________________
૧ ૨૪.
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા ગાથા. ૬- સત્તર પાળી અઢાર અજવાળી ૧૭–સંયમના ભેદ, ૧૮- પાપ સ્થાનક
તેવીસ જણને દૂર–પાંચ ઇન્દ્રિયના વિષય-કષાય ચિત્ત ધરશું–૨૪ તીર્થકરનું ચિત્તમાં ધ્યાન કરવું. ચાલીસ જીતશું બાવીશ-૨૨ પરિષહ (અંગ વિનાનો સંગ–અનંગ કામદેવ)
૫. સમસ્યાપ્રધાન હરિયાળી હરિયાળીના મૂળમાં તેનો સાચો અર્થ શોધવાનો બુદ્ધિગમ્ય પુરુષાર્થ રહેલો છે. તેમાં કેટલીક હરિયાળીઓ સમસ્યાપ્રધાન છે. તેમાં કોઈ એક વસ્તુ કે સાધનનો આદિ, મધ્ય અને અંત્ય અક્ષર અથવા તો તેના બાહ્ય લક્ષણ કે ગુણનો ઉલ્લેખ કરવામાં આવે છે તે ઉપરથી વસ્તુ કે સાધનનું નામ શોધવાનું હોય છે. આ વિભાગમાં સુધનહર્ષ અને મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજીની સમસ્યા પ્રધાન હરિયાળીનો સમાવેશ કર્યો છે. તેનાથી જ્ઞાન સાથે ગમ્મતનો વિશિષ્ટ પ્રકારનો આનંદ થાય છે. સમસ્યાનો અર્થ જાણવાની ઉત્કંઠાને કારણે વાંચકો વિચાર કરતા થાય છે અને અંતે તેનો ઉકેલ જાણવાથી પરમ પરિતોષ થાય છે. “કાવ્યશાસ્ત્ર વિનોદન કાલો ગચ્છતિ ધીમતામ્'ની ઉક્તિ તેનાથી ચરિતાર્થ થાય છે. આ પ્રકારની કૃતિઓમાં કવિની અજબગજબની કલ્પના શક્તિનો પણ પરિચય થાય છે. હૈયે છે પણ હોઠે આવતું નથી એમ પણ અનુભવ થવાનો સંભવ છે.
મંગલકારી અંત્યાક્ષર વિણ, સહુયે જગ જસ કહવે રે, નિશાલે આવીના (ને) પ્રથમાક્ષર હર્ષ ધરી ગ્રહવે રે. મું. | ૧ / મધ્યાક્ષર વિણ તે ઉભયને, હોય ન કહાં એ પ્યારી રે, અક્ષર ત્રણ કરી તે પૂરણ, રાજકુળે ઘણી સારી રે. મ. || ૨ // પહલા અક્ષર ને છે કાનો, બીજે કેવલ જાણો રે, ત્રીજો અક્ષર જિમ નિરખી, વહેજો અર્થ પિછાણી રે. મેં. || ૩ II આવે એક કોઈન કામે, બે તો કામે આવે રે, ધન હર્ષ પંડિત ઈણ પરિ પૂછે, તે સું નામ કહાવેરે. મું. || ૪ |
(હરિયાળી સંગ્રહ પા. ૨૨ ) જવાબ–વાચના આ હરિયાળીનો જવાબ “વાચના' છે. સમસ્યામૂલક હરિયાળીના ઉદાહરણરૂપ આ કૃતિમાં જિનવાણીનો સંદર્ભ રહેલો છે.
વાચ–વાણી–મંગલકારી છે. ચના–પાઠશાળામાં બાળકોને આપવામાં આવે છે જેનો સહર્ષ સ્વીકાર થાય છે. વાના–મહાન પુરુષોને ગમતાં નથી.
વા' ને માત્રા છે “ચ” માત્રા વગરનો છે ‘ના’ નો અર્થ બોધમાં સહાય કરે છે.
રાજકુળમાં રહે છે એટલે જિનશાસન એ રાજકુળ છે. તેમાં વાચના રહે છે. રાજકુળ જિનેશ્વર ભગવંતનું સામ્રાજય એમ સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org