________________
પ્રકરણ-૩
૬. શ્રી ૧૧ ગણધર દેવવંદન
શ્રી જ્ઞાનવિમલસૂરિ
શ્રી કવિરાજ દીપવિજય
ઉપરોક્ત પ્રકારના દેવવંદનનો સંક્ષિપ્ત પરિચય નીચે પ્રમાણે છે.
(૧) દિવાળીના દેવવંદનમાં પ્રભુ મહાવીર તથા ગૌતમ સ્વામીની પર્યુપાસના અને ગુણાનુવાદ કરવામાં આવે છે, અને તે દિવાળી પર્વમાં આરાધાય છે.
(૨) જ્ઞાન પંચમીના દેવવંદનમાં પાંચ જ્ઞાનના સ્વરૂપનું વર્ણન કર્યું છે.
(૩) મૌન એકાદશીના દેવવંદનમાં તીર્થંકર ભગવંતોનાં થયેલાં કલ્યાણકો તેમજ વર્તમાન તીર્થંકરોનાં કલ્યાણકોના ગુણાનુવાદ સ્તવન, ચૈત્યવંદન, સ્તુતિ દ્વારા કરવામાં આવેલ છે. (૪) ચૌમાસી દેવવંદનમાં ચોવીસ તીર્થંકરોની પ્રસિદ્ધ મહાન તીર્થોની સ્તવના અને આરાધના કરવામાં આવે છે. આ બધા દેવવંદનો નિયત પર્વ દિવસે ધર્મભાવનાથી ભક્ત વર્ગ અવશ્ય આરાધે છે.
૧૯૭
(૫) ચૈત્રી પૂનમના દેવ શાશ્વતિ ચૈત્ર માસની ઓળીમાં છેલ્લે દિવસે વંદાય છે. નવપદ પર્યારાધન અતિ મહાન પ્રભાવશાળી છે અને દિવસે દિવસે તેની આરાધનાથી ખૂબ શાસન પ્રભાવના થાય છે. આ દેવવંદનનો મહિમા મહામંગલકારી વિઘ્નના નાશરૂપ છે.
આ ઉપરાંત અંદર આવતાં સૂત્રોમાં સંતિકર, નમિઊણ, જયતિહુઅણ, ભક્તામર તેમજ ચૈત્યવંદન ભાષ્ય આ પાંચ મહા ચમત્કારિક સ્તોત્રની પણ સાથે આરાધના કરવામાં આવે છે. સંતિકર સ્તોત્રમાં શાંતિનાથની સ્તુતિ દ્વારા શાસન દેવદેવીઓની આરાધના તેમ શાંતિની પ્રાર્થના છે. નમિઊણસ્તોત્રમાં પાર્શ્વનાથની સ્તુતિ દ્વારા આઠ ભવનો અને વિઘ્નનો નાશ થાય છે. જયતિહુઅણ સ્તોત્ર એ પાર્શ્વનાથનું ચમત્કારિક સ્તોત્ર છે. આથી ઉપદ્રવ નાશ થાય છે. ભક્તામર સ્તોત્ર પ્રભુના ગુણગાનમાં તલ્લીન બનાવનાર ભાવવાહી સ્તોત્ર છે. ચૈત્યવંદન ભાષ્યમાં ચૈત્યની મર્યાદા પ્રભુનાં દર્શન વગેરે કરવાનો વિધિ બતાવ્યા છે. આવાં કારણોથી આ દેવવંદન ખૂબ જ આરાધનીય છે.
છે.
(૬) અગિયાર ગણધરના દેવવંદનમાં ભગવાન મહાવીરના અગિયાર ગણધરને ક્રમાનુસાર વિધિપૂર્વક વંદન કરવામાં આવે છે.
૧. ગૌતમ સ્વામી, ૨. અગ્નિભૂતિ, ૩. વાયુભૂતિ, ૪. વ્યક્તજી, ૫. સુધર્માજી, ૬. મંડિતજી, ૭. મૌર્ય પુત્ર, ૮. અકંપિતજી, ૯. અચલભ્રાતા, ૧૦. મેતાર્ય, ૧૧. પ્રભાસ. વીરવિજય કૃત ચૌમાસી દેવવંદનની સમીક્ષા :
ચૌમાસી દેવવંદનની રચના જ્ઞાનવિમલસૂરિ, પદ્મવિજયજી અને વીરવિજયજીએ કરેલી
Jain Education International
વીરવિજયજીની સ્તુતિ રચના પરંપરાગત રીતે થયેલી છે. સ્તુતિ એ એક લઘુ કાવ્ય
For Private & Personal Use Only
www.jainelibrary.org