________________
પ્રકરણ-૭
૩ ૨૯
પ્રગટ થયા છે.
કવિ હર્ષવિજયે સં. ૧૮૫૩માં શ્રી સીમંધરસ્વામીને વિનંતી નામનો પત્ર લખ્યો છે. લોક ગીતના રાહમાં લખાયેલો આ પત્ર ભક્તિ અને કવિકલાથી વધુ ભાવવાહી અને આકર્ષક બન્યો
કવિ રૂપવિજયજીએ નેમ-રાજુલ લેખની રચના ૧૯ ગાથામાં કરી છે તેમાં મુખ્યત્વે રાજુલના વિરહને વાચા આપવામાં આવી છે.
કવિ લાવણ્ય સમયે સં. ૧૫૬૨માં શ્રી શત્રુંજય મંડન આદિજિન વિનતી કાવ્યની રચના પાંચ ઢાળમાં કરી છે. તેમાં મુખ્યત્વે શત્રુંજય તીર્થમાં બિરાજમાન આદીશ્વર ભગવાનને વિનંતી કરીને જીવાત્માનો ઉદ્ધાર કરવાનો મુખ્ય વિચાર વ્યક્ત થયો છે. ત્રણ ઢાળમાં પ્રભુનો વિશેષણ યુક્ત પરિચય આપીને ભક્ત ચોરાશી લાખ જીવા યોનિમાં ભ્રમણ કરીને આવેલ છે તેનું નિવેદન કર્યું છે ચોથી ઢાળમાં તીર્થ યાત્રા-સ્પર્શના આવશ્યક ક્રિયાઓ કરી નથી તેની માહિતી ચાલી છે. પાંચમી ઢાળમાં શત્રુંજયની યાત્રા પ્રભુ દર્શનથી અપૂર્વ આનંદની અનુભૂતિ થાય છે તેની અભિવ્યક્તિ થઈ છે. અંતે ભક્ત ભગવાનનો સેવક છે અને પ્રભુ સ્વામી છે અને સેવકનો ઉદ્ધાર કરવાની સહૃથ્રી આર્તભાવના પ્રગટ કરી છે. કવિના શબ્દો છે.
હું અપરાધી છું પ્રભુ ગાઢો, તોહી બોલ દીધો મુજ ટાળો, છોરૂં હોય કછોરૂં કોઈ, માય તાય સારો સવિ સોઈ. | ૪૩ | તું ઠાકોર | તું માયને બાપ, જનમ જનમ મેં કીધાં પાપ, તેહ તણો ટાળો સંતાપ, જિમ કાયા અજવાળું આપ. ૪પાઈ રાજ રદ્ધિ....સ્વામિ, કહે લાવણ્ય સમય શિરનામી, સેવકમાંહિ સમાહો તો સ્થાપો, આદીસર અવિચલ પદ આપો. All પન્નર ...આદીજિન તૂઠે, વિનતડી ઉલટ ઘણે, ચારો માસ વદ દશમી, દહાડે, મિનિ લાવણ્યસમય ભણો જણા
૧. મહાવીરસ્વામીને સંદેશો પંથીડા સંદેશો દેજો મારા નાથને,
વર્ધમાન જે ચોવીશમો જિનરાજો; રાજ ઇંદાથી સાત ઊંએ જમવાસ છે,
ધ્યાતા નરના બેઠા હદ્ય મોઝાર જો. પં. ૧ જે દિનથી પ્રભુ આપ ઇંદાથી સીધાવીયા,
તે દિનથી પ્રભુ જ્ઞાન ખજાનો લુંટાય જો;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org