________________
૧૯૮
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા પ્રકાર હોવાથી માહિતી પ્રધાન છે. તેમાં વિસ્તારને અવકાશ નથી. જ્ઞાન માર્ગી કવિની જ્ઞાનોપાસનાનો પરિપાક ચૈત્યવંદન અને સ્તુતિ કાવ્યપ્રકારમાં પ્રત્યક્ષ થાય છે.
સમગ્ર દેવવંદનમાં રચનાઓની સંખ્યા નીચે પ્રમાણે છે. ૨૬ ચૈત્યવંદન, ૨૫ સ્તુતિ છે, ૧-૬-૨૨-૨૩-૨૪ એમ પાંચ ભગવાનના સ્તવન ઉપરાંત શાશ્વતા-અશાશ્વતા જિન સ્તવન, પાંચ મહાતીર્થનાં સ્તવન મળીને કુલ ૧૧ સ્તવન છે. જ્યારે સમગ્ર કાવ્યોની સંખ્યા ૬૨ થાય છે. આ રીતે દેવવંદનમાં જ્ઞાન અને ભક્તિનો સમન્વય સધાયો છે.
સંદર્ભ પુસ્તક સૂચી
દેવવંદન માળા
૨૫. ચૈત્યવંદન
જૈન સાહિત્યમાં સ્તુતિ અને ચૈત્યવંદન લઘુ કાવ્ય પ્રકારો છે. ચૈત્યવંદન વિશે તપાગચ્છના આદ્ય આચાર્ય જગતચંદ્રસૂરિના શિષ્ય દેવેન્દ્રસૂરિએ ‘ચૈત્યવંદન ભાષ્ય' ગ્રંથમાં વિસ્તારથી સમજૂતી આપી છે. ભાષ્ય એટલે કે સૂત્ર અને નિર્યુક્તિ. જે કંઈ કહેવાયું હોય તેને સંક્ષેપમાં સમજવું. સૂત્ર એટલે કે જૈન તીર્થંકરો કેવળજ્ઞાન વડે ત્રણ કાળના ભાવોનો ઉપદેશ દ્રવ્ય ક્ષેત્રકાળ અને ભાવ સહિત આપે છે તે હકીકતો ગણધર ભગવંત સૂત્ર રૂપે રચના કરે છે. ચૌદ પૂર્વનું જ્ઞાન ધરાવનાર અને પ્રત્યેક બુદ્ધોએ કરેલી રચનાઓ પણ સૂત્ર કહેવાય છે. નિર્યુક્તિ એટલે કે સૂત્ર સાથે સંબંધ ધરાવનાર પદાર્થોની નિયનિક્ષેપથી સમજૂતી આપવી તે છે.
ચૈત્યવંદન દૈનિક ક્રિયાનું એક અંગ છે. ચૈત્યવંદનમાં યોગમુદ્રા છે. આંગળીઓ આંતરાઓમાં રાખી હાથ કમળદંડ સમાન બનાવી પેટ ઉપર કોણી રાખવા, આ યોગમુદ્રાની સ્થિતિ છે. ચૈત્યવંદન અને સ્તવન આ મુદ્રામાં બોલવામાં આવે છે.
ચૈત્યવંદનનો શાસ્ત્રીય અર્થ જાણવો જરૂરી છે. પ્રશ્નવ્યાકરણ ગ્રંથમાં ચૈત્ય શબ્દનો અર્થ મૂર્તિ કર્યો છે. ઉવવાઈ સૂત્રમાં ચૈત્યવંદનનો પણ મંદિર અને મૂર્તિ અર્થ છે. એટલે આ કાવ્ય પ્રકારમાં જૈન તીર્થંકરને કેન્દ્રમાં રાખીને એમના જીવનનો મિતાક્ષરી પરિચય આપવામાં આવે છે. ચૈત્યવંદનની શાસ્ત્રીય માહિતી નીચે પ્રમાણે છે.
‘‘બ્રેડ્સ નં-(ત્રિફ વળી)
ચૈત્યવંદન-ચૈત્યને કરવામાં આવેલું વંદન તે ચૈત્યવંદન અથવા ચૈત્ય દ્વારા કરાતું વંદન તે ચૈત્યવંદન અથવા જેના વડે ચૈત્યને વંદન થાય તે ચૈત્યવંદન.
ચૈત્યનો અર્થ સ્થાનાંગ સૂત્રના ત્રીજા સ્થાનમાં પ્રથમ ઉદ્દેશમાં ટીકાકાર શ્રી અભયદેવસૂરિએ દૈત્યમિવ બિનાવિપ્રતિમેવ એવો અર્થ કરેલો છે. વળી આચારાંગ, સૂત્રકૃતાંગ, ભગવતીસૂત્ર જ્ઞાતાધર્મ કથા અને પ્રશ્ન વ્યાકરણ આદિ ગ્રંથોમાં નીચેનું વાક્ય ઘણીવાર વપરાયેલું જોવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org