________________
૨૪૪
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા સ્થાન ધરાવે છે. તેમાં માનવ ચિત્તમાં ઉદ્દભવતી સૂક્ષ્મ લાગણીઓને મધુર પદાવલીઓ દ્વારા મૂર્તિમંત રીતે આલેખવામાં આવે છે. તેમાં રહેલી ગેયતા કાવ્યની સુકુમારતામાં સહયોગ આપે છે. કાવ્યમાં રહેલો વિશિષ્ટ લય તેના પ્રાદુર્ભાવમાં નિમિત્તરૂપ બને છે. કવિ અને વિવેચકશ્રી સુંદરમ્ જણાવે છે કે કવિતા અને સંગીતના સહાયારા સીમાડા પરનો છોડ છે. સંગીત અને કવિતાના સમન્વયથી વિશિષ્ટપણે ગીત પોતાનું સ્વરૂપ સાધે છે. કવિતામાં સંગીત અને સંગીતમાં કવિતાનો સમન્વય ગીતોમાં જોવા મળે છે.
ગીત શબ્દ ગાવા સાથે સંબંધ ધરાવે છે તે દૃષ્ટિએ વિચારતાં ગેયતા ગીતનું વિશિષ્ટ લક્ષણ ગણાય છે. ગીતો વિવિધ પ્રકારનાં પ્રાપ્ત થાય છે. લગ્ન ગીતો, લોકગીતો, ઋતુગીતો, શ્રેમગીતો, વ્યવહાર જીવનના અન્ય પ્રસંગોનાં ગીતો, તહેવાર વિશેનાં ગીતો ઉપરાંત દેશભક્તિના ગીતોની વિરાટ સૃષ્ટિ નિહાળી શકાય છે. આ ગીતો મીઠી હલકથી મધુર કંઠે અને સમુચિત રાગથી ગવાતાં વેધક અસર પહોંચાડે છે અને દીર્ઘકાળ પર્યત ગીતોની કેટલીક પંક્તિઓ કે સમગ્ર ગીત લોકગીતો અવાર નવાર ગવાતું સંભળાય છે. તેમાં રહેલો આરોહ-અવરોહ, ભાવ, રસ, લાગણી અને અવાજનો વળાક એ ગીત કાવ્યની સિદ્ધિ ગણાય છે.
ગીત અને કાવ્યનો સંબંધ વિચારીએ તો ઊર્મિકાવ્યનો એક પ્રકાર છે. ગીતકાવ્યમાં ઊર્મિકાવ્ય સમાન રસાનુભવની પૂર્ણ ક્ષમતા છે. તેમાં કોઈ એક વિચાર કે ભાવવાહી ઘટનાનું નિરૂપણ હોય છે. માનવ મનોસ્થિતિ અને સૂક્ષ્મ લાગણીઓને વ્યક્ત કરવા માટેનું સમર્થ માધ્યમ ગીત કાવ્ય પ્રકાર છે.
મધ્યકાલીન સાહિત્યમાં પણ સુંદર ગીતો પ્રાપ્ત થાય છે. જેની મધુર પંક્તિઓથી આજે પણ તેનો અભિનવ રસાસ્વાદ થાય છે.
જાગીને જોઉં તો જગત દીસે નહિ–(નરસિંહ) નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો–(નરસિંહ) હરિનો મારગ છે શૂરાનો-(પ્રીતમ) તરણા ઓથે ડુંગર–(ધીરા ભગત) બોલ મા બોલ મા બોલ મા રે.(મીરાંબાઈ) જૂનું તો થયું રે દેવળ–(મીરાંબાઈ)
અર્વાચીન ગીતોમાં કવિ નર્મદનું નવ કરશો કાંઈ શોક, નાનાલાલનું વિરાટનો હિંડોળો અને ફૂલડાં કટોરી અતિપ્રસિદ્ધ છે. ગીતમાં માત્ર પ્રણય કે અન્ય પ્રકારની ઊર્મિને વ્યક્ત કરવાની સાથે કાવ્યત્વ પણ સિદ્ધ થવું જોઈએ. સુંદરમ્ અને ઉમાશંકર જોશીના ગીતોમાં ઘટના-પ્રસંગે સામાજિક સ્થિતિ જેવા વિષયોને સ્થાન મળ્યું છે. એટલે ગીત કાવ્યોમાં વિષય વૈવિધ્ય રહેલું છે. કવિ સુંદરમના મતે ગીતનાં મુખ્ય અંગોમાં શબ્દ દેહ, રસ, પુદ્ગલ અને વિષય નિરૂપણનો સમાવેશ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org