________________
પ્રકરણ-૪
૨૮૯
ધર્મના પાયાના સિદ્ધાંતોનું પ્રતિપાદન કરીને જ્ઞાનમાર્ગની વિચાર સૃષ્ટિમાં વિહાર કરવા માટે અલૌકિક આનંદાનુભૂતિ કરાવવાની ક્ષમતા ધરાવે છે.
ઉપા. યશોવિજયજી અને આ. બુદ્ધિસાગરસૂરિની ગીતાઓમાં અન્ય દર્શનોની સાથે ગુણગ્રાહી ર્દષ્ટિથી તુલનાત્મક નિરૂપણ કરવાની શૈલી કવિગત વિશેષતાના ઉદાહરણરૂપ છે.
જ્ઞાનનો મહિમા સર્વધર્મોમાં પ્રચલિત છે પણ અધ્યાત્મ જ્ઞાન વગર માનવ જીવનની કોઈ સિદ્ધિ નથી. આ માટે જૈન ગીતાઓનું અધ્યયન, ચિંતન અને મનન અર્વાચીન કાળના સંદર્ભમાં તો ભવ ભ્રમણના રોગ નિવારણ માટે કિંમતી ઔષધરૂપ છે. ભાગવદ્ગીતામાં જ્ઞાન વિશે જણાવ્યું છે કે–
नहि ज्ञानेन सर्दशं पवित्रमिह विद्यते । गीता । ३८ ज्ञानाणि: सर्व कर्माणि मस्मात् कुतते । गीता ॥४-३७॥
જૈન દર્શનમાં ઉમાસ્વાતિસ્વામીના તત્ત્વાર્થ સૂત્રના પ્રથમ અધ્યાયનું પ્રથમ પદના ગ્રંથનો મૂળ હેતુ ગીતા કાવ્યોનો પરિચય કરાવવાનો હોવાથી એમના એમ સર્જક પૂ. શ્રી મુનિભગવંતોની સંક્ષિપ્ત માહિતી આપી છે.
ધાર્મિક સાહિત્ય ભૌતિક જીવનના આનંદનું નિરૂપણ હોવા છતાં તેમાં કેન્દ્ર સ્થાને તો સર્વોચ્ચ કક્ષાનો અદ્વિતીય અને શાશ્વત આધ્યાત્મિક આનંદ રહેલો છે. ધાર્મિક સાહિત્યની આ મહાન ઉપલબ્ધિ છે. વળી તેના દ્વારા ભારતીય સંસ્કૃતિના જ્ઞાનના દિવ્ય જ્યોતિસ્વરૂપ વારસાનું અનુસંધાન થયું છે જે વર્તમાન અને ભવિષ્યની પેઢીને જીવન ઊર્ધ્વગામી બનાવવા માટે ભવ્યાતિભવ્ય વારસો પૂરો પાડે છે. આ વિધાન પણ ગીતા કાવ્યોના જ્ઞાન માર્ગના સંદર્ભમાં સ્વીકારવું જોઈએ.
જીવમાત્ર આત્માના સહજ સુખને પ્રાપ્ત કરે અને ભવભ્રમણમાંથી મુક્તિ મેળવે એવી ઉદાર ભાવના સાકાર બને તે માટે જૈન ગીતા કાવ્યોની વિચારસમૃદ્ધિ અનન્ય પ્રેરક બને તેવી છે.
જૈન દર્શનના અભ્યાસનો વ્યાપ વધે તે માટે આ ગીતા કાવ્ય નમૂનારૂપ બનશે એવી શ્રદ્ધા છે. કૌટુંબિક પરંપરાથી નવી પેઢીના વારસદારો જૈન ક્રિયાકાંડ કરે છે પણ તેના હાર્દને સમજવા ગીતામાં વ્યક્ત થયેલા વિચારોનું સહૃદય અધ્યયન કરે તો જૈનત્વના સાચા વા૨સાદર બની શકાય. નામથી જૈન કહેવાતા લોકો આચારથી જૈન બનીને આત્મકલ્યાણ કરી શકે તે માટે ગીતાની વિશાળ વિચાર સૃષ્ટિ આત્મખોજની નવી દિષ્ટ ઉઘાડીને જીવન સાફલ્યનું ટાણું આવ્યું છે એમ માનીને સન્માર્ગે જવા ફરજ પાડે છે.
ગીતાનું સંગીત જીવનના તાણાવાણાને એકરૂપ બનાવીને હૃદયના તારમાંથી અનહદનો નાદ પ્રગટે અને ‘અહં બ્રહ્માસ્મિ' તત્ વસ, નો સાક્ષાત્હાર થાય એવી અલૌકિક યૌગિક અનુભૂતિ થાય એવી અનુપમ શકિત ગીતા કાવ્યોમાં રહેલી છે. આત્મશ્રેયાર્થના દૃષ્ટિબિંદુ તેનો અભ્યાસ અવશ્ય દિવ્યાનુભૂતિમા મહત્વની ભૂમિકા પૂરી પાડે છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org