________________
૧૯૬
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા થયેલો હોય છે. પદસ્વરૂપની સમકક્ષ સ્થાન ધરાવતી સ્તવન રચના એ નવધા ભક્તિનો જ એક પ્રકાર છે. પરમાત્મા પદને પ્રાપ્ત કરેલા તીર્થકરોની ભાવભક્તિ સ્તવન દ્વારા થાય છે. પાંચ તીર્થ પ્રધાન ગણવા માટે પણ ચોક્કસ કારણો છે. વર્તમાન ચોવીસ તીર્થંકરોમાં ઋષભદેવ ભગવાન સર્વ પ્રથમ છે. શત્રુંજય તીર્થ પર એમની વિશેષતા રહેલી છે, અહીં ૯૯ વખત યાત્રા કરવા આવ્યા હતા. જ્યારે અષ્ટાપદ પર્વત પર એમને મુક્તિ પ્રાપ્ત કરી હતી.
સમેતશિખર એ પણ શત્રુંજય સમાન મહાન ચમત્કાર ભરેલું તીર્થ છે. એ ભૂમિ પરમ પાવનકારી છે. આ તીર્થ પર ઋષભદેવ, વાસુપૂજ્ય, નેમનાથ અને મહાવીરસ્વામી સિવાયના બાકીના ૨૦ તીર્થકરોએ મોક્ષ પ્રાપ્ત કર્યો હતો.
બાવીસમા તીર્થંકર શ્રી નેમનાથ ગિરનાર-જૂનાગઢમાં મોક્ષે સિધાવ્યા હતા, એટલે આ પાંચ તીર્થ મહાન ગણાય છે અને તેની યાત્રા–ભક્તિરૂપે દેવવંદનમાં સમાવેશ થયેલાં છે. સાધુ અને શ્રાવકો, સાધ્વીજી અને શ્રાવિકા ઉપાશ્રયમાં સમૂહમાં ભેગાં થઈને પર્વને દિવસે બપોરના સમયે શાસ્ત્રવિધિ અનુસાર દેવવંદનની આરાધના કરે છે. દેવવંદનથી ભાવધર્મની પરિણતિ ઉચ્ચકક્ષાની બને છે. આ પ્રવૃત્તિ ધર્મ ધ્યાનની હોવાથી કર્મનિર્જરા થાય છે. એટલે આત્મ સ્વરૂપની વિકાસ પ્રક્રિયામાં દેવવંદન એક પૂરક પ્રવૃત્તિ છે.
અષ્ટાપદ પર આદિજિન એ પહોંચ્યા મુક્તિ મોઝાર તો, વાસુપૂજ્ય ચંપાપુરીએ નેમ મુક્તિ ગિરનાર તો, પાવાપુરી નગરીમાં વળીએ શ્રીવીર તણું નિર્વાણ તો, સમેતશિખર વિશ સિદ્ધ હુઆએ શિર વહું તેહની આણતો.” (૧)
આ રીતે દેવવંદનની રચના એ જૈન કાવ્ય પ્રકારમાં અનોખી છે. આ એક જ રચના એવી છે કે જેમાં ચૈત્યવંદન સ્તુતિ અને સ્તવન એમ ત્રણ કાવ્ય પ્રકારનો સમન્વય સધાયો છે. આ રચના દેવવંદનમાં ક્રમિક રીતે સ્થાન પામી હોવા છતાં સ્વતંત્ર રીતે પણ એનું સ્થાન ઓછું નથી. આ કાવ્ય પ્રકારમાં પ્રભુના જીવન અંગેની માહિતીની સાથે ભક્તિ ભાવપૂર્વક એમનો મહિમા પ્રગટ કરવામાં આવે છે.
દેવવંદનના પ્રકાર અં.નં. દેવવંદનનું નામ ૧. શ્રી દિવાળી દેવવંદન
શ્રી જ્ઞાનવિમલસૂરિ ૨. શ્રી જ્ઞાનપંચમી દેવવંદન
શ્રી વિજયલક્ષ્મી સૂરિ ૩. શ્રી મૌન એકાદશી દેવવંદન
શ્રી રૂપવિજયજી ૪. ચૈત્રી પૂનમ દેવવંદન
શ્રી જ્ઞાનવિમલસૂરિ, શ્રી દાનવિજયજી ૫. શ્રી ચૌમાસી દેવવંદન
શ્રી જ્ઞાનવિમલસૂરિ, પદ્મવિજયજી શ્રી વીરવિજયજી
કર્તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org