________________
પ્રસ્તાવના
રત્નત્રયીના આરાધક, મુમુક્ષુ ૫.પૂ. આચાર્ય રત્નભૂષણસૂરિ મ.સા.નો સં. ૨૦૬૧ના મહાવીર જન્મ કલ્યાણકને દિવસે બીલીમોરામાં સંપર્ક થયો હતો અને પૂ.શ્રીએ જૈન કાવ્ય પ્રકારો વિશે પુસ્તક લખવા માટે સૂચના કરી હતી. ત્યાર પછી પ.શ્રીની પ્રેરણા અને કૃપાથી કાર્યારંભ કરીને જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો – સ્વરૂપ અને સમીક્ષા પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું છે. જૈન સાહિત્યની વૈવિધ્યપૂર્ણ કાવ્યસૃષ્ટિ કોઈ એક પુસ્તક નથી. માત્ર કાવ્ય પ્રકારોની નોંધ મળે છે. મો.દ. દેસાઈએ જૈન ગૂર્જર કવિઓ ભા-૭માં કાવ્યપ્રકારોનો ઉલ્લેખ કર્યો છે. શ્રી અગરઅદિજી નાહટાએ (બિકાનેરવાસી) જૈન કાવ્યો કી રૂપ પરંપરા પુસ્તક પ્રગટ કર્યું છે. તેમાં સ્વરૂપલક્ષી૧૫ કાવ્યપ્રકારો વિશે માહિતી ઉપલબ્ધ થાય છે નાહટાજીએ એમના પુસ્તકમાં નાના-મોટા ૧૧૭ કાવ્ય પ્રકારોની સૂચી આપી છે અને તેમાંના ૮૦ કાવ્ય પ્રકારોની સામાન્ય માહિતી દર્શાવી છે મો-દ-દેસાઈ અને નાહટાજીના કાવ્યપ્રકારોની સૂચીને આધારે જૈન સાહિત્યના કાવ્ય પ્રકારોનું વર્ગીકરણ કરીને કાવ્ય પ્રકારોની સદૃષ્ટાંત માહિતી અને સમજૂતી આપવામાં આવી છે. મો.દ. દેસાઈએ ઐતિહાસિક, જ્ઞાનાત્મક અને કથનાત્મક એમ ત્રણ પ્રકારનું વર્ગીકરણ કર્યું છે. મેં વર્ગીકરણ માટે નીચે પ્રમાણે માહિતી તૈયાર કરીને પ્રગટ કરી છે. મુખ્યત્વે બે પ્રકારમાં સમગ્ર કાવ્ય પ્રકારોનું વિભાવન કરવામાં આવ્યું છે.
૧. સ્વરૂપલક્ષી કાવ્ય પ્રકારો - તેમાં દરેક કાવ્ય પ્રકારનાં વિશિષ્ટ લક્ષણો છે અને કૃતિઓમાં આ લક્ષણો ઓછેવત્તે અંશે ચરિતાર્થ થયાં છે એટલે કાવ્ય પ્રકારના સ્વરૂપનો વિકાસ સમજવા આ માહિતી ઉપયોગી છે.
૨. વસ્તુલક્ષી કાવ્ય પ્રકારોમાં સ્વરૂપની સાથે વસ્તુની અભિવ્યક્તિ મહત્વની ગણાય છે તેમાં ભક્તિપ્રધાન ઉપદેશાત્મક જ્ઞાનાત્મક, છંદમૂલક, અને સંખ્યામૂલક એમ ચાર વિભાગ કરવામાં આવ્યા છે.
ભક્તિ પ્રધાન કાવ્ય પ્રકારોમાં વિવિધ રીતે પ્રભુ ભક્તિ થાય છે તે બધા જ કાવ્યપ્રકારોના સમાવેશ કર્યો છે. તેમાં મુખ્યત્વે પ્રભુ ભક્તિ ગુણગાન અને મહિમા ગાવામાં આવ્યો છે. ઉપદેશાત્મક કાવ્ય પ્રકારોમાં પ્રત્યક્ષ ઉપદેશનું લક્ષણ કેન્દ્ર સ્થાન છે. તેમાં માનવ સમુદાયને ઉપદેશ આપવામાં આવ્યો છે. સાંપ્રદાયિક સાહિત્યમાં ઉપદેશનું લક્ષણ બધા જ કાવ્ય પ્રકારોમાં સર્વ સામાન્ય છે. પણ અન્ય કાવ્ય પ્રકારોમાં પરોક્ષ રીતે ઉપદેશનું લક્ષણ સ્થાન ધરાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org