________________
પ્રકરણ-૨
૧૨૭
શબ્દોની હારમાળા વાળી ન હોવી જોઈએ.
ગઝલ સાહિત્યની દૃષ્ટિએ કાવ્ય પ્રકાર તરીકે સ્થાન ધરાવે છે તો બીજી રીતે “Performing Art' તરીકે પણ તેનું મૂલ્ય ઊંચું છે. મુશાયરા, કવ્વાલી ના સમારંભોમાં ગઝલ કેન્દ્રસ્થાને રહીને કલાત્મક અભિવ્યક્તિ દ્વારા નિર્દોષ આનંદ આપવાનું કાર્ય કરે છે. ગઝલ દ્વારા સર્જકના વ્યક્તિત્વની વિશિષ્ટતા મસ્તી કે મિજાજ પ્રગટ થતો હોય છે. આના પ્રગટીકરણ માટે વેધક ભાષા ઉપયોગી નીવડે છે.
કવ્વાલી અને કવ્વાલ શબ્દો ગઝલના સંદર્ભમાં જાણવા જરૂરી છે. જે વ્યક્તિ ગઝલ ગાય છે તે કવ્વાલ કહેવાય છે. અને ગઝલને કવ્વાલી કહેવામાં આવે છે. કવ્વાલ બે પ્રકારની હોય છે. કેટલાક સ્વરચિત ગઝલો ગાય છે કેટલાક કવ્વાલો અન્ય ગઝલકારોની ગઝલો ગાય છે. આ રીતે કવ્વાલી એ ગઝલ ગાયકી સાથે સંકળાયેલો કાવ્ય પ્રકાર છે. તેનો સંદર્ભ પૂરો પાડે છે.
સૂક્ષવાદી વિચારધારા પ્રમાણે પ્રભુભક્તિ વિષયક ગઝલ ઇલ્મ, તસવક કહેવાય છે. તેમાં ભક્ત હૃદયની ભગવાન પ્રત્યેની આરજૂ, તમન્ના, અનુરાગ, ચિત્તમાં રહેલી લાગણીઓભાવજગતને વ્યક્ત કરે છે. પ્રણયાનુભવ વૈત વિના અશક્ય છે. સાચો ભક્ત ભગવાન સાથે ભક્તિના માધ્યમ દ્વારા એકરૂપ બને છે. ગઝલની અનેરી મસ્તીનો અનુભવ વર્ણનીય છે. વર્ણનકૌશલ્ય, વિચારતત્વ, ચિંતન, અલંકારયોજના, સંગીતમયતા, આધ્યાત્મિકતા વગેરેથી ગઝલ અતિસમૃદ્ધ કાવ્ય તરીકે સન્માનનીય છે.
ગઝલના પ્રારંભમાં પ્રચલિત મુસમ્મન હજ્જ સાલેમ છંદનો મોટા પ્રમાણમાં કવિઓએ પ્રયોગ કર્યો છે. ઉપા. જયંતસેન વિજય, મુનિચંદ્ર વિજયજી મણિ, પ્રભવિજયજી આદિની ગઝલોમાં અર્વાચીન શૈલીનો પ્રભાવ નિહાળી શકાય છે. કવિ આનંદઘનજી, અજિતસાગરસૂરિ અને નાનચંદજીની ગઝલોમાં શાસ્ત્રીય રાગનો સહયોગ સધાયો છે. ધનાશ્રી, માઢ, ભૈરવી, ભીમપલાસ, બિહાગ, હરિગીત સોહની વગેરેનો પ્રયોગથી તેમાં નવીનતા આવી છે. તેનાથી કવિ પ્રતિભાનું દર્શન થાય છે.
- રત્નત્રયીના આરાધક મુનિ ભગવંતોએ રચેલી ગઝલોમાં નીતિમત્તાના ઊંચા ધોરણનો પ્રભાવ હોય છે. તે સ્વાભાવિક લાગે છે. આચાર પ્રધાનજીવન જીવતા આ મુનિઓની ગદ્ય-પદ્ય રચનાઓનો પ્રધાન સૂર એ નીતિ અને અધ્યાત્મ સાધનાના વિચારો છે. આ પ્રકારની વિચાર સૃષ્ટિ સંસ્કાર સિંચન દ્વારા માનવ જીવનને ઉન્નત બનાવવામાં પ્રેરક નીવડે છે. મુનિચંદ્ર વિજયજીની ગઝલોમાં મુનિ જીવન અને કવિજીવનનો સમન્વય થયો છે.
| ગુજરાતી ભાષામાં ગઝલોનું પ્રમાણ ઘણી મોટી સંખ્યામાં પ્રાપ્ત થાય છે. તેની ભાષા ગુજરાતી હોવા છતાં હિન્દી, ઊર્દૂ ભાષાનો પ્રભાવ પણ જોવા મળે છે. ગઝલો દ્વારા ગુજરાતી ભાષામાં તેની અનેરી લિજ્જત માણી શકાય તેવી ક્ષમતા છે. જીવન જીવવાનો ઉત્સાહ ટકાવી રાખે ને નવો પ્રાણ પૂરે તેવી સમર્થ શક્તિ ધરાવે છે.
સાહિત્યમાં પરંપરા અને પ્રયોગનું વલણ જોવા મળે છે. સર્જક પ્રતિભાના લક્ષણોમાં એમની પ્રયોગશીલતા પણ સફળતા-નિષ્ફળતાનું સૂચન કરે છે. ગુજરાતી ગઝલોમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org