________________
૨૮૬
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા તેને સમજવા માટે કોઈ મુશ્કેલી નથી આવતી તેમ છતાં જૈન દર્શનના પારિભાષિક શબ્દોની ઓછીવત્તી માહિતી હોય તો આ ગીતાનું અધ્યયન આત્મસ્વરૂપને વિશદ રીતે સમજવા માટે આધારભૂત ગ્રંથ બન્યો છે.
ચિદાનંદજીની પુગલ ગીતાનું ગુજરાતી ભાષામાં સર્જન થયું છે. તેમાં માત્ર પુદ્ગલ પદાર્થને કેન્દ્રમાં રાખીને કવિએ વિષય વિશ્લેષણ કર્યું છે. જડ પદાર્થોનો રાગ-આસક્તિ માનવને જન્મ, જરા અને મૃત્યુના ચક્રમાં ફસાવે છે. તેમાંથી મુક્ત થવા માટેનો માર્ગ અધ્યાત્મ વિદ્યા છે એમ નિષ્કર્ષ તાડવી શકાય છે.
આચાર્ય દેવગુપ્તસૂરિએ ચિદાનંદજીની ગીતાને આધારે પ્રશ્નોત્તરમાલા નામથી પુદ્ગલ ગીતા પ્રગટ કરી છે તેમાં પુદ્ગલ વિષયક પ્રશ્નો અને ઉત્તરોનો સમાવેશ થયો છે.
વિનયવિજયજીની અગિયાર અંગ ગીતામાં આગમના મૂળ ૧૧ અંગ વિશેષની માહિતી સઝાય નામથી પ્રગટ થયેલી છે તેને અગિયાર અંગ ગીતા નામ આપવામાં આવ્યું છે. આ ગીતા જૈનદર્શનના મૂળભૂત આગમ શાસ્ત્રનો પરિચય કરાવે છે. જે જિનવાણીનો ભવ્યોદાત્ત વારસો છે.
પૂ. બુદ્ધિસાગરજીસૂરિજીની આત્મદર્શન ગીતા, અધ્યાત્મ ગીતા, પ્રેમગીતાઓ સંસ્કૃત ભાષામાં છે. એમની ગીતાઓ સરળ સંસ્કૃત ભાષામાં છે. સ્વયં અભ્યાસ કરી શકાય તેવી સંસ્કૃત શૈલી અને અનુષુપ છંદનો આશ્રય લઈને સર્જન કર્યું છે. એમની ગીતાનું કેન્દ્ર બિન્દુ આત્મ સ્વરૂપની પ્રાપ્તિનો માર્ગ અને તેમાં જૈનદર્શન ઉત્તરાધ્યયન સૂત્રમાં “વત્યુ સહાવો ધમ્મો એટલે કે વસ્તુના સ્વભાવને જ ધર્મ કહ્યો છે. જેની સેવના કરતાં એટલે કે ક્રિયાઓ કરતાં આત્માની સ્વાભાવિકતામાં વક્રતા, લુચ્ચાઈ, માયા, મૃષાવાદ આદિ દુર્ગુણો પ્રવેશ થવા ન પામે તે જ આત્માનો ધર્મ હોઈ શકે છે. એ તે સમતા, સમ, શમ, તિતિક્ષા આદિ આત્માના ધર્મને અનુકૂળ તત્ત્વો છે. તેની આરાધના માટે આને કોઈ પણ પ્રયત્ન કરવો પડતો. નથી. તદુપરાંત તેની પાછળ શોક, સંતાપ, દુઃખ, આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ મોહરાજાના સૈનિકોનો લેશ માત્ર ભય હોતો નથી. આત્માને અધઃપતનમાંથી બચાવવા માટે સમતા મહાન ઔષધ છે, માટે “સમ' આત્માનો ધર્મ છે. ગીતા કાવ્યોના વિચારો આત્માની સ્વાભાવિક સ્થિતિ પ્રાપ્ત કરવા માટેનું માર્ગદર્શન પૂરું પાડે છે તે દષ્ટિએ આત્માના સ્વભાવનો ખ્યાલ રાખીએ તો તે માર્ગે વધુ વિકાસ સાધી શકાય.
ગીતા કાવ્યો ત્રણ પ્રકારનાં છે. પ્રથમ પ્રકારમાં જૈન દર્શનના સિદ્ધાંતોનું નિરૂપણ કરતા તેર ગીતાઓનો સમાવેશ કર્યો છે. બીજા પ્રકારમાં ઉપનિષદ્ નામાવલીની પાંચ કૃતિઓની માહિતી આપવામાં આવી છે. ત્રીજા પ્રકારમાં ચરિત્રોક્યર નિરુપણ દ્વારા તત્ત્વના જ્ઞાનનો કોઈને કોઈ સંદર્ભ હોય તેવી આઠ ગીતાઓનો પરિચય આપવામાં આવ્યો છે.
શ્રી મેઘવિજયજી ઉપા.ની અદ્ ગીતામાં અહંદુના સ્વરૂપનું અનોખી શૈલીમાં વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
કવિની અજબ ગજબની કલ્પના શક્તિ દ્વારા અરિહંતના સ્વરૂપનું અન્ય દર્શનોના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org