________________
૨૭૨
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા પંડિત સુખલાલ સઝાય વિશે જણાવે છે કે સજઝાય કથા કે ઉપદેશ પ્રધાન ગેય કાવ્ય રચના છે. આર્ય સંસ્કૃતિની પરંપરામાં સ્વાધ્યાયનું મહત્ત્વ છે. તૈતરીય ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે કે સ્વાધ્યાય અને પ્રવચન જ તપ છે. આ પરંપરા અન્ય ધર્મોમાં પણ જીવંત છે. જૈન પરંપરામાં બાહ્યત્યાગ છે પણ ખરો ભાર તો સ્વાધ્યાય અને ધ્યાન જેવા વિષયો પર વિશેષ છે. કોઈનો ગંભીર સાસ્ત્રાભ્યાસ ન હોય તો પણ ગેય સાહિત્ય સઝાય દ્વારા રસાસ્વાદ કરી શકે છે. સઝાય દ્વારા પરંપરાગત ઉચ્ચ સંસ્કારો અને સાત્વિકતા પામી શકાય છે. સઝાય સાંભળવી, સઝાયની ઢાળો યાદ કરવી, તેનું પુનરાવર્તન કરવું એવા નિત્ય કર્મને કારણે, મારા વિદ્યા વ્યવસાયનું પ્રથમ પગથિયું અને દિશા ઉઘડવાનું એક કાર બન્યું છે. ભર દરિયે વહાણ તૂટતાં કોઈ મુસાફરને નાનકડું પાટિયું મળે તો તેના ટેકે સાલમતી માટે આગળ વધે તેમ સઝાય આ સંસારની સફરમાં સ્વસ્થાને લઈ જવાનું પવિત્ર ને પ્રેરક કાર્ય કરે છે.
કર્મબંધના દૂર કરવા સર્વ શ્રેષ્ઠ સાધન તપ છે. બાહ્ય તપ સાધન છે. અત્યંતર તપ સાધ્ય છે. કર્મ નિર્જરા માટે અનુપ્રેક્ષા અને પરાવર્તન જરૂરી છે. આરધકોની માનસિક ભૂમિકામાં વિવેકદૃષ્ટિનું બીજારોપણ સક્ઝાયના પરિશીલનથી થાય છે. સજઝાયથી સાધુની સંયમ ભાવના વધે છે અને ગૃહસ્થની વૈરાગ્ય ભાવના જાગૃત થાય છે.
જૈન કવિઓએ સઝાયમાં જે વિચારો પ્રગટ કર્યા છે તેને મધ્યકાલીન જ્ઞાન માર્ગી કવિતા સાથે ગાઢ સંબંધ છે. કવિ પ્રીતમદાસે નામ મહિમા સંતમહાભ્ય, જ્ઞાન, યોગભક્તિ, વૈરાગ્ય, વિરહ તૃષ્ણા, સજ્જનનાં લક્ષણો વગેરેને પદમાં સ્થાન આપ્યું છે. મધ્યકાલીન ત્યાગ વૈરાગ્ય અને જ્ઞાન પ્રધાન સાહિત્ય સઝાય સાથે સામ્ય ધરાવે છે.
આવશ્યક ક્રિયામાં સઝાય મહત્ત્વનું સ્થાન ધરાવે છે. જૈન ધર્મના વિચારો માત્ર આદર્શ તત્ત્વજ્ઞાન તરીકે સ્થાન ધરાવતા નથી પણ વિચારને આચારમાં મૂકીને મુક્તિમાર્ગ સિદ્ધ કરવા માટે માર્ગદર્શક છે. શાસ્ત્રીય વિચારો વિધિ અનુસાર અમલમાં મૂકવાથી આત્મ કલ્યાણનો માર્ગ સુલભ બને છે. જૈન ધર્મના જ્ઞાનના વારસારૂપે ૪૫ આગમ ગ્રંથોમાં ૧૧ અંગ સૂત્રો છે. તેમાં પ્રથમ આચારાંગ સૂત્ર છે. તે ઉપરથી પણ આચારધર્મનું મહત્ત્વ સમજી શકાય છે. તત્ત્વાર્થસૂત્રના પ્રથમ અધ્યાયનું પ્રથમ સૂત્ર પણ આચારને જ ચરિતાર્થ કરે છે.
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર એ ત્રણના સમન્વયથી મોક્ષપ્રાપ્તિ થાય છે. અહીં જ્ઞાન સાથે ચારિત્ર શબ્દનો પ્રયોગ આચાર ધર્મનો સંદર્ભ દર્શાવે છે. એ દૃષ્ટિએ વિચારીએ તો વિચાર અને આચારનો સમન્વય એટલે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ.
પ્રતિક્રમણની આવશ્યક ક્રિયામાં પ્રભુ ગુણગાન નિમિત્તે સ્તવન બોલવાનો ગાવાનો ક્રમ છે. ત્યારપછી સર્વવિરતિ ધર્મના પાયારૂપ વૈરાગ્યભાવથી સમૃદ્ધ સક્ઝાયનો ક્રમ-વિધિ છે. સઝાય વૈરાગ્યભાવની વૃદ્ધિકારક અને રક્ષક તરીકે સ્થાન ધરાવે છે. સ્તવન સમૂહમાં ગાઈને પ્રભુભક્તિમાં નિમગ્ન થવાય છે જયારે સજઝાય સમૂહમાં ગવાતી નથી પણ એક વ્યક્તિ સજઝાય બોલે અને અન્ય વ્યક્તિ એ સાંભળીને તેના અર્થચિંતન દ્વારા વૈરાગ્યભાવમાં લીન બને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org