________________
પ્રકરણ-૨
૩૩
૫. ભાસ ભાષાની દૃષ્ટિએ વિચારીએ તો ભાષ્ય-સંસ્કૃત શબ્દ છે અને પ્રાકૃતમાં “ભાસ’ શબ્દ રચાયો છે. “સ' સરલી કરણમાં ‘ય’ નો લોપ થયો છે. એટલે ભાસ શબ્દ બન્યો છે. અને “ષ' નો “સ” થયો છે. દા. ત. હાસ્ય – હાસ. સંસ્કૃત ભાષામાં ભાષ્ય શબ્દ પ્રયોગ વૃત્તિ, વિવેચન, ટીકા કે વિશેષ રીતે સમજાવવાની શૈલી માટે વપરાય છે. ઉદા. શાંકર ભાષ્ય-. જૈન દર્શનમાં ત્રણ ભાષ્ય પ્રાકૃત ભાષામાં છે ચૈત્યવંદન, ગુરુવંદન અને પચ્ચકખાણ ભાષ્ય. એટલે આ શબ્દ પ્રયોગ સંસ્કૃત અને પ્રાકૃતમાં પ્રાપ્ત થાય છે. ભાસનો શબ્દાર્થ–પ્રકાશ, આભાસ, ઝાંખી પ્રકાશ પાડવો, બોલવું અથવા કહેવું.
ભારતમાં મુખ્યત્વે મુનિજીવન–આચાર્યો અને સતીઓના જીવનની ગૌરવગાથાનું નિરૂપણ થયું છે. સાધુ જીવનમાં સઝાય મહત્વની છે તે દૃષ્ટિએ આ ભાસ પ્રકારની કૃતિઓ સંયમ જીવનની પુષ્ટિ માટે નવલું નજરાણું પૂરું પાડે છે. પૂર્વાચાર્યો અને આગમ ગ્રંથોના સારરૂપે રચાયેલી ભાસ રચનાઓ આત્માના જ્ઞાન દર્શન અને ચારિત્ર ગુણના વિકાસમાં અનન્ય પ્રેરણાસ્ત્રોત બને છે. ભાષા શબ્દ પરથી ભાસ શબ્દ નિષ્પન્ન થયો હોય એમ સંભવ છે.
ભાસ વિસે ઉપલબ્ધ કૃતિઓને આધારે નીચે પ્રમાણે માહિતી જાણવા મળે છે. વિવાહલો' કાવ્ય રચનામાં “ભાસ'નો પદ્ય ખંડ તરીકે પ્રયોગ થયો છે. વિનયવિજયજી ઉપા. કૃત ‘વીશી' વીશ વિહરમાન જિન સ્તવન રચનામાં “ભાસ’ શબ્દ પ્રયોગ થયો છે. તે ઉપરથી ભાસનો અર્થ સ્તવન–પ્રભુ ગુણગાન અંગેની કાવ્ય રચના એમ સમજાય છે. કવિની બીજી કૃતિ શાશ્વત જિન ભાસ એ પણ શાશ્વતા જિનેશ્વરોનાં ગુણગાન ગાતી રચના છે. અચલગચ્છના કલ્યાણસાગરસૂરિની વીશ વિહરમાન જિન સ્તુતિ- ભાસ સ્તવન સ્વરૂપની પ્રાપ્ત થાય છે. ભાસ શબ્દ અથવા “ગીત' એવો શબ્દ પ્રયોગ પણ પ્રાપ્ત થાય છે. જિનસાગરસૂરિએ વીશ વિહરમાન જિન સ્તવનોની રચનામાં ગીત શબ્દપ્રયોગ કર્યો છે. એટલે ભાસગીતકાવ્યના પર્યાયરૂપે ગેય રચના છે. એમ અનુમાન કરવામાં આવે છે.
સં. ૧૯૭૮માં પ્રગટ થયેલ સઝાય સંગ્રહમાં સઝાય-ભાસ શબ્દ પ્રયોગ થયો છે જૈન ગૂર્જર કવિઓની સૂચિમાં પણ આ શબ્દ પ્રયોગ તીર્થકર વિષયક કૃતિઓ અને સક્ઝાય માટે પ્રયોજાયો છે. ૧૭મી સદીના કવિ બ્રહ્મમુનિએ ઉત્તરાધ્યયન સૂત્ર ૩૬, અને ૧૮ પાપ સ્થાનકની સઝાય માટે “ભાસ' “ગીત' એવો પ્રયોગ કર્યો છે. તે ઉપરથી ભાસમાં માત્ર ગુરુગુણિ ગાવાની કે તીર્થમહિમા ગાવાની વિગતો નથી પણ તાત્વિક વિચારોને “ભાસ' દ્વારા સંક્ષેપમાં વ્યક્ત થયા છે. એટલે ભાસના વિષયમાં જ્ઞાનમાર્ગના વિચારોનો સમાવેશ થયો છે. પ્રથમ વિનયશ્રુત અધ્યયનના શબ્દો છે.
શ્રી ગુરુ ગૌતમ હિયડેધરી, કહિશું વિનય વિચાર, સ્વામી સોહમ ગણધર દાખવે, ઉત્તરાધ્યયન મઝાર. || ૧ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org