________________
પ્રકરણ-૪
૨૬૯
હિતશિક્ષાનો ઉપદેશ મધ્યકાલીન સમાજ જીવનની વ્યવહાર શુદ્ધિ અને શાંતિમય જીવન જીવવાની ઝાંખી કરાવે છે. જીવનના દરેક ક્ષેત્રમાં ઉપદેશ વચન હિતકારક છે તેમાં કોઈ શંકા નથી. કક્કા રૂપે પણ હિતશિક્ષા છે તેવી જ આ પ્રકારની રચનાઓ છે.
૩૯. સુભાષિત ડહાપણ અને દૂરંદેશીપણાથી માનવ સમૂહના કલ્યાણ અને વિપત્તિમાં માર્ગદર્શન આપનાર સુભાષિતોનું સ્થાન મહત્વનું છે. સુબોધ વિચારોનો ભંડાર એ સુભાષિત છે. પ્રાચીન સાહિત્ય લોકકથામાં અવારનવાર સુભાષિતનો પ્રયોગ થતો હતો. સુભાષિતના વિચારો સચોટ, અને વેધક અને અસરકારક ઉપજાવાની શક્તિ ધરાવે છે તેમાં જીવનમાં ઉપયોગી એવા વિચારરત્નોનો સમૂહ રહેલો છે. સુભાષિત અંગેના પ્રાચીન ગ્રંથો આ કાવ્યપ્રકારની સાક્ષી પૂરે છે. ભર્તૃહરિનું શતક ચતુટ્ય, ચતુર કવિનું અમરાશતક વલ્લભદેવ સુભાષિતાવલી,અમરુશતક અમિતગતિનું સુભાષિત સંગ્રહ વગેરે કૃતિઓ સુભાષિત અંગે નોંધપાત્ર છે.
જૈન કવિ હીર કળશે સં. ૧૯૩૬માં સિંહાસન બત્રીશીની રચના કરી છે. તેમાંથી વિવિધ સુભાષિતો પ્રાપ્ત થાય છે અત્રે દૃષ્ટાંતરૂપે નીચેનું સુભાષિત પ્રગટ કરવામાં આવ્યું છે. (દીપ૨૫)
અન્ન વિણ દેવ નામે અન્નવિણ કુરે ન કાયા, અન્નવિણ સત્તનસીલ અન્ન વિણબંધ ન માયા. અન્ન વિના જીવનચલે અન્નવિણ પિતર ન પાવૈ, અન્ન વિના નરનાર દેખિ મન કિમેં નભાવૈ. ઉડે દેસ સવિઅન્ન વિણ કવિ ચકોર ઈમ ઊચ રે,
મરે જ જીવ સબ અન્ન વિણ એક અન્નતિહું પણ તરે. ૨. કુંડલિયા છંદમાં રચાયેલું સુભાષિત કવિ હીર કળશની સિંહાસન બત્રીશીમાંથી પ્રાપ્ત થાય છે. અત્રે ઉદાહરણરૂપે પ્રગટ કરવામાં આવ્યું છે. (દીપ૨૫)
ઢમ ઢમ વચ્ચો ઢોલડી આઇકિયાં પ્રીયસાર, હાથ લેવા ઊરણ થઈ વાજ્યા રાય વિડાર. વાજ્યા રાયવિહાર સાર સામી કી આઇ, કરિ કંકણ આરતી મુધ મનિખરી સુહાઈ. ધન સુદિહાડી આજત જૈરિણ દિન સગ્ગી, ભણે ગંગ ગુણવંત ઢોલડી ઢમઢમ વાગ્યો.
સંદર્ભ : (૧) ગુજ. સાહિત્ય. સ્વ. પા. ૪૭૯
(૨) જૈન ગૂર્જર કવિ ભા.૩૫૧ મધ્ય સાહિત્ય પા. ૨૯ (૩) એજન. ભા. ૧૦ પા. ૧૭૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org