________________
પ્રકરણ-૪
૨૭૩ છે. સઝાયના વિચારોનું ચિંતન અને મનન આત્મ સ્વરૂપ સિદ્ધિ માટે અનન્ય પ્રેરક છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ શું છે ? આત્મા જન્મ મરણ કેમ કરે છે ? આત્માની દુર્ગતિ સદ્ગતિ કેવી રીતે થાય ? વગેરે ના વિચારો સઝાય દ્વારા વિચારવાની મોઘેરી ક્ષણ પ્રાપ્ત થાય છે એટલે પ્રતિક્રમણમાં સઝાય પ્રત્યેનો ઉપરોક્ત અભિગમ આત્મલક્ષી બનવા માટે એક અમોઘ શસ્ત્ર સમાન છે.
સંસ્કૃત ભાષામાં “સ્વાધ્યાય’ શબ્દ છે તે ઉપરથી અર્ધમાગધી ભાષામાં સઝાય શબ્દ વપરાયો છે. તેનો અર્થ સ્વ-અધ્યાય એટલે પોતાના આત્માની વિચારણા કરવી એમ સમજવાનું છે. જૈન સાહિત્યમાં ત્યાગ અને વૈરાગ્ય પ્રધાન સઝાય રચનાઓ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે તેમાં ચરિત્રાત્મક દુર્ગુણોનો નાશ અને તેનાં વિકટ પરિણામ, સગુણોનું મહત્ત્વ અને વૃદ્ધિ કરવી, જૈન દર્શનના તત્ત્વજ્ઞાન અને આત્માને ઉપયોગી વિચારોનું નિરૂપણ, ધર્મની આરાધનાનો પ્રભાવ અને નરજન્મનું મહત્ત્વ સમજીને તેને સફળ કરવાના ઉપાયો, તીર્થકર ભગવાન, સાધુ ભગવંતો, આરાધક મહાત્મા અને સતીઓના સતીત્વ અને શીલનો મહિમા વગેરે વિષયોને સ્પર્શતા વિચારો સજઝાયમાંથી પ્રાપ્ત થાય છે. બાર અને ચાર ભાવનાની સઝાય પણ વિશુદ્ધ વિચારો મનસુદ્ધિ માટે ઉપયોગી છે. મહાવ્રત અને અણુવ્રતના પાલનથી આત્માની ઊર્ધ્વગતિ થાય છે તે અંગેની સઝાય પણ આત્મા માટે પોષક વિચારો પૂરા પાડે છે. સામાન્ય દિવસોની તુલનામાં પર્વના દિવસો વિશિષ્ટ સ્થાન ધરાવતા હોવાથી તેનો મહિમા દર્શાવતી સજઝાય પણ જૈન સમૂહને ધર્મમાર્ગમાં જોડાવા અને પ્રગતિ કરવા નિમિત્તરૂપ બને છે.
વીતરાગના ગુણગાન પછી વીતરાગ થવા માટે સઝાયની વિધિ પણ મહત્ત્વની ગણી છે. મુક્તિ મળી એમ મોટા ભાગના લોકો વિચારે છે પણ પ્રતિક્રમણમાંથી મુક્ત થયા પછી આત્માની મુક્તિ માટે શ્રવણ કરેલી સઝાયના વિચારોનું ચિંતન-રટણ કરવાની જરૂર છે. પ્રતિક્રમણ પછી ઘરે જવાના આનંદ કરતાં તો વિશેષ રીતે ત્યાગ અને વૈરાગ્યના વિચારોથી મનને પુષ્ટ કરવાની ઉદાત્ત ભાવના ભાવવી જોઈએ એ જ સાચો અભિગમ છે. સઝાય એ આત્મ જાગૃતિની ક્ષણે ક્ષણે ચેતવણી આપે છે અને તેનાથી ધીરગંભીર બનીને સ્વસ્થિતિ પ્રતિ વિચાર કરવાની પ્રેરણા આપે છે. સઝાય માત્ર દ્રવ્ય ક્રિયા નથી પણ આત્મ ભાવનું દર્શન કરવા માટેનું સાધન છે. દેવસિ પ્રતિક્રમણમાં જે સઝાય છે તેના કરતાં વિશિષ્ટ પ્રકારની સઝાય રાઈ પ્રતિક્રમણ અને પૌષધની ક્રિયામાં છે. રાઈ પ્રતિક્રમણમાં ભરફેસર બાહુબલી અને પૌષધમાં ત્રણ વખત મન્ડ જિણાણની સઝાયનો સ્વાધ્યાય કરવાનો હોય છે. પર્વના દિવસોમાં રાઈ પ્રતિક્રમણ કરનારાં ઘણાં છે પણ બાકીના દિવસોમાં રાઈ પ્રતિક્રમણ કરનારાની સંખ્યા અલ્પ છે. તેનાથી પણ ઓછી સંખ્યા પૌષધ કરનારાની છે એટલે દેવસિ પ્રતિક્રમણની સજઝાય પછી બે સઝાયનો વિશેષાર્થ બહુ ઓછા લોકોને ખબર છે. પર્વાધિરાજ પર્યુષણમાં રાઈ પ્રતિક્રમણ અને પૌષધમાં સઝાયનું શ્રવણ થાય છે પછી આ અંગે કોઈ વિશિષ્ટ વિચારણા થતી નથી. વિધિ પ્રમાણે વિધિ કાર્યાનો સંતોષ છે પણ વિધિ દ્વારા આત્મલક્ષીપણાનો ભાવ કેટલો વધ્યો વિકાસ પામ્યો તેનો વિચાર નિહવત છે. માંગલિક પ્રતિક્રમણમાં મન્ડ જિણાણની સઝાયનો વિધિ છે. પમ્પી, ચોમાસી અને સંવત્સરી પ્રતિક્રમણમાં સંસારદાવાનળની સઝાયનો વિધિ છે અને ચોથી ગાથા For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International