SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ-૨ ૧ ૨૫ વા–દદ કોઈને કામનું નથી., “ચ–અનેક કામમાં ઉપયોગી છે. ‘ના’—નકારના અર્થમાં છે. આ રીતે હરિયાળીનો અર્થ સ્પષ્ટ થાય છે. સંદર્ભ : હરિયાળી સ્વરૂપ અને વિભાવના હંસ રત્નમંજૂષા ભાગ-૨, પા. – ૨૮૭. ૧૬. ગઝલ સ્વરૂપ વિધાન ગઝલ અરબી સાહિત્યનો કાવ્યપ્રકાર છે. અરબસ્તાનથી ઇરાનની ફારસી ભાષામાં તેનો વિકાસ થયો. રાજકીય પરિસ્થિતિના પ્રભાવથી ગઝલ રચનાઓ વિશેષ થઈ હતી. મુસ્લિમ શાસનકાળ દરમ્યાન રાજ દરબારની ફારસી ભાષાનો સમાજના કેટલાક વર્ગના લોકોએ અભ્યાસ કર્યો હતો. લશ્કરના સૈનિકો સાથે વાતચીત કરવા માટે ઉર્દૂ-ફારસીના મિશ્રણવાળી ભાષા પ્રયોજાતી હતી. ઉર્દૂભાષાના વ્યવહારથી ગઝલ સર્વસાધારણ જનતા સુધી પહોંચી હતી. રાજ્યવહીવટની ફારસી ભાષા ગઝલના અવતાર માટે નિમિત્તરૂપ બની. ક્રમશઃ ગુજરાતી ભાષામાં ગઝલને સ્થાન મળ્યું. “ગઝલ' વિશે સ્વરૂપલક્ષી વિચારણા કરતાં નીચે પ્રમાણેની કેટલીક વિગતો ઉપલબ્ધ થાય ગઝલ એટલે હરણનું બચ્ચું, તીર ખૂંપેલા હરણની ચીસ. (ફિરાખ ગોરખપુરી) આ અર્થ મર્યાદિતપણે ન લેતાં સાહિત્યની રેતી લેવાનો છે. તેમાં ગઝલ શબ્દનું મૂળ તેના અર્થમાં હોય છે. ગઝલ નામનો એક પ્રેમી માણસ હતો તે ઉપરથી ગઝલ શબ્દ પ્રયોગ ઉદ્ભવ્યો છે. ગઝલ એટલે પ્રિયતમા સાથે વાતચીત. શબ્દકોશમાં ગઝલનો અર્થ ફારસી રાગ-રેખતા છે. એટલે એવા રાગનું કાવ્ય. ગઝલ માટે પ્રારંભિક અવસ્થામાં રેખતા શબ્દ પ્રયોગ થતો હતો એટલે ગઝલ એ રેખતાનો પર્યાયવાચી શબ્દ છે. મીરઝા ગાલિબની એક કડીમાં આવો સંદર્ભ પ્રાપ્ત થાય છે. રેખતાકે તુહીં નહીં હો ઉસ્તાદ અસદ, સુનતે હૈ અગલન ઝમાનેમેં કોઈ મીર ભી થા. ગઝલ એ ગાયકીનો એક પ્રકાર છે. ફારસી ભાષામાં ગઝલનો અર્થ એમ છે કે એવું કાવ્ય કે જેમાં પ્રેમ અને સૌન્દર્યનું વર્ણન હોય. અહીં સૌન્દર્યનો અર્થ ભૌતિક નહિ પણ આધ્યાત્મિક રૂપ સમજવાનો છે. ગઝલ વિશે ઉપરોક્ત વિચારો પ્રચલિત છે અને તે ઉપરતી ગઝલ એ સ્વતંત્ર કાવ્ય પ્રકાર છે એમ જાણવા મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy