________________
૩ર,
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા
કરવી.
કવિએ છેલ્લી કડીમાં ધર્મ આરાધનાના ફળનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે (ગાથા-૨૦)
જે આરાહદ ગુરુ ચલણ જિણવર ધમ્મુ કરિતિ,
સંસારિય સહ અણુભવિય સિવપુરિ તે વિલસંતિ. | ૨૦ || અજ્ઞાત કવિની ૨૦ કડીની ધર્મ ચચ્ચરી એ શીર્ષક પ્રમાણે ધર્મના વિચારોનું પ્રતિપાદન કરે છે. ટૂંકમાં શ્રાવકધર્મ–શ્રાવકે કરવા યોગ્ય કૃત્યોનો ઉલ્લેખ થયો છે. આ ચર્ચારી ઉપદેશ પ્રધાન છે. મહ જિણાણાં અને શ્રાવક કરણીની સજ્જઝાય સાથે આ કૃતિ સામ્ય ધરાવે છે. ૧૦. ચર્ચરી ગીત
ચર્ચરી એ ગીત કાવ્યના દષ્ટાંતરૂપે પ્રાપ્ત થાય છે. કવિ સમયસુંદરની ગુરુભક્તિના ઉદાહરણરૂપ જિનસિંધસૂરિ ચર્ચરી અત્રે પ્રગટ કરવામાં આવી છે. તેમાં ઉપદેશાત્મક વિચારો પ્રગટ થયા છે. રાત વીતી ગઈ છે અને સવાર થયું છે. ગુરુ જિનસંઘસૂરિનું જીવન સૂર્ય સમાન તેજસ્વી છે. ધર્મના માર્ગે અનુસરવાનો સમય થયો છે. સૂર્યથી કમળવન વિકસે છે તેમ દુરિત તિમિરનો નાશ થયો છે અને કુમતિરૂપી ઘુવડ દૂર ભાગ્યો છે. કવિની ઉપમાઓ નોંધપાત્ર છે. નાનકડા ગીતના વિચારો આત્મા સાધના કરનારને પ્રેરક બને તેમ છે.
મોર પયઉ જવિક જીવજગ જાગિ જાગિરી, જિનસંઘસરિ ઉદય ભાણ તેજપુંજ રાજમાણ, ઉઠ અઈસે ધરમ મારગિ લાગિ લાગિ લાગિરી. || 1 || ભવિક કમલ વન વિકાસન સુરિત તિમિર જારવિનાસન, કુમતિ ઉલુક દૂરિ ગણ ભાગ ભાગિ ભાગિરી. શ્રી જિનસિંઘસૂરિ સીસ પૂરવઈ સબમનજગીસ,
સમય સુન્દર ગાવત ભયરવ રાગ રાગિ રાગિરી. | ૨ || સંદર્ભ :
ગુજ. સાહિ. ઈતિ. ખંડ-૧, પા. ૨૧૯ એજન પા. ૨૩૭ જૈન સત્યપ્રકાશ વર્ષ–૧૧, પા- ૧૫૪ ઉત્તરાધ્યયન સૂત્ર-૮, પા.-૧૦૩ જૈન સત્ય પ્રકાશ વર્ષ–૧૧ પ્રાકૃત પિંગલમ્ પા. ૨૮૪
પ્રાચીન ગૂર્જર કાવ્ય સંચય પા- ૭૧ ૮. પ્રા – ગૂ- કા. સં. પા-૮૨ ૯. પ્રા – ગૂ- કા. સં. પા. ૮૦ ૧૦. કુસુમાંજલિ-પા. પા.- ૩૯૭
૨.
છે
5
=
ળ
છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org