________________
પ્રકરણ-૩
૨૦૯ જે ગંભીર પદો અને અર્થ વડે રચાયેલાં હોય, તથા શ્રી જિનેશ્વર દવેના યથાર્થ ગુણોના કીર્તનમાં હોય તે જ સ્તુતિ સ્તોત્રો ઉત્તમ જાણવા. (હરિભદ્રસૂરિ-ષોડશક ચતુર્થ)
૧. શ્રી પાર્શ્વનાથ સ્તુતિ પાસ જિગંદા વામાનંદા જનગરભે ફલી, સુપનાં દેખે અર્થ વિશેષે કહે મઘવા મલી. જિનવર ચયા સુરફુલરાયા હુઆ રમણી પ્રિયે, નેમિરાજી ચિરવિરાજી વિલોકિત વ્રત લીયે. ૧ વીર એકાકી ચાર હજારે દીક્ષા ધૂર જિનપતિ, પાસ નેમલ્લિ ત્રયશત સાથે બીજા સહસેવતી. ષટશત સાથે સંયમ ધરતા વાસુપૂજ્ય જગધણી, અનુપમ લીલા જ્ઞાન રસીલા દેજો મુજને ઘણી. ૨ જિનમુખ દીઠી વાણી મીઠી સુરતરુ વેલડી, ડાખ વિદાસે ગઈ વનવાસે પીલે રસ સેલડી. સાકર સેતી તરણા લેતી મુખે પશુ ચાવતી, અમૃત મીઠું સ્વર્ગે દીઠું સુર વધુ ગાવતી. ૪ ગજમુખ દક્ષો વામન યક્ષો મસ્તકે ફણાવલી, ચાર તે બાંહી કચ્છપ વાહી કાયા જશ શામલી. ચાઉકર પૌઢા નાગાફગા દેવી પદ્માવતી, સોવન કાન્તિ પ્રભુગુણગાતી વીરઘરે આવાની. ૫
(જિન ગુણમંજરી પા.નં. ૧૪૬) કવિ પંડિત વીર વિજયજીની આ સ્તુતિની પ્રથમ ગાથામાં પાર્શ્વનાથ ભગવાનની માહિતી છે. બીજી ગાથામાં ૨૪ જિનેશ્વરોની સ્તુતિ નિમિત્તે કયા ભગવાને કેટલા મહાનુભાવો સાથે દીક્ષા લીધી એ જણાવ્યું છે. ત્રીજી ગાથામાં જિનવાણી અમૃત સમાન છે એમ જણાવીને આગમની સ્તુતિ કરી છે. ચોથી ગાથામાં પાર્શ્વનાથ ભગવાનના યક્ષ અને યક્ષિણીનું સ્મરણ કરવામાં આવ્યું છે.
૨. શ્રી નવતત્ત્વની સ્તુતિ જીવા જીવા પુન્યને પાના આશ્રવ સંવર તતાજી, સાતમે નિર્જરા આઠમે બંધ નવમે મોક્ષપદ સતાજી. એ નવતતા સમકિત સત્તા ભાખે શ્રી અરિહંતાજી, ભુજ નયરમંડણ રિસહસર વંદો તે અરિહંતાજી. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org