________________
૩૪ ,
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા વિનય કરી ભવિયણ ભાવસું, જેહથી લહિયે નાણ,
અનુક્રમે સમક્તિ ચારિત્ર ગુણ ગ્રહી, પામીજે નિર્વાણ. / ૨ મહામહોપાધ્યાય મુનિરાજ મેઘવિજયકૃત જ્ઞાતાસૂત્રની ૧૯ સક્ઝાય, અને સોળ સતીની સઝાયો પ્રાપ્ત થાય છે. શ્રી હરજી મુનિ કૃત એકાદશ ગણધર સજઝાયની સઝાયો રચી છે. આ કૃતિઓમાં સઝાય શબ્દની સાથે અથવા ભાસ-અથવા ગીત શબ્દ પ્રયોગ થયો છે.
- શ્રી વિનયવિજય ઉપા. કૃત વીશી અથવા વીશ વિહરમાન જિન ભાસ. કવિએ મહાવિદેહક્ષેત્રમાં વિચરતા વીશ વિહરમાન જિનેશ્વરોનાં ૨૦ સ્તવન રચ્યાં છે તેને વીશી અને અન્ય નામ વશ વિહરમાન જિનભાસ નામથી ઓળખવામાં આવે છે. વીશીને અંતે કવિના શબ્દો કહે છે
શ્રી કીર્તિ વિજય ઉવઝાયનોએ, વિનયવંદે,
શ્રી જિનનાં ગુણ ગાવતાં એ, કર જડ, લલિઈ મંગલ ક્રોડ. / ૧૧ | બીજી રચના શાશ્વત જિનભાસ છે.
કીર્તિવિજય ઉવઝાય કેરો લહીઈ પુણ્યપસાય,
શાશ્વત જિનગુણ ઈણિ પરિ, વિનય વિજય ઉવઝાય. || ૯ || ૨ અચલગચ્છની પાટે ૬૪ મા આચાર્ય કલ્યાણસાગરસૂરિ થયા છે. કવિએ વીશ વિહરમાન
જિન સ્તુતિની રચના કરી છે. સત્તરમી સદીના છેલ્લા તબક્કામાં થયેલા આ કવિએ રચેલી વીશી સ્તવન–ભાસ અને ગીત જ્યા શબ્દોથી ઓળખાય છે. (૨-૨૬૯) જિનસાગરસૂરિએ સં. ૧૭૨૦માં વીશી–વીશ વિહરમાન જિન સ્તવનો રચ્યાં છે તેની
સાથે ગીત શબ્દ પ્રયોગ થયો છે. ( ૩ | ૧૮૭) ૪ દશાર્ણભદ્ર ભાસની રચના કવિ હેમાણંદ સં. ૧૬૫૮માં કારતક સુદ–૧૫ ના રોજ પ૬
કડીમાં કરી છે. (૨ /૪૩). કવિ સમયસુંદરની “કુસુમાંજલિ' કૃતિમાં ભગવંત, તીર્થ, સતીઓ, અને મહાપુરુષોના વિષયને કેન્દ્રમાં રચાયેલી વિવિધ ભાસ કૃતિઓ પ્રાપ્ત થાય છે. આ કૃતિઓ ભાસ-ગીત
નામથી પ્રચલિત છે. કુસુમાંજલિ કાવ્ય સંગ્રહમાં વિવિધ વિષયના ભાસનો સંચય થયો છે. ૬. યશોવિજયજી ઉપા. ની રચના ઇંદ્રભૂતિ ભાસ અગ્નિભૂતિ ભાસ, વાયુભૂતિ ગીત, વ્યક્ત
ગણધર, સુધર્માસ્વામી સંયમક્ષણિ વિચાર સજઝાયમાં પ્રગટ થઈ છે.
૧૧ અંગની સઝાયની રચના સુરતના ચોમાસામાં સં. ૧૭૨૨માં કરી છે તેને સઝાય અથવા ભાસ શબ્દ પ્રયોગ થયો છે. (૪(૨૦).
ભાસમાં તીર્થકર ભગવંત અને ગુરુ મહિમા ગાવાની પ્રણાલિકાનું અનુસરણ થયું છે. ૭. “ભાસ પ્રકારની માહિતીના સંદર્ભમાં કેટલીક કૃતિઓ અને મિતાક્ષરી નોંધ સાથે પ્રગટ
કરવામાં આવી છે તે ઉપરથી ભાસનો વિશેષ પરિચય પ્રાપ્ત થઈ શકે તેમ છે. કવિ લાવણ્યસમયની આદિનાથ-ભાસ કૃતિનો પરિચય નીચે પ્રમાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org