________________
પ્રકરણ-૭
૨૪૩
,
છે
જ
૨
દ
જ
સોના કેરૂ પારણું ને, ઉપર જડીયા હીરા, રેશમે દોરે માત હિંચોળે, ઝુલો મહાવીર. ઇંદ્ર ઇંદ્રાણી મલી હલરાવે, સુર નરનારી આવે, મધુર કંઠે ગાયા હાલરડાં, વીરને સ્નેહે ઝુલાવે. ઝીક ભરીયું આંગડીયું ને, જરીનો ટોપે માથે, લાવ્યાં રમકડા રમવા કાજે, મેવા મીઠાઈ સાથે. માતા ત્રિશલા હરખે હરખે, એમ મુખે વદંતી, મોટો થાજે ભણવા જાજે, આશીષ દેઈ હસંતી. પરણાવીશ હું નવલી નાર, જોબનવંતી તુજને, માતાપિતાના કોડ પૂરજે, હોંશ હૈયે છે મુજને. જૈન શાસનમાં તું એક પ્રગટ્યો, આંગણ મારે દીવો, કર્મને કાપી ધર્મને સ્થાપી, અમૃત રસને પીવો. ધર્મ દેશના આપી જગને, ઉદ્ધરજે જગ પ્રાણી,
આત્મ સાધના સાધી વરજે, વિજય શિવ પટરાણી. રૂડા. (૭) સંદર્ભ : કવિરાજ દીપવિજય પા. ૧૦
૩૪. ગીત મધ્યકાલીન સમયમાં લઘુ કાવ્ય પ્રકારોમાં દૂહા પદ અને ગીતનો ભવ્ય વારસો ભક્તિ રસની રમઝટ નીમાવવામાં ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગીત શબ્દમાં ગેયતાનો ધ્વનિ રહેલો છે. ગીત મળ્યો વિવિધ પ્રકારનાં છે. તેમાં વિષય વૈવિધ્ય નોંધપાત્ર છે. પ્રભુ ભક્તિ, ગુરુ ભક્તિ, જ્ઞાન ભક્તિ તીર્થ મહિમા, જેવા વિષયોનાં ગીતો રચાયાં છે. કવિ સમયસુંદરનાં ગીતો વિશેષ વિષય વૈવિધ્યની સાથે ભાવવાહી હોવાથી તેનો પ્રભાવ વિશિષ્ટ પ્રકારનો છે. કવિએ સાંઝી (સંધ્યા) ચોમાસા ચર્ચરી પ્રભુનો પૂજા ભદ્વારઐય જીવ પ્રતિબોધ, માયા, હિંડોળા, ગણધર, અષ્ટાપદ તીર્થભાસ, નેમિનાથ બારમાસા, પાર્શ્વનાથ મહાવીરસ્વામી, ગુરુ ભગવંતો, અને ઔપદેશિક વગેરે વિષયનાં ગીતો રચ્યાં છે. કુસુમાંજલિમાં આ ગીતોનો સંચય થયો છે. કવિ સમયસુંદર મધ્યકાલીન સમયના ઉત્તમ ગીતાકાર છે. એમનાં ગીતો વિશે લોકોક્તિ છે કે “સમય સુંદરનાં ગીતડાં ભીંતનાં ચીંતડાં રે.” કવિ ગુજરાતી, હિંદી સિંધી, મરાઠી, મેવાડી, વગેરે સ્થળોને સ્પર્શતાં ગીતો રચ્યાં છે. આ ગીતોમાં કવિની કાવ્ય ચતુરાઈ અને શૈલીની વિશિષ્ટ પ્રકારની ઝાંખી થાય છે. અત્રે કેટલાંક ગીતો નમૂનારૂપે પ્રગટ કરવામાં આવ્યાં છે.
ગીત કાવ્યનું સ્વરૂપ ૧. સાહિત્યની સૃષ્ટિમાં લઘુકાય પ્રકાર તરીકે ગીત કાવ્ય વિશિષ્ટ લક્ષણોથી મહત્વનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org