SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા સમૂહમાં મોટા અવાજથી બોલાય છે. આ સઝાયનો ભાવ પણ કોઈ રીતે વિચારવામાં આવતો નથી. દેવસિ પ્રતિક્રમણની સઝાય ત્યાગ અને વૈરાગ્ય પ્રધાન છે તો રાઈ પ્રતિક્રમણની સઝાય પ્રાતઃકાળમાં મહાપુરુષો અને સતીઓનાં પુણ્ય સ્મરણ દ્વારા આત્માને માનસિક શુદ્ધિ વૃદ્ધિમાં પૂરક બને છે. ભરોસરની સઝાયમાં ઉચ્ચ કોટિના આરાધકોની સૂચી છે. તેનું પ્રતિદિન સ્મરણ કરવાથી ગુણાનુરાગ કેળવાય અને આત્મા પણ તેમાંથી પ્રેરણા લઈને આરાધક ભાવમાં સ્થિર થાય તેવી વિશિષ્ટ શક્તિ એ નામોમાં રહેલી છે. આ સઝાયની ૧૩ ગાથા છે. ૧થી ૭ ગાથામાં પ૩ મહાત્માઓ અને ૮થી ૧૩ ગાથામાં ૪૭ મહાસતીઓનો નામોલ્લેખ છે. સાતમી ગાથાના અર્થની વિચારણા કરવા જેવી છે. તેમાં જણાવ્યું છે કે જેમના નામ સ્મરણથી પાપના બંધ નાશ પામે છે એવા ગુણના સમૂહથી યુક્ત, એવા (નામ નિર્દેશ કરેલા) અને બીજા મહાપુરુષો સુખ આપો. ભરત, બાહુબલીથી આરંભીને મેઘકુમાર સુધીના મહાપરુષો ચારિત્રોની ખબર હોય તો સજઝાય બોલતાં કે શ્રવણ કરતાં શુભ ભાવમાં લીન થવાય. સઝાયના હાર્દને પામવા માટે મહાપુરુષો અને મહાસતીઓના જીવનનો ઓછોવત્ત પરિચય અવશ્ય હોવો જ જોઈએ. તે વિના શુદ્ધ ઉપયોગમાં આત્મા આવે નહિ. તુલસા, ચંદનબાળાથી સ્થૂલિભદ્રની સાત બહેનોનો નામ નિર્દેશ થયો છે તો આ સતીઓના જીવનનો મિતાક્ષરી પરિચય પણ સાર્થક નીવડે છે. પ્રત્યેક નામની સાથે જીવનનો એક મહાન ગુણ રહેલો છે, તેનું જો જ્ઞાન પ્રાપ્ત થાય તોય આત્માને શાંતિ મળે. દ્રવ્ય પ્રતિક્રમણમાંથી ભાવપ્રતિક્રમણ પ્રતિ ગતિ કરવા માટે આ પ્રકારનું જ્ઞાન ખૂબ જ ઉપયોગી છે. આ માટે જાગૃતિ કેળવવાની અનિવાર્ય આવશ્યકતા છે. મન્ય જિણાણ'ની સઝાય માંગલિક પ્રતિક્રમણ અને પૌષધમાં સાંભળવા મળે છે. પૌષધ આત્માના જ્ઞાન, દર્શન અને ચારિત્ર જેવા ગુણોની વૃદ્ધિ અને શુદ્ધિ માટે છે. એટલે આત્માએ શ્રાવક તરીકે ક્યો ધર્મ કરવાનો છે તેનો ઉલ્લેખ તેમાંથી મળે છે. પૌષધ આ સઝાય ત્રણ વખત બોલવામાં આવે છે અને સાચા અર્થમાં એ આત્માનો સ્વાધ્યાય બને છે. સઝાયની પાંચ ગાથમાં શ્રાવકનાં ૩૬ કૃત્યોનો ઉલ્લેખ થયો છે. જિનાજ્ઞાનું પાલન, મિથ્યાત્વનો ત્યાગ અને સમકિતનો સ્વીકાર, છ આવશ્યકનું આચરણ, પર્વતિથિએ પૌષધ ગ્રહણ કરવો, દાન-શીલ તપ અને ભાવ એમ ચાર પ્રકારના ધર્મનું પાલન, નવકારમંત્રનો સ્વાધ્યાય, પરોપકાર કરવો, જયણા ધર્મનું અનુસરણ, જિનપૂજા, પ્રભુની સ્તુતિ-ગુણગાન ગાવા, ગુરુ સ્તુતિભક્તિ, સાધર્મિક ભક્તિ, વ્યવહાર જીવનમાં નીતિ પરાયણતા દ્વારા શુદ્ધિ, રથયાત્રા, તીર્થયાત્રા, ઉપશમ, સંવસર અને વિવેકના ગુણો કેળવવા, ભાષા સમિતિનું પાલન છ કાયના જીવો પ્રત્યે કરુણા અને રક્ષણ, ધર્મીજનની સોબત-સત્સંગ, ચરણ, કરણ, ધર્મપાલન, સંઘપતિનું બહુમાન, ધાર્મિક પુસ્તક લેખન અને તીર્થમાં પ્રભાવના જેવાં સુકૃત શ્રાવકે કરવાં જોઈએ. વડીલ પુરુષ સઝાય બોલે છે પણ શ્રવણ કરનારા તેનો અર્થ સમજીને વિચારે કે નરજન્મ પૂરો થાય ત્યાર પહેલાં કેટલું કર્યું છે અને કેટલું બાકી છે તે કરીને જીવન સાર્થક કરવાનો વિચાર કરનારા અતિ અલ્પ સંખ્યામાં છે. સઝાયમાં આત્માનો વિચાર કરવા માટે આ સૂચિ માર્ગદર્શક સ્તંભ સમાન છે કે જેનાથી શ્રાવક ધર્મમાં કેટલી પ્રગતિ થઈ તેનું માપ નીકળે છે. ધર્મ ફુરસદે કરવાનો નથી. એ તો શ્વાસોશ્વાસ સમાન છે. ફુરસદનો ધર્મ માત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy