SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા પ્રયોગશીલતાથી એનું સ્વરૂપ બદલાયું છે. ગીત જેવી ગઝલો રદિફ-કાફિયા રહિત બોલીથી ગૂંચવાતી રચનાઓ અને ક્યારેક તત્સમ શબ્દોથી ગૂંગળાતી રચનાઓ ગઝલના ગઝલત્વને અને છેવટે કાવ્યત્વને હણી નાંખે છે. ગઝલોમાં આવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે જૈન કવિઓની ગઝલોમાં પરંપરાગત વલણનું અનુસરણ થયું છે. એટલે ગઝલનો પ્રારંભનો શબ્દ રેખતા હતો તે રેખતા અને પ્રારંભના ગઝલકારો શ્રી કંથારિયા મણિભાઈ દ્રિવેદી “સાગર', ત્રિભુવન પ્રેમશંકર ડાહ્યાભાઈ દેરાસરી કલાપી કાન્ત જેવા ગઝલકારો સમાન જૈન કવિઓએ ગઝલો રચીને આ કાવ્યપ્રકારને સમૃદ્ધ કર્યો છે. તેમાં બાહ્ય આકાર જોવા મળે પણ આંતર સ્વરૂપમાં ગઝલમાં પ્રણયનું વિશ્વ મહત્વનું છે. ભૌતિક પ્રેમની વિભાવના કરતાં Divine Love દૈવી પ્રેમ આધ્યાત્મિક પ્રેમની અનુભૂતિને આંતરદોહમાં સ્થાન આપીને સાંસ્કૃતિક મૂલ્યોનું ગૌરવ વધાર્યું છે. જો કે તેમાં રહેલા ઉપદેશના વિચારો મર્યાદા રૂપ ગણીએ તેમ છતાં સૂવાદની વિચારધારાને અનુલક્ષીને આવા વિચારો બાધક બનતા નથી. જૈન સાહિત્યની ગઝલો જૈન સાહિત્યમાં ગઝલોનો પ્રારંભ સ્થળવર્ણનથી થયો છે. વડોદરા, સુરત, ચિત્તોડ, ઉદેપુર, પાલનપુર જેવા શહેરોનું વર્ણન કરતી ગઝલો પ્રાપ્ત થાય છે. જૈન સાધુ કવિઓએ યુગધર્મને ઓળખીને સમકાલીન પ્રવાહ સાથે એકરૂપ થવા માટે ગઝલોનું સર્જન કર્યું હોય એમ માનવાને કારણ મળે છે. રાજદરબારની ફારસી ભાષા સાધુઓએ શીખી લીધી અને તેનો ગઝલોમાં પ્રયોગ કર્યો હતો. સિદ્ધિચંદ્ર ગણિને અકબર બાદશાહ તરફથી “ખુફહમ'નો ઈલ્કાબ મળ્યો હતો. Dળવર્ણનની ગઝલોનો પ્રારંભ ૧૮મી સદીમાં થયો છે. જૈન સાધુઓએ તીર્થ માહાભ્યને લગતાં કાવ્યો રચ્યાં હતાં. પુરાણોમાં જેમ કાશી માહાભ્ય, ગયા મહાભ્યની સમાન જૈન તીર્થોનો મહિમા ગાયો હતો. જૈન સાહિત્યમાં જિનપ્રભસૂરિની રચના “વિવિધ તીર્થકલ્પ' આ પ્રકારની કૃતિ છે જેમાં તીર્થોની ઐતિહાસિક ધાર્મિક અને ભૌગોલિક માહિતી ગૂંથી લેવામાં આવી છે. સંસ્કૃત-પ્રાકૃત ભાષાની આ કૃતિઓનો પ્રભાવ સ્થળવર્ણનની ગઝલો પર પડ્યો હોય એમ અનુમાન કરવામાં આવે છે. આ પ્રકારની ગઝલો મનોરંજન તથા માહિતી પ્રધાન હોઈ તેમાં કવિત્વના અંશોનું પ્રમાણ અલ્પમાત્રામાં છે. વર્ણન કૌશલ્ય ને માહિતી સભર હોવાથી તેનો બાહ્ય આકાર ગઝલનો છે પણ આંતરદેહમાં કવિત્વનાં લક્ષણો નહિવત્ જણાય છે. જૈન સાહિત્યમાં સ્થળવર્ણનની ગઝલો એ ગઝલની પ્રાથમિક અવસ્થા દર્શાવે છે. આ ગઝલોને લોકસાહિત્યના એક અંગરૂપે મૂલવવામાં આવે તો યથાર્થ લેખાશે. ઐતિહાસિક માહિતી મેળવવા માટે આવી ગઝલોને આધારભૂત સાધન ગણાય છે. | મુસ્લિમ શાસનના પ્રભાવથી રેખતા અને ગઝલ પદબંધનો આશ્રય લઈને સ્થળ વર્ણનની ગઝલો રચાઈ હતી. સંવત ૧૭૪૮માં ખરત ગચ્છના કવિ ખેતાએ ‘ચિતોડ રી ગઝલની રચના કરી છે. આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy