________________
૨૬૮
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા પરનારી દેખી ગુણ ઉવેખી ચપલમ કરો આંખડી,
અંગિ અગિ સુકતિ કારણિ જ્ઞાન દરશન પાંખડી. કવિ રૂષભદાસે સં. ૧૬૮૨માં હિતશિક્ષા રાસની રચના ૧૬૮૨ કડીમાં કરી છે ગા. ૩થી ૭
કાસમીર મુખ મંડણી ભગવતિ બ્રહ્મસુતાય, તું ત્રિપુરા તું ભારતી તું કવીજનની માય. તું સરસતિ તું શારદા તું બ્રહ્માણી સાર, વિદુષી માતા તું કહી તુઝ ગુણનો નહિં પાર. હંસગામિની તું સહી વાઘેશ્વરી તું હોય, દેવિકુમારી તું સહી તુઝ સમ અવર ન કોય. ભાષા તું બ્રહ્મા ચારિણી તું વાણી કે વાણી, હિંસ વાહિની તું સહી ગુણ સઘલાની ખાણિ. બ્રહ્મ વાદિની તું સહી તું માતા મતિદેહ, તું મને મુખ માહરે ચિંત્યે કાસ-કરેહ. ચિત્યે કાજ કરશું આજ તુઝ નામે સવિ સરિયાં કાજ, તુઝ નામે બુદ્ધિ પામું સાર જ્ઞાન વિના જીવિત ધિક્કાર. (૧) તે દારિદ્રી જંગમાં ભલા જ્ઞાન રહિત દીસે ગુણનિલા, અર્થસહિત ને શાયરહિત તે નર નાવે મહારે ચિત્ત. (૨) જ્ઞાની કાપડી આગલ કર્યો મૂરખ મોટો ભૂષણ ભર્યો,
બહું આભરણે શોભે નહિં જ્ઞાન ભલો તો શોભે નહી. (૩) કવિ પંડિત વીરવિજયજીએ સં. ૧૮૯૮માં હિતશિક્ષા છત્રીશીની રચના કરી છે. આ ઉપદેશ વાણી ત્રણ વિભાગમાં વહેંચાયેલી છે. સ્ત્રી-પુરુષ અને સામાન્ય ઉપદેશ વચન પા. ૨૪૭-૨૪૧-૨૩૯
લૌકિક લોકોતર હિતશિક્ષા છત્રીશીએ બોલીજી, પંડિતશ્રી શુભવીર વિજય મુખ વાણી મોહનવેલી. સાંભળજો સજજન નરનારી હિતશિખામણ સારીજી, રીસ કરે દેતાં શિખામણ ભાગ્યદશા પરવારી...સુણજો સજ્જન રે. લોક વિરુદ્ધ નિવાર સુ-જગત વડોવ્યવહાર...સુણજો સજ્જન રે. ઘનવંતો ને વેષ મલિનતા પગશું પગઘસી ધોવેજી, નાપિત ઘર જઈ શિર મુંડાવે પાણીમાં મુખ જોવે...સુણજો. નાવણ દાતણ સુંદર નકરે બેઠો તરણાં તોડેજી, ભૂએ ચિત્રામણ નાગો સૂએ તેને લક્ષ્મી છોડેજી.....સુણજો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org