિષેણ, સિંહગિરિ, કૃતપુણ્ય સુકોશલ, પુંડરીક, કેશી, કરકંડૂ, હલ્લ, વિહલ્લ, સુદર્શન શેઠ, શાલ, મહાશાલ, શાલિભદ્ર, ભદ્રબહુસ્વામી દશાર્ણભદ્ર, પ્રસન્નચંદ્ર રાજર્ષિ, યશોભદ્રસૂરિ, જંબૂસ્વામી, વંકચૂલ, ગજસુકુમાલ, અવંતિસુકમાલ ધન્નો, ઇલાયચીપુત્ર, ચિલાતીપુત્ર, બાહુમુનિ આર્યમહાગિરિ આર્યરક્ષિત, આર્યસહસ્તસૂરિ ઉદયન રાજર્ષિ, મનકકુમાર, કાલકાચાર્ય, શામ્બકુમાર, પ્રદ્યુમ્નકુમાર, મૂળદેવરાજા, પ્રભવસ્વામી વિષ્ણુકુમાર, આદ્રકુમાર, દઢપ્રહારી, શ્રેયાંસ, કુરગડુસાધુ, શથંભવશ્યામી, મેઘકુમાર, આ મહાપુરુષોના નામ સ્મરણથી પાપનો નાશ થાય છે.
મહાસતીઓનાં નામ
તુલસા, ચંદનબાળા, મનોરમા, મદનરેખા, દમયંતી નર્મદા સુંદરી, સીતા, સુભદ્રા, નંદા, ભદ્રા, રાજિમતી ઋષિદત્તા, પદ્માવતી, અંજના, શ્રીદેવી, જયેષ્ઠા, સુજયેષ્ઠા મૃગાવતી, પ્રભાવતી, એલણારાણી, બ્રાહ્મી, સુંદરી રુક્મિણી, રેવતી, કુંતી, શીવા, જયંતી, દેવકી, દ્રૌપદી ધારણી, કલાવતી, પુષ્પચૂલા, પદ્માવતી, ગૌરી, ગાંધારી, લક્ષમણા, સુસમા, જંબુવતી, સત્યભામા અને રુકિમણી (કૃષ્ણની આઠ પટરાણી) યક્ષા, ક્ષદિના, ભૂતા, ભૂતદત્તા, સેના, વેણા, રેણા (સ્થૂલિભદ્રની સાત બહેનો)
આ મહાસતીઓ નિષ્કલંક-શીલને ધારણ કરી આત્માને નિર્મળ બનાવ્યો છે એટલે એમનું સ્મરણ જીવનમાં મંગલમય છે. આજે પણ એમના શીલની પ્રશંસા સર્વત્ર થાય છે. આર્વાચીન કાળમાં નૂતન વર્ષના મંગલપ્રભાતે માંગલિક તરીકે ગૌતમ સ્વામીના છંદનું ગામે ગામ સકળસંઘ પુણ્ય સ્મરણ શ્રવણ કરે છે તે સિવાય છંદ ગાવા-સાંભળવાનું પ્રમાણ નહીવત્ છે તેવી જ રીતે નેમનાથ ભગવાનના જન્મ કલ્યાણકનો દિવસ શ્રાવણ સુદ-પંચમી છે તે દિવસે બહેનો સમૂહમાં નેમનાથના લોકોનું સ્મરણ–શ્રવણ કરે છે તે સિવાય અન્ય પ્રસંગો પર્વોમાં સ્લોકોનું સ્મરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org