________________
પ્રકરણ-૩
૨ ૧૫
રોગ ઉરગ તુજ નવિ નડે અમૃત જેહ આસ્વાદ, તેહથી પ્રતિહત તેહમાનું કોઈ નહિ કરે જગમાં તુમશું રે વાદ. (૨) વગર ધોઈ તુજ નિર મળી કાયા કંચનવાન, નહિ પ્રસ્વેદ લગાર તારે તું તેહને જે ધરે તારું ધ્યાન. (૩) રાગ ગયો તુજ મન થકી તેહમાં ચિત્ર ન કોય, રૂધિર આમિષથી રાગ ગયો તુજ જન્મથી દૂધ સહોદર હોય. (૪) શ્વાસોશ્વાસ કમળ સમો તુજ લોકોતર વાત, દેખે ન આહાર વિહાર ચર્મચક્ષુ ઘણી એહવા તુજ અવદાત. (૫) ચાર અતિશય મૂળથી ઓગણીશ દેવના કીધ, કર્મ ખપ્પાથી અગ્યાર ચોત્રીસ એમ અતિશયા સમવાયંગે પ્રસિદ્ધ. (૯) જિન ઉત્તમ ગુણગાવતાં ગુણગાવે નિજ અંગ,
પદ્મવિજય કહે એ સમય પ્રભુ પાળજો જેમ થાઉં અક્ષય અભંગ. (૭)
ભગવાનની દિવ્ય કાયાનો પરિચય ભગવાનના ૩૪ અતિશયનો ઉલ્લેખ કરીને પ્રભુનું કીર્તન કરવા રૂપ સ્તવન છે.
૩. શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવન શ્રી શ્રેયાંસ જિન અંતરજામી આતમ રાગી નામી રે, અધ્યાત્મ મત પૂરણ પામી સહજ મુક્તિ ગતિ ગામી રે શ્રી. (૧) સયલ સંસારી ઈન્દ્રિયરામી મુનિ ગુણ આતમ રામી રે, મુખ્યપણે જે આતમરામી તે કેવલ નિકામી ૨ શ્રી. (૨) નિજ સ્વરૂપ જે કિરિયા સાથે તેહ અધ્યાતમ લહિયે રે, જે કિરિયા કરી ચઉગતિ સાથે તેને અધ્યાતમ કહિયે રે શ્રી. (૩) નામ અધ્યાતમ ઠવણ અધ્યાતમ દ્રવ્ય અધ્યાતમ છંડો રે, ભાવ અધ્યાતમ નિજ ગુણ સાધે તો તેહશું રઢ મંડોરે શ્રી. (૪) શબ્દ અધ્યાતમ અર્થ સુણીને નિર્વિકલ્પ આજરજો રે, શબ્દ અધ્યાતમ ભજના જાણી હાન ગ્રહણ મતિ ધરજો રે શ્રી. (૫) અધ્યાતમ જે વસ્તુ વિચારી બીજ જાણ લબાસી રે,
વસ્તુ ગતે જે વસ્તુ પ્રકાશે આનંદઘન મતવાસી રે શ્રી. (૯) યોગી આનંદઘનજીએ આ સ્તવનમાં અધ્યાત્મના સ્વરૂપનો સાચો અર્થ સમજાવ્યો છે અધ્યાત્મના રાગી આગમવાણી પ્રમાણે વસ્તુ તત્ત્વનો સ્વીકાર કરે છે એમ જણાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org