SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ-૨ ૧૭ આ સમયની અન્ય નોંધપાત્ર પ્રબંધ રચનાઓમાં કાન્હડે પ્રબંધ, કવિ પદ્મનાભ, માધવાનન્દ કામ કન્દલાપ્રબંધ–કવિ ગણપતિની સદયવસવીર પ્રબંધ–કવિ ભીમની અને હમ્મીર પ્રબંધ–કવિ અમૃતકલશની કૃતિઓ પ્રાપ્ત થાય છે. “પ્રબંધ' સંજ્ઞાવાળી એક રૂપકકાવ્ય રચના ત્રિભુવનદીપક પ્રબંધ પ્રાપ્ત થાય છે. તેની માહિતી નીચે પ્રમાણે છે. ૨. ત્રિભુવન દીપક પ્રબંધ–કવિ જયશેખરસૂરિએ પંદરમાં શતકના પહેલા ચરણમાં રૂપક કાવ્ય તરીકે રચના કરી છે. કવિએ સંસ્કૃતમાં “પ્રબંધ ચિંતામણિ' ની રચના કરી હતી તેને આધારે ઉપરોક્ત કૃતિ રચાઈ છે. એટલે સંસ્કૃતમાંથી રૂપાંતરના પ્રયોગથી ત્રિભુવન દીપક પ્રબંધની રચના કરી છે. આત્મારૂપી પરમહંસ રાજાને માયાએ પોતાના રૂપમાં ફસાવી તેની પ્રિય રાણી ચેતનાથી વિખૂટો પાડ્યો. કાયાનગરી વસાવી મનને કારભારી બનાવી માયા સાથે ભોગવિલાસમાં ડૂળ્યો. રાજાને કેદમાં પૂરી મન સર્વસત્તાધીશ બની બેઠો અને પોતાની માનીતી રાણી પ્રવૃત્તિના પુત્ર મોહને રાજા બનાવ્યો અને અણમાનીતી નિવૃત્તિ અને તેના પુત્ર વિવેકને દેશવટો આપ્યો. દેશવટામાં વિવેક સુમતિ અને સંયમ જેવી પત્નીઓ અને પુણ્યરંગ પાટણનું નાનું રાજય સંપ્રાપ્ત કરી, અંતે યુદ્ધમાં મોહનો પરાજય કરી તેનો વધ કર્યો. મોહના મૃત્યુથી પ્રવૃત્તિ ઝૂરીને મરી ગઈ અને મન વિવેકના ઉપદેશથી કષાયોને હણી શુક્લ ધ્યાનરૂપ અગ્નિમાં પ્રવેશ કર્યો. આમ થતાં ચેતના રાણીએ અજ્ઞાતવાસમાંથી પરમહંસ રાજા આવી તેને પોતાનું પરમ ઐશ્વર્ય ફરી હાથ ધરવાનું કહેતાં રાજાએ કાયાનગરીનો ત્યાગ કરી પોતાનું સ્વરાજ્ય પુનઃ સિદ્ધ કર્યું. આ કથાનકમાં રૂપક રચના વસ્તુ ગૂંથણી અને કવિ કલ્પનાનો વૈભવ જ્ઞાનગર્ભિત કૃતિ તરીકે નોંધપાત્ર બને છે. તેમાં કવિ પ્રતિભાનું વિશિષ્ટ પ્રકારનું દર્શન પણ થાય છે. ૪૩૨ કડીની આ કૃતિ વસ્તુ અને શૈલીની દૃષ્ટિએ આસ્વાદ્ય બની છે. પરમહંસ રાજાના વર્ણનની પંક્તિઓ નમૂનારૂપે પ્રગટ કરવામાં આવી છે. તેજવંત ત્રિપુભવનમઝારિ પરમહંસ નરવર અવધારિ જેહ જયતાં નવિલાગઇપાપદિન દિન વાઘઈ અધિક પ્રતાપ બુદ્ધિ મહોદધિ બહુ બલવંત અકલ અઉ અનાદિ અનંત ક્ષણિ અમરંગણિ ક્ષણિ પાતાલિ ઇચ્છા વિલસઈ તે ત્રિધુકાલિ વાધિઉં નીક્સ ત્રિભુવન માઈનાનહુઉ કુંથુ શરીર સમાઈ દીપતિ દિયર-કોડિડિ, જિસિલ જિહાં જઉં તિહાં દેખત તિમિલ સંદર્ભ–ગુજ. સાહિ. મધ્ય–પા. ૬૦, પા. ૬૨ ૩. પવાડો પવાડો એટલે વીરનું પ્રશસ્તિ કાવ્ય. તેમાં વીરોના પરાક્રમ, બુદ્ધિક્ષમતા, ગુણો, કુશળતાનું પદ્યમાં નિરૂપણ કરવામાં આવે છે. પ્રાકૃત ભાષામાં પવાડક શબ્દ છે. તે ઉપરથી કોઈ વ્યક્તિની કીર્તિ, ગુણગાન કે મહિમા ગાવામાં આવે તેવી રચના. તેથી પવાડઉ કહેવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy