________________
૨૧૦
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા ધમ્મા ધમ્માગાસા પુગલ સમયા પંચ અજીવાજી, નાણ વિનાણ શુભાશુભયોગે ચેતન લક્ષણ જીવાજી. ઇત્યાદિક પર્ દ્રવ્ય પ્રરૂપક લોકાલોક દિગંદાજી, પ્રહઊઠી નિત્ય નમીયે વિધિસું સિતરિસો જિનચંદાજી. ૨ સૂક્ષ્મ બાદર દોય એકેન્દ્રિય બિતી ચલરિન્ટિરિ દુવિહાજી, તિવિહા પંચિદા પજતા અપજજતા તે વિવિહાજી. પન્નવણાદિક આગમ સુણતાં લહીયે શુદ્ધ વિચારજી. ૩ ભવનપતિ વ્યંતર જ્યોતિષવરવૈમાનિકસુરવૃન્દાજી, ચોવીશ જિનના યક્ષયક્ષિણિ સમકિ ઈષ્ટ સુરિંદાજી. ભૂજનગર મહિલમંડલસઘળે સંઘ સકલ સુખકરજોજી, પંડિત માન વિજય ઈમ જંપે સમકિત ગુણ ચિત ધરજો. ૪
(જિન ગુણ મંજરી પા. નં. ૨૦૩) (કવિ માન વિજયે આ સ્તુતિમાં નવતત્ત્વનો સંક્ષિપ્ત ઉલ્લેખ કરીને જીવાત્મા તેમાં શ્રદ્ધા રાખી સમજે આદરેતો સમકિત પામીને મોક્ષે જાય એવો કેન્દ્રવર્તી વિચાર વ્યક્ત કર્યો છે.)
૩. શ્રી અધ્યાત્મની સ્તુતિ સોવનવાડી ફૂલડે છાઈ છાબ ભરી હું લાવું, ફૂલ જ લાવું ને હાર ગુંથાવું પ્રભુજીને કંઠે સોહાવેજી. ઉપવાસ કરું તો ભૂખ લાગે ઊવું પાણી નવિભાવેજી, આંબિલ કરું તો લખું ન ભાવે નવીએ ડૂચા આવેજી. ૧ એકાસણું કરું તો ભૂખે રહી ન શકે સુખે ખાઉં ત્રણ ટંકજી, સામાયિક કરું તો બેસી ન શકું નિદ્રા કરું સારી રાતજી. દેરે જાઉં તો ખોટી થાઉં ઘરનો ધંધો ચકું, દાન દઉતો હાથ જ દૂજે હૈયે કંપ વછૂટે છે. ૨ જીવને જમડાનું તેડું જ આવ્યું સર્વ મેલીને ચાલેજી, રહો રહો જમડાજી આજનો દહાડો શગુંજે જઈને આવુંજી. શેત્રુજે જઈને દ્રવ્ય જ ખરચું મોક્ષમાર્ગ હું માગુંજી, ઘેલા જીવડા ઘેલું શું બોલે ? આટલા દિવસ શું કીધુંજી. ૩ જાતે જે જીવે પાછળ ભાતું શું શું સાથે આવે છે, કાચી કુલેરને ખોખરી હાંડી કાષ્ટના ભારા સાથે જી. જ્ઞાન વિમલસૂરિ ઈણિ પેરે ભાખે ધ્યાવો અધ્યાતમ ધ્યાનજી, ભાવ ભક્તિસું જિનજીને પૂજો સમક્તિને અજવાળોજી. ૪
(જિનગુણમંજરી. પા. નં. ૨૦૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org