________________
પ્રકરણ-૭
૧૯૯ “&T કંપન્ન રેવયં પબ્લવીસામ” આ વાક્યનો સ્પષ્ટ અર્થ કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવરૂપ ચૈત્યરૂપ એવી આપની પર્ધપાસના-ભક્તિ કરું છું એમ થાય છે.
હેમચંદ્રાચાર્યે અભિમાન ચિંતામણિ કોશમાં “ચૈત્ય લિનોવેશ: વિશ્વમ' ચૈત્ય એટલે જિનમંદિર અને જિનબિંબ એવો અર્થ જણાવેલ છે. શ્રી હરિભદ્રસૂરિએ સંબોધ પ્રકરણના દેવસ્વરૂપમાં જણાવ્યું છે. “ચેઇયસદ્દો રૂઢો જિસિંદ પડિમતિ અત્થઓ દિકો” મતલબ કે ચૈત્ય શબ્દ જિનેન્દ્ર પ્રતિમાના અર્થમાં દઢ છે.” “ચે વન- મહાભાસમાં ચૈત્યવંદનનો અર્થ નીચે મુજબ કરેલો છે :
"भावजिण-ष्णमुहाणं, सव्वेसिं चेव वंदणा चि ।
जिण चेइयाण पुरओ, कीरइ चिइ वंदणा तेण ॥" ભાવજિન આદિ સર્વે જિનેશ્વરોને વંદન કરવું તે વંદના છે, પરંતુ જિનચૈત્યોની સમક્ષ જે વંદના કરાય છે તે “ચૈત્યવંદના' કહેવાય છે, તેની મહત્તા જ્ઞાની પુરુષોએ નીચે મુજબ પ્રકાશી છે.
"चैत्यवंदनतः सम्यक्, शुभो भावः प्रजायते ।
तस्मात् कर्मक्षयं सर्वं, ततः कल्याणमश्रुते ॥" ચૈત્યવંદન સમ્યક્ઝકારે (વિધિયુક્ત) કરવાથી શુભભાવ ઉત્પન્ન થાય છે. શુભ ભાવથી કર્મોનો નાશ છે અને કર્મોનો ક્ષય થવાથી સર્વ પ્રકારનું કલ્યાણ (મોક્ષ) પ્રાપ્ત થાય છે. ૨૩
ચૈત્ય શબ્દનો અર્થ, લોકમાં જિનબિંબ અથવા જિન-મંદિર એ પ્રસિદ્ધ છે છતાં કેટલાક તેનો અર્થ જ્ઞાન, મુનિ અને વન એવો કરે છે તે યથાર્થ નથી. વ્યાકરણમાં ચિત ધાતુ કે જેનો અર્થ સંજ્ઞા ઉત્પન્ન કરવી એ થાય છે, તે ઉપરથી ચૈત્ય થયેલ છે. જેમ કાષ્ઠ વગેરેમાં પ્રતિમાને જોઈને આ અરિહંતની પ્રતિમા એવું જ્ઞાન થાય છે.
ધાતુ પાઠમાં પણ “ચિત્' ધાતુથી ચૈત્યનો પ્રયોગ કરેલ છે. હવે કોશ આદિ શાસ્ત્ર જોઈએ. નામવાળા ગ્રંથમાં “ચૈત્યે વિહારે જિનસમ્નનિ આવી રીતે “ચૈત્ય' શબ્દ વિહાર અને જિનાલયમાં વપરાયેલ છે. આજ ગ્રંથના ટીકાકારે “ચીય તેતિ ચિતિ જેનાથી વૃદ્ધિ પમાડાય તે ચિત અને તેનો જ ભાવ-વૃદ્ધિ પમાડવાપણું તે ચૈત્ય કહેવાય છે એમ સિદ્ધ કર્યું છે.
અમરકોશમાં પણ ચૈત્યમાપતને પ્રોક્ત એટલે “ચૈત્ય' શબ્દનો અર્થ સિદ્ધાયતન જિનમંદિર એમ કહ્યું છે. વળી શ્રી હેમચંદ્રાચાર્યે પોતાના “અનેકાર્થ સંગ્રહમાં “ચૈત્ય જિનૌકસ્તત્ બિંબ ચૈત્ય મુદેશપાદપ” ચૈત્ય તે જિનમંદિર, જિનબિંબ અને જે વૃક્ષની નીચે શ્રી તીર્થકરને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હોય તે વૃક્ષ એમ ત્રણ અર્થ કર્યા છે વળી આગમાદિમાં પણ વિચારતાં એ જ અર્થ સ્પષ્ટતાથી ધ્વનિત થાય છે.” ૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org