________________
૨૮૮
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા બુદ્ધિસાગરસૂરિજીની શિષ્યોપનિષદ્રની રચના ગુરુ-શિષ્યના સંબંધો ઉપરાંત વ્યવહારમાં માતાપિતા, પિતા-પુત્ર વગેરે સંબંધોમાં સફળતા મળે તેવા વિચારો સૂત્રાત્મક શૈલીમાં દર્શાવ્યા છે. જૈનોપનિષદ્ એ જૈનત્વનાં લક્ષણો સત્રાત્મક શૈલીમાં પ્રતિવાદન કરતી કૃતિ છે.
ત્રીજા પ્રકારની ચરિત્રાત્મક ગીતાઓના કેન્દ્રસ્થાને નેમનાથ, પાર્શ્વનાથ, આદિનાથ જેવા તીર્થકરો છે. એમના જીવન દ્વારા મુક્તિ માર્ગમાં પહોંચવાનો શાશ્વત માર્ગ ઓળખી શકાય છે. જંબુસ્વામી-નેમિનાથ ગીતા ગુજરાતી ભાષામાં છે તેમાં વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રની શાંતિ ને સુવ્યવસ્થાની ભ્રમરગીતા જેવી કૃતિઓમાં બ્રહ્મચર્યનો અપૂર્વ મહિમા ગાવામાં આવ્યો છે. આ ગીતાઓ ગુજરાતી ભાષામાં છે. તેના દ્વારા ગુજરાતી ભાષાના વિકાસની ઐતિહાસિક વિગતો મળી આવે છે. અર્વાચીન કાળની જંબુસ્વામીની જંબુસ્વામી ગુરુ ગીતા સંસ્કૃત ભાષામાં છે તેમાં કોઈ જીવનના પ્રસંગોનો ઉલ્લેખ નથી પણ ખંભાતના ચાતુર્માસમાં થયેલી શાસનન પ્રભાવના દ્વારા ગુરુ ગુણનો મહિમા ગાવામાં આવ્યો છે.
આ ત્રિવિધ ગીતા સૃષ્ટિ એટલે રત્નત્રયીની આરાધનાનો સુભગ સમન્વય. આત્મોન્નતિનો રાજમાર્ગ દર્શાવતી જ્ઞાન અને ભક્તિ માર્ગની વિચાર ધારાનું અર્વાચીન કાળને ભવિષ્યની પેઢીને માટે સાતત્ય જાળવી રાખીને જૈન ધર્મના સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન છે.
પંડિત દેવચંદ્રજીની અધ્યાત્મગીતા અને ચિદાનંદજીની પુદ્ગલ ગીતા ગુજરાતી ભાષામાં છે, જ્યારે બાકીની ગીતાઓ સંસ્કૃત ભાષાઓમાં છે. ઉપનિષદ્ નામવાળી કૃતિઓ સંસ્કૃત ભાષામાં છે. આ બુદ્ધિસાગરનું જૈનોપનિષદ્ અને શિષ્યોપનિષદ્ સૂત્રાત્મક શૈલીમાં છે, જ્યારે બાકીની બધી જ ગીતાઓમાં અનુષુપ છંદનો પ્રયોગ મોટા પ્રમાણમાં થયો છે. આ ગીતાઓ દ્વારા ચરિત્રના માધ્યમથી તાત્વિક સંદર્ભની વિગતો પામી શકાય છે.
સાગરાનંદસૂરિની જૈન ગીતાની શૈલી સંધિ સમાસયુક્ત હોવાથી તેનો અભ્યાસ પરિશ્રમ માગી લે તેવો છે. જ્યારે આ. બુદ્ધિસાગરસૂરિની ગીતાઓ સરળ સંસ્કૃતમાં છે. | મુનિ સંતબાલજીની ગુજરાતી ભાષામાં રચાયેલી સમાજદર્શનગીતા સરળ અને માનવવ્યવહારની શુદ્ધિ પર વિશેષ લક્ષ આપવામાં આવ્યું છે. આચારધર્મ વિશેની વિગતો માનવીયગુણોના વિકાસમાં પ્રેરક વિચારો દર્શાવે છે.
સંસ્કૃત ગીતા કાવ્યો ભાષાંતર સહિત અને કેટલીક ગીતાઓ સંસ્કૃત ટીકા ગુજરાતી વિવેચન સાથે પ્રગટ થઈ છે એટલે તેનો અભ્યાસ સરળ અને સુલભ બને છે.
ગીતા કાવ્યો તત્ત્વની દૃષ્ટિએ વિચારીએ તો કટિન અને દુર્બોધ છે. છતાં સહૃદયી પ્રયત્ન કરવામાં આવે અને ગુરુની નિશ્રા મળે તો તત્ત્વાનુભવનો અનેરો આનંદ આત્મજાગૃતિમાં માર્ગદર્શક બને છે. જૈન ગીતાઓનું વિવેચન પણ ઉપલબ્ધ છે એટલે તેના દ્વારા પણ જિન શાસનના સિદ્ધાંતોની સમજ કેળવાય તેમ છે. જ્ઞાન, ભક્તિ, કર્મ યોગ, નય, નિક્ષેપ, સ્યાદ્વાદ, અહંદૂસ્વરૂપ, પંચ પરમેષ્ઠી નવપદ, નવતત્ત્વ, મોક્ષપ્રાપ્તિ જેવા વિષયોને સ્પર્શતા વિચારો ગીતામાંથી પ્રાપ્ત થાય છે. ગીતા કાવ્યોનો પરિચય એ પ્રત્યક્ષ અને પરોક્ષા એમ બે રીતે જૈન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org