SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા ૪૦. સઝાય જૈન સાહિત્યમાં કાવ્યનાં વિવિધ સ્વરૂપોનો પ્રયોગ થયેલો છે. તેમાં સઝાય પણ સ્વરૂપની દષ્ટિએ આગવું સ્થાન ધરાવે છે. સંસ્કૃત ભાષાનો મૂળ શબ્દ સ્વાધ્યાય છે તેમાંથી પ્રાકૃતમાં સજઝાય શબ્દ પ્રચલિત બન્યો છે. જૈન સાહિત્યમાં સજઝાયનું સ્વરૂપ અત્યંત સમૃદ્ધ છે. મધ્યકાલીન સાહિત્યમાં જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યનાં પદોની રચના થયેલી જોવા મળે છે. તેની સાથે સરખાવી શકાય તેવી આ સઝાયની રચનાઓ છે. આ સ્વરૂપની વિશેષતા એ છે કે તેનો પ્રધાનસૂર ત્યાગ-વૈરાગ્યની ભાવનાને પોષણ આપવાનો છે. સક્ઝાયનો એક અર્થ “સ્વ” એટલે આત્મા છે તે ઉપરથી આત્મા સ્વરૂપને પામવામાં ઉપકારક વિચારોને વ્યક્ત કરતી રચના તે સજઝાય. શૃંગાર, કરુણ કે શાંત રસનું નિરૂપણ હોય છતાં અંતે તો વૈરાગ્યની ભાવના કેન્દ્ર સ્થાને હોય છે. સઝાયના વિષયો વૈવિધ્યપૂર્ણ છે. સંસારની અસારતા, ક્ષણભંગુરતા, જીવનમાં આવતાં સુખદુઃખનાં કારણો, પુનર્જન્મની માન્યતા, મૃત્યુની ભાયનતા, જીવનનો ઝંઝાવાત, સત્કર્મનો આગ્રહ, આચાર શુદ્ધિ, નીતિ પરાયણતા, દુર્ગુણોનો ત્યાગ, સગુણોની સાધના, ધર્મનું સ્વરૂપ, ક્રોધ, માયા, લોભ, રોગ, દ્રષ, પરિગ્રહ વગેરેનો ત્યાગ, સત્ય, અહિંસા જેવા વિષયો હોય છે. તદ્ઉપરાંત સઝાયમાં જૈન ધર્મના ચોવીસ તીર્થકરોના જીવનના પ્રેરક પ્રસંગો, ચક્રવર્તી, બાહુબલી રાજા, મહારાજા, ઋષિઓ, મહર્ષિઓ અને જૈન સાધુઓના જીવનના પ્રેરક પ્રસંગોનું કાવ્યમાં નિરૂપણ થયેલું જોવા મળે છે. જૈન તહેવારો અને તિથિઓનું પણ મહત્ત્વ સઝાયના વિષયવસ્તુમાં વણાયેલું છે. આગમ, નારકી, નવપદ તપનો મહિમા જેવા વિષયો સાથે પશુષણ, બીજ, આઠમ આદિ પર્વોની વિશેષતા અને તેના દ્વારા વૈરાગ્ય ભાવનાનું સમર્થન થયેલું જોવા મળે છે. આમ વિષયની દષ્ટિએ સઝાયમાં વિવિધતા એટલી છે કે જીવન વિકાસની ભૂમિકા ચરિતાર્થ થયેલી નિહાળી શકાય છે. સજઝાયનું સ્વરૂપ પદસ્વરૂપને મળતું આવે છે. ઋષિ મનુઓની સઝાય ૧થી ૧૮ ઢાળમાં વહેંચાયેલી હોય છે. દરેક ઢાળમાં એવું નિરૂપણ હોય છે કે જીવનની સાર્થકતા વૈરાગ્યમાં છે અને તે માટે ચારિત્રદીક્ષાનો માર્ગ શ્રેષ્ઠ છે, એવી ઉપદેશાત્મક અભિવ્યક્તિ થયેલી હોય છે. સંસારના સંબંધો એ સાચા નથી માટે તેનાથી ચેતતા રહેવું જોઈએ. આવા વિચારથી આત્માને સ્વતરફ અભિમુખ કરવામાં આવે છે. વાધ્યાય વિશે શ્રાવકના અતિચારમાં એમ જણાવવામાં આવ્યું છે કે, સ્વાધ્યાય એ અત્યંતર તપનો પ્રકાર છે. તેના પાંચ ભેદ છે. વાચના સૂત્ર કે અન્ય અભ્યાસનો પાઠ ભણવો અને ભણાવવો, પૃચ્છના શાસ્ત્ર કે તત્વ સંબંધી શંકા નિવારણ કરવી, જિજ્ઞાસાથી વિશેષ માહિતી જાણીને સંતોષ પ્રાપ્ત કરવો, પરાવર્તના પ્રાપ્ત કરેલા જ્ઞાનનું સ્મરણ કરવું, પુનરાવર્તન એ પરાવર્તનની ક્રિયા છે. અનુપ્રેક્ષા એટલે સૂત્ર અને અર્થનું એકાગ્રતાથી ચિંતન કરવું. ધર્મકથા એટલે ધર્મોપદેશની કથા કરવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy