________________
૧૮ ,
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા સંસ્કૃતમાં પ્રવાહ અથવા ભૂતકૃદંત, પ્રબુદ્ધ અને પ્રાકૃતમાં ‘પવઢ ઉપરથી પવાડ- પવાડો શબ્દ પ્રયોગ પ્રચલિત થયો છે.' વીરરસનું પ્રશસ્તિ કાવ્ય એટલે પવાડો. આ પ્રકારની કાવ્ય રચનામાં કટાક્ષનો આશ્રય લઈને નિંદાનું તત્ત્વ પણ જોવા મળે છે.
પવાડની સાથે સામ્ય ધરાવતો પ્રબંધ કાવ્ય પ્રકાર પણ સંદર્ભ તરીકે ગણનાપાત્ર છે. પ્રબંધ ઐતિહાસિક વ્યક્તિના ચરિત્રનું નિરૂપણ કરતું વીરરસનું કાવ્ય છે. કાળાંતરે જેવી વ્યક્તિઓના જીવનની પ્રશસ્તિ કરવામાં આવી હોય તેવી રચના “પવાડા' તરીકે જાણીતી છે. વિક્રમની ૧૦મીથી ૧૬મી સદીમાં પ્રબંધ, રાસ, ચરિત જેવી કૃતિઓ મોટી સંખ્યામાં રચાઈ છે. તેમાં સૂક્ષ્મ દૃષ્ટિએ જોતાં ભેદ નથી લાગતો. એક વ્યક્તિના જીવન નિરૂપણ કરતી રચનાઓ કુમારપાળ રાસ સં. ૧૭૪૨ જિનહર્ષમુનિએ રચ્યો હતો. કુમાર પ્રબંધ સં. ૧૪૭પમાં અજ્ઞાત કવિએ રચ્યો હતો. એટલે એકબીજાના પર્યાયરૂપે આ શબ્દો પ્રચલિત હતા. કાન્હડદે પ્રબંધની હસ્તપ્રત પર રાસ, પવાડુ, ચઉપઈ નામનો ઉલ્લેખ થયેલો છે. શ્રી કેશવ હર્ષદ ધ્રુવે રણમલ્લછંદને “પવાડા' નામથી ઓળખાણ આપી છે. તેમાં મલ્લની વીરતા અને યુદ્ધનું ઓજસ શૈલીમાં નિરૂપણ કરવામાં આવ્યું છે.
પવાડો એક ગેય કાવ્ય છે. ગેયતાને અનુકૂળ પ્રાસ, અનુપ્રાસ, વર્ણાનુપ્રાસ, વર્ણનોની જટિલતા, કથન રીતિની વિવિધતા, વીરરસ ઉપરાંત શ્રૃંગાર, કરૂણ અને અદ્દભૂત રસની યોજના અને પરંપરાગત ઈષ્ટદેવની સ્તુતિ પ્રારંભમાં મંગળાચરણ સમકાલીન સમાજના રીત-રીવાજનું નિરૂપણ વગેરે નોંધપાત્ર લક્ષણ તરીકે ગણાય છે.
મરાઠીમાં “જ્ઞાનેશ્વરી'માં “પવાડા’ શબ્દ પ્રયોગ થયો છે. તે મારિલે તે વર થોડે આણીક હી સાધીન ગાઢ મમ નાથેન પવાડ યે કલ્યાચિ મો ! ઉપરાંત તુકારામ ગાથામાં “અનંત હે થોરી, ગર્જનાતી પવાડે તથા કૃષ્ણ પવાડા હી કેલા'
- હિંદુ બાદશાહના સમયમાં મહારાષ્ટ્રની પ્રજામાં જે શૌર્ય અને પરાક્રમ પ્રગટ્યું હતું તેને ઐતિહાસિક વ્યક્તિઓ અને પ્રસંગોના સંદર્ભમાં “પવાડા' દ્વારા નિરૂપણ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં આજે પણ “પોવાડા મોચન' દ્વારા અત્યંત હર્ષોલ્લાસ વ્યક્ત કરવામાં આવે છે. શ્રી કેલકરે મરાઠીમાં “ઐતિહાસિક પવાડા' બે ભાગમાં પ્રસિદ્ધ કર્યા છે. ૧૫મા શતકમાં રચાયેલી કૃતિ ત્રિભુવન દીપક પ્રબંધ અને પ્રબોધ ચિંતામણીમાં “પાવાડા'નો નીચે મુજબ ઉલ્લેખ થયેલો છે. ૧. પુત્ર પવાડા સમ્ભલી આણન્દિઉ નરનાહ. ૨. મઝ દિગ્વિજય કરન્તાં ત્રિભુવન ફિટ્ટીથાઈ તિણિફાડા,
આપણ કહઊં કેહ ઉ કેતલા તુઝ આગલિ પવાડા ? ૩. ભુયદંડ પયંડિ સુઘડ ભડ ભંજઈ ચડિય પવાડઈ પંચસર.
સાંયાજી નામના ઈડરના ચારણ કવિએ “રુક્મિણી હરણ' અને નાગદમન કાવ્યો ડિગળ ભાષામાં ભુજંગી છંદમાં મસ્તશૈલીમાં રચ્યાં છે. તેના મંગલાચરણના દુહામાં કાલિય દમનનો પ્રસંગ નિરૂપણ કરતાં ‘પવાડા'નો ઉલ્લેખ કર્યો છે.
W
T
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org