SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ-૩ ૨૧૩ પદ્મવિજયના પાર્શ્વનાથનાં સ્તવનમાં નીચે પ્રમાણે ઉલ્લેખ આવે છે. પરમાતમ પરમેશ્વ, જગદીશ્વર જિનરાજ જગબાંધવ જગભાણ, બલિહારી તુમ તણી ભલજલધિમાં જહાજ.” ઉપરના ઉદાહરણમાં પહેલા બે શબ્દો એ ભગવાનનાં વિશેષણો છે. “હે પ્રભુ ! તું ભવરૂપી સમુદ્રમાં તારનાર, પાર ઉતારનાર જહાજ સમાન છે. ભવજલધિ, પ્રભુની કૃપા, આશીર્વાદ, દર્શન, પૂજન, અર્ચન, આરતી, નવધા ભક્તિ, સ્તુતિ આદિ ધર્મક્રિયાના આચરણથી મનુષ્ય જન્મની સાર્થકતા સિદ્ધ થાય છે.” સ્તવન સાહિત્ય પ્રકાર તરીકે અત્યંત સમૃદ્ધ અને વિશેષ પ્રેરણારૂપ છે. જૈન સાહિત્યમાં ને જીવનમાં સ્તવનનો મહિમા અપરંપાર છે. રાગરાગિણીથી ભરપૂરને વાજિંત્રોની સંગતથી સંગીતકારોનાં કંઠે ગવાતાં, સાંભળવાનો લ્હાવો એ કલારસિકો માટે એક મહત્ત્વની બાબત છે. સ્તવનનું સ્વરૂપ સાહિત્યમાં ગૌરવપ્રદ સ્થાન ભોગવે છે. ધર્મની દષ્ટિએ વિચારતાં એમ લાગે છે કે તેનાથી ભક્તિરસનો અનન્ય લ્હાવો પ્રાપ્ત થાય છે. આત્મા અને પરમાત્મા વચ્ચે અનુસંધાન થાય છે. વળી કર્મનિર્જરા અને ધર્મધ્યાનની વિશિષ્ટતાનો પરિચય થાય છે. “ભાવના ભવનાશિની એવું જે કહેવાય છે, એમાં સ્તવન એ ભાવધર્મનું દ્યોતક છે. એના આલંબનથી મનનાં પરિણામો સુધરે છે. શુભભાવમાં સ્થિર થવાય છે. જેનાથી આત્મશક્તિનો અદ્દભુત ચમત્કાર, માનસિક શાંતિ અને સર્વોત્તમ સંતોષનો અનુભવ થાય છે. સ્તવન ગાઈ જુઓ ને નિજાનંદમાં મસ્ત બનો, ત્યારે સત્ય સમજાય. આમ સ્તવન કાવ્ય પ્રકાર તત્ત્વદર્શન, ભાવ, રસ, અલંકાર, છંદ, પ્રભુગુણ દર્શન, તિથિ મહિમા, તીર્થયાત્રા જેવાં વૈવિધ્યપૂર્ણ અંગોના સમન્વયથી સાયુજ્ય સાધીને જૈન મુનિઓના હસ્તે અદ્ભુત રચનાઓ થયેલી છે. સ્તવનનો એક વિશિષ્ટ પ્રકાર તીર્થવિષયક મહિમા ગાવાનો છે. સ્તુતિ, પૂજા એ સ્તવન એમ ત્રણ કાવ્ય પ્રકારમાં એક યા બીજી રીતે પ્રભુના ગુણગાન સાથે તીર્થનો મહિમા ગાવાની પ્રણાલિકાનું સાધુ કવિઓએ અનુસરણ કર્યું છે. ભક્તિમાર્ગની લોકપ્રિય કૃતિઓમાં “સ્તવન' પ્રથમ પંક્તિનું સ્થાન ધરાવે છે. તેમાં પ્રભુ ભક્તિ ઉપરાંત અલંકાર-દેશી-ભક્ત હૃદયની આર્ટ ભાવનાનું નિરુપણ મહત્વનું બન્યું છે. ભક્તિ દ્વારા ભક્તજનો પૌગલિક સુખની કોઈ માગણી કરતા નથી પણ ત્રણ રતન મુજ આપો તાતજી, ભવોભવ તુમ ચરણોની સેવા, જન્મમરણ દુઃખ કાપો, ભવભ્રમણ દૂર કર, મોક્ષસુખ આપો, કર્મબંધન કાપો, અજરામરપદ આપો, ભક્તને સેવક જાણી ઉદ્ધાર કરો, ભવભ્રમણમાંથી મુક્ત કરો, જેથી આત્મ કલ્યાણકારી વિચારધારા સ્તવનોમાં વિવિધ સ્વરૂપે નિહાળી શકાય છે. એટલે ભક્તિથી મુક્તિનો સિદ્ધાંત અહીં ચરિતાર્થ થયો છે માત્ર જરૂર છે સમર્પણશીલ ભક્તિની. સ્તવન પ્રકારની કૃતિઓ વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. અત્રે નમૂનારૂપે પાંચ સ્તવન પ્રગટ કરવામાં આવ્યાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy