________________
પ્રકરણ-૪
૨૮૭
પારિભાષિક શબ્દો સાથે તુલના કરીને અર્થઘટન કર્યું છે. તદુપરાંત ૐકારના સ્વરૂપની વિસ્તૃત માહિતી આપીને પરમાત્મા પદની પ્રાપ્તિના માર્ગ તરફ વાચકવર્ગનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ભગવદ્ગીતામાં શ્રી કૃષ્ણ અને અર્જુનનો સંવાદ છે તેવી રીતે અહીં શ્રી ગૌતમસ્વામીજી પૂ. મહાવીરસ્વામી ભગવંતને પ્રશ્ન પૂછે છે એ પ્રભુએ તેનો ઉત્તર આપ્યો છે. પ્રશ્નોત્તર શૈલીમાં આ ગીતાનું સર્જન થયું છે.
જૈન ગીતાઓ સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થાય છે. સંસ્કૃત ભાષાની ગીતાઓ વિદ્વાન વર્ગને માટે અનુપમ જ્ઞાનામૃતનું પાન કરવાની અનેરી લિજ્જત આપીને અધ્યાત્મ વિશેની વૈવિધ્યસભર વિગતો પૂરી પાડે છે. સંસ્કૃત ભાષાની અને હિંદુ ધર્મના વિચારોનો સમન્વયવાદી સંદર્ભોથી સર્જન કર્યું છે. કવિની દૃષ્ટિ ગુણાનુરાગના વલણને સ્પષ્ટ કરે છે અને જૈન દર્શનના વિચારોની સાથે સામ્ય ધરાવતી અન્ય દર્શનની વિગતોનો તુલનાત્મક રીતે ઉલ્લેખ કરીને આત્મતત્ત્વ, આત્માનું શુદ્ધ સ્વરૂપ, શાશ્વતસુખની પ્રાપ્તિ માટેના માર્ગદર્શક સિદ્ધાંતોની અવનવી વિગતો દર્શાવી છે.
આ. ગીતાઓ જ્ઞાનમાર્ગની વૈવિધ્યપૂર્ણ માહિતી પ્રાપ્ત કરવા માટે અજોડ સાધન છે.
શ્રી ઈશ્વરલાલજીની શ્રી ‘‘જૈન જ્ઞાન ગીતા' નામ પ્રમાણે ગુણ ધરાવતી જૈન દર્શનના સિદ્ધાંતોનું નિરૂપણ કરે છે. તેમાં કવિએ આગમ શાસ્ત્ર અને અન્ય પૂર્વાચાર્યોએ રચેલા ગ્રંથોનો સંદર્ભ આપીને જૈન દર્શનની વિચારધારાનું સમર્થન કર્યું છે.
મુનિ સંતબાલજીની ગીતા તત્ત્વજ્ઞાન કે ચરિત્રાત્મક સ્વરૂપની નથી પણ સમાજ સુધારણા, સામાજિક શાંતિ અને સુખાવસ્થા દ્વારા રાષ્ટ્રની શાંતિ માટેના વિચારો વ્યક્ત કરે છે. જૈન ધર્મની દૃષ્ટિએ વિચારીએ તો માર્ગાનુસારીના વિચારોની સાથે તુલના થઈ શકે તેવા વ્યવહાર શુદ્ધિ દ્વારા જીવન શુદ્ધિ અને ધર્મ દ્વારા આત્મ શુદ્ધિ વિષયક વૈવિધ્યપૂર્ણ વિચારો વ્યક્ત થયાં છે. ગીતા એ વિશેની પ્રાથમિક માહિતીને આધારે તેનો પરિચય મેળવવા માટે સરળતા થશે એવી આશા રાખું છું.
સાગરાનંદસૂરિજીની ગીતામાં નવતત્ત્વ, નવપદ, સંયમ જીવનના સ્થંભસમાન પાંચ મહાવ્રત, સાતક્ષેત્ર, દેવ-ગુરુ અને ધર્મ, રત્નત્રયી એમ જૈન દર્શનના મૂળભૂત સિદ્ધાંતોને પ્રતિપાદન કરતી કૃતિ છે. સંસ્કૃત ભાષામાં રચેલી આ ગીતામાં ૩૬ અધ્યયન અને શ્લોકોનો સંચય થયો છે. ઊંચી કવિ પ્રતિભા ને પાંડિત્યપૂર્ણ શૈલીના નમૂનારૂપ આ ગીતાની શૈલી દુર્બોધ છે. છતાં ગુરુગમથી તત્ત્વજ્ઞાનની ઝાંખી થઈ શકે તેવી ક્ષમતા ધરાવે છે.
બીજા પ્રકારમાં ઉપનિષદ્, વિષયક રચનાઓ છે. મૂળભૂત રીતે તો જૈન દર્શનને જે કેન્દ્રમાં રાખીને રચાઈ છે. આચાર્યદેવ કળિકાળ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યનું યોગશાસ્ત્ર, અધ્યાત્મોપનિષદ્ નામથી સુખ્યાત છે તેનો ટૂંકો પરિચય આપ્યો છે. ઉપા. યશોવિજયજીની અધ્યાત્મ ઉપનિષદ્ ભા. ૧-૨ કૃતિઓમાં આત્મસ્વરૂપની પ્રાપ્તિ મુક્તિ અને અન્ય દર્શનોની તુલના દ્વારા એક અનોખી શૈલીમાં શુદ્ધ જ્ઞાનમાર્ગનો પરિચય પ્રાપ્ત થાય છે. આ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International