________________
૧૬ ,
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા
૨. પ્રબંધ મધ્યકાલીન સાહિત્યમાં સમકાલીન પરિબળને કારણે પ્રબંધ કાવ્યનો ઉદ્દભવ થયો છે. પ્રબંધ શબ્દ–વીરતા-પરાક્રમનું સૂચન કરે છે. એટલે પ્રબંધ કાવ્ય નાયકના પરાક્રમની સાથે ચરિત્રાત્મક અંશો ધરાવતી રચના છે. વ્યુત્પત્તિની દૃષ્ટિએ વિચારીએ તો અકબન્ધ–પ્રકષ્ટ રીતે બાંધવું, ગ્રંથન કરવું એવો અર્થ થાય છે. એટલે પ્રબંધમાં વીરપુરુષના ચરિત્રનું નિરૂપણ પ્રશસ્તિ કેન્દ્ર સ્થાને હોય છે. તે રીતે વિચારતાં પ્રબંધને ઐતિહાસિક સંબંધ સંદર્ભ છે. સંસ્કૃત સાહિત્યમાં પ્રબંધનો અર્થ સસંકલિત-સુવ્યવસ્થિત સાહિત્ય રચના છે. મહાકવિ કાલિદાસે “માલ્વિકાગ્નિ મિત્ર” નાટકના પ્રારંભમાં પ્રબંધ વિશે જણાવ્યું છે કે “#ાવ્યનાટિક્કવિ' રચના. વાસવ દત્તાના કર્તા સુબધુએ પ્રબંધનો અર્થ કથાત્મક રચના માટે જણાવ્યો છે વિક્રમના ૧૩-૧૪મા શતક સુધીમાં પ્રબંધનું સ્વરૂપ સ્થિર થયું હતું તે ઉપરથી પ્રબંધ ઐતિહાસિક ચરિત્રાત્મક રચના છે એમ સ્પષ્ટ સમજાય છે. મણિલાલ બકોરભાઈ વ્યાસ વિમલપ્રબંધની પ્રસ્તાવનામાં જણાવે છે કે પ્રબંધ એટલે પદ્ય-ગદ્યમાં કરેલી સાર્થરચના. સંવત ૧૦૦૦ થી ૧૫૦૦ના સમયમાં ઐતિહાસિક પ્રબંધ રચનાઓ પ્રાપ્ત થાય છે. બલ્લલાળનો ભોજપ્રબંધ, કવિ જિનમંડનનો કુમારપાળ પ્રબંધ, મેરૂતુંગાચાર્યનું પ્રબંધ ચિંતામણિ, રાજશેખરસૂરિનું ચતુર્વિશતિ પ્રબંધ, જેવી કૃતિઓ રચાઈ છે. પ્રબંધનો નાયક યુદ્ધવીર-મહાવીર હોય છે. રસશાસ્ત્રની દૃષ્ટિએ વિચારીએ તો ઉત્તમ કોટીના પુરુષોના પ્રસંગો જ પ્રબંધમાં વીરરસને અનુલક્ષીને વર્ણન કરવા યોગ્ય છે. મહાભારતનો અર્જુન યુદ્ધવીર છે. યુધિષ્ઠિર ધર્મવીર છે. કર્ણ દાનવીર છે અને શિળિ દયાવીર છે. વીરરસના ચાર પ્રકારની દૃષ્ટિએ વિચારીએ તો પ્રબંધમાં યુદ્ધવીરનું મહત્વ કેન્દ્ર સ્થાને છે. કાર્લાઇલના મતે Hero and Hero worship (વીર અને વીરપૂજા) સાથે પ્રબંધનો સંબંધ યથોચિત લાગે છે. વીરરસના સંદર્ભમાં પ્રબંધ-પવાડા- સલોકો જેવી કાવ્ય રચનાઓ પ્રાપ્ત થાય છે. જૈનપ્રબંધ રચનાઓમાં ધર્મવીરનો ઉલ્લેખ નોંધપાત્ર ગણાયો છે. આ કાવ્યપ્રકારના સંદર્ભમાં વિચારીએતો પ્રાચીન-મધ્યકાલીન સમયમાં કવિઓને રાજયાશ્રય આપવામાં આવતો હતો. ત્યારે આ કવિઓ રાજાના પરાક્રમ- શૌર્ય અને વીરતાની ચમકદાર શૈલીમાં પ્રશસ્તિ કરવામાં આવતી હતી. ચારણ જાતિ આ શૂરવીરતાનું વર્ણન કરવામાં પ્રખ્યાત છે.
હિન્દી ભાષાના સાહિત્યના વિકાસમાં પ્રથમ ‘વીરગાથા કાળ' નામાભિધાન કરવામાં આવ્યું છે. તેમાં રાજાઓની વીરતા, પરાક્રમ અને યુદ્ધવર્ણનની માહિતી મહત્વની ગણવામાં આવી છે. પૃથુરાખ રાસો, હમ્મીર રાસ, વીદેવ રાસો આ પ્રકારની કૃતિઓ છે. સં. ૧૩૭૧માં અંબદેવસૂરિએ “સમરા રાસુ'માં ભૌગોલિક માહિતીની સાથે સમરા શાહે શત્રુંજય તીર્થ ઉપર રૂષભદેવના જિનાલયનું નિર્માણ, તીર્થયાત્રાનું વર્ણન છે. આ એક ઐતિહાસિક પ્રબંધ કાવ્ય છે. કવિ લાવણ્યસમયસૂરિની સં. ૧૫૬૮ની સુપ્રસિદ્ધ કૃતિ વિમલપ્રબંધ છે. આ કૃતિ રાસ સ્વરૂપનું અનુસરણ કરે છે. તેમાં મુખ્યત્વે ગુજરાતના ચૌલુક્યવંશની રાજા ભીમદેવના મંત્રી વિમલશાહના જીવનના પ્રસંગોનું નિરૂપણ ચરિત્રાત્મક શૈલી થયું છે. એમની બાલ્યાવસ્થાથી જીવનના અંતકાળ સુધીની ક્રમિક વિગતો આપવામાં આવી છે. નવખંડમાં વિભાજિત વિમલપ્રબંધ ઐતિહાસિક અને ચરિત્રાત્મક રચનાનો સંદર્ભ પૂરો પાડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org