________________
પ્રકરણ-૪
૨૮૧
છે. જૈન ગીતાના વિચારો આત્માની મુક્તિના પોષકને પૂરક છે. તેનો પરિચય એ આત્માનો કિંમતી સ્વાધ્યાય છે, જેના દ્વારા મનશુદ્ધિ થાય છે. તપથી કાયા શુદ્ધિ થાય અને જિનવાણીનો સત્સંગ—વાર્તાલાપ કરવાથી જિન વાણીનાં ગુણગાન ગાવાથી વચન શુદ્ધિ થાય છે.
આ ત્રિવિધ શુદ્ધિ એ આત્માની શુદ્ધિનો અનુપમ માર્ગ છે એમ માનીને આ ગીતા કાવ્યોની સૃષ્ટિનું એક ગ્રંથ રૂપે સંકલન કરવામાં આવ્યું છે. તેની કેટલીક નોંધપાત્ર વિગતો અત્રે આપવામાં આવી છે.
માનવજન્મમાં શ્રુતજ્ઞાન પ્રાપ્તિનો સુઅવસર પ્રાપ્ત થાય છે ત્યારે આત્મા વિશેની વિચારણા અવશ્ય કરવા જેવી છે. અધ્યાત્મજ્ઞાનની આવશ્યકતા સ્વીકાર્યા વગર ચાલે તેમ નથી. અધ્યાત્મ જ્ઞાનથી ધર્મનો માર્ગ સરળ બને છે. પાપરૂપી ચોરનો ભય દૂર થાય છે. એક વખત અધ્યાત્મજ્ઞાનનો રસાસ્વાદ થાય અને ચિત્તમાં ચોંટી જાય પછી તેના અર્થનું ચિંતન અને મનન કરવાથી વિષયો—કષાયો દૂર ભાગી જાય છે અને મનશુદ્ધિ દ્વાર આત્મ શુદ્ધિ થાય છે. અન્ય શાસ્ત્રોનો અભ્યાસ ભૌતિક જીવન પૂરતો મર્યાદિત છે જ્યારે અધ્યાત્મ શાસ્ત્ર આત્મના સ્વરૂપ અને મુક્તિ સાથે સંબંધ ધરાવે છે, એટલે તેના અભ્યાસથી સાચા પંડિત થવાય છે. અધ્યાત્મ જ્ઞાન વગરનું પાંડિત્ય સંસાર વૃદ્ધિના કારણભૂત છે, એટલે અધ્યાત્મ શાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ, તેમાં રહેલા વિચારોના અર્થનું ચિંતન કરીને શુભભાવના ભાવવી જોઈએ. આ પ્રવૃત્તિથી આધ્યાત્મિક એટલે કે આત્માનુભવની અલૌકિક અનુભૂતિ થાય છે તે અવર્ણનીય છે. અધ્યાત્મજ્ઞાનની જો કોઈ ઉપલબ્ધિ હોય તો તે સ્વસ્વરૂપાનુસંધાન છે જેની અનુભવથી પ્રતીતિ થાય છે.
अध्यात्मशास्त्र संभूत संतोष सुख शालिनः ।
ગાન્તિ ન રાખાનું ન શ્રીöનાપિ વાસવમ્ ॥૨૦॥ (અધ્યાત્મસાર)
અધ્યાત્મ શાસ્ત્રથી ઉત્પન્ન થયેલા સંતોષરૂપી સુખથી શોભતા યોગીજનો પછી રાજાને કુબેરને કે ઇન્દ્રને પણ ગણતા નથી.
આત્મા સંબંધી જ્ઞાન તે અધ્યાત્મ છે, તેના અભ્યાસથી રંગાયેલા અધ્યાત્મ રસિકો આત્નો વિકાસ સાધી શકે છે. એમના ઉચ્ચ વિચારો, વિશુદ્ધ વ્યવહાર અને જીવનનો આદર્શ દષ્ટાંતરૂપ બનીને સૌ કોઈને આત્મ વિકાસ માટે અનુકરણીય બને છે. અધ્યાત્મ જ્ઞાનના વિચારોનાં પુનરાવર્તન—સ્વાધ્યાયથી આત્મશક્તિનો અનુભવ થાય છે. અધ્યાત્મની વાતો કરીને દંભી જીવન જીવનારા લોકો પણ છે પણ તેમનાથી દૂર રહીને આત્મા પોતે જ સત્ય સમજીને અધ્યાત્મ માર્ગમાં પ્રગતિ કરી શકે છે. અધ્યાત્મ જ્ઞાનનો વારસો અગમ્ય નથી પણ પુરુષાર્થ હોય તેને તે જ્ઞાનની સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે જે એકાંતે આત્માના ઉદ્ધારમાં સદા-સર્વદા પૂરક બને છે.
ગીતા કાવ્યોનું મુખ્ય પ્રયોજન એ આત્માની સ્વસ્થિતિ પ્રાપ્તિનો રાજમાર્ગ દર્શાવવાનું હોવાથી અધ્યાત્મ જ્ઞાનના એક ભાગ તરીકે ઉપરોક્ત વિગતો આપવામાં આવી છે.
જૈન ગીતા કાવ્યોની પૂર્વ ભૂમિકારૂપે જૈનેતર ભગવદ્ગીતા વિશેની કેટલીક વિગતો અત્રે
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International