SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા ૧. મહાવીર જિન સ્તવન વિર જિનેશ્વર સાહેબ મેરા પાર ન લહું તેરા, મહેર કરી ટાળો મહારાજજી જનમ મરણના ફેરા, હો જિનજી ૧ અબ હું શરણે આપો. (૧) ગરભાવાસતણાં દુઃખ મોટાં ઊંધે મસ્તકે રહીયે, મળ-મૂત્રમાં તે લપટાણો એવા દુઃખને સહીયાં હો. (૨) નરક-નિગોદમાં ઉપન્યોને ચાવીયો સૂમ બાદર થઈયો, વિંધાણો સૂઈને અગ્રભાગે માનતિહાં કિહાં રહીયો હો. (૩) નરક તણી અતિ વેદના ઉલસી સહી તેજીવે બહુ પરમાઘામીને વશ પડીયો તે જાણો તમે સહુ હો જિ. (૪) તિયચ તણા ભવકિધા ધણેરા વિવેક નહીં લગાર, નિશદિનનો વહેવાર ન જાણ્યો કેમ ઉતરાએ પારહો. (૫) દેવ તણી ગતિ પુયે હું પામ્યો વિષયારસમાં ભીનો, વ્રત પચ્ચક્માણ ઉદયનવિ આવ્યા તાન માનમાં છે લીનો. (૬) મનુષ્ય જન્મને ધર્મસામગ્રી પામ્યો છું બહુ પુણ્યો, રાગ-દ્વેષમાં તે બહુ ભળીયો ન ટળી મમતા બુદ્ધિ હો. (૭) એક કંચનને બીજી કામિની તે શું મનડું બાંધ્યું, તેના ભોગ લેવાને હું શુરો કેમ કરી જિનધર્મ સાધુ (૮). મનની દોડ કીધી અંતિઝાઝી હું છું કોક જડ જેવો, કલી કલી કલ્પમેં જન્મ ગુમાવ્યો પુનરપિ પુનરપિ તેહવો. (૯). ગુરુ ઉપદેશમાં હું નથી ભીનો નાવી સહસાસ્વામી, હવે વડાઈ જોઈએ તુમારી બીજ મતમાં હે છે ખામી હો. (૧૦) ચાર ગતિમાંહે રડવડીયો તોયે ન સીધ્યા કાજ, રીખવ કહે તારો સેવકને બાંહે ગ્રહ્યાની લાજ હો. (૧૧) પા. નં. ૫૫૭ જીવાત્મા ચોરાશી લાખ જીવા યોનિમાં પરિભ્રમણ કરીને ત્રાસી ગયા પછી પ્રભુના શરણે આવે છે અને ઉદ્ધાર કરવા માટેની માગણી કરી છે ભક્ત પોતાના દુર્ગુણોને પણ પ્રગટ કરે છે. ૨. શ્રી આદીશ્વર પ્રભુનું સ્તવન પ્રથમ જિનેશ્વર પ્રણમીએ જાસ સુગંધી રે કાય, કલ્પવૃક્ષ પરે તાસ ઈન્દ્રાણી નયન જે ભૃગ પર લપટાય. (૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy