________________
૨
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા મધ્યકાલીન સાહિત્ય મુદ્રિતરૂપે અલ્પ છે પણ હસ્તપ્રતોમાં સાહિત્ય કૃતિઓ મોટી સંખ્યામાં પ્રાપ્ત થાય છે. જેસલમેર, અમદાવાદ, ખંભાત, પાટણ, લીંબડી, જેવા સ્થળોએ હસ્તપ્રતોનો સંગ્રહ થયો હતો. કંઠસ્થ સાહિત્યને પણ આ સમયમાં લહિયાઓ પાસે લખાવીને ગ્રંથસ્થ કરવામાં આવ્યું હતું. જ્ઞાનના વારસાના પ્રતીકરૂપે ગુજરાત અને અન્ય રાજયોમાં હસ્તપ્રતો મોટી સંખ્યામાં સુરક્ષિત થઈ છે. મધ્યકાલીન સાહિત્ય મોટા ભાગનું પદ્યમાં ઘણી મોટી સંખ્યામાં છે ‘પદ્યનો વિકાસ થયો છે અને કાવ્ય પ્રકારો ચરિત્તત્વમાં આવ્યા છે. બાલાવબોધ ઔક્તિક અને ટબો જેવી ગદ્ય રચનાઓ અલ્પ પ્રમાણમાં વિકાસ પામી છે. મધ્યકાલીન સાહિત્યનું પ્રેરક બળ ધર્મ હતો. ધાર્મિક વિષયોને લોકભોગ્ય બનાવવા માટે વિવિધ પ્રકારની કાવ્ય કૃતિઓ સર્જાઈ હતી. તેનાથી લોક શિક્ષણનું પણ કાર્ય થયું છે. ધર્મના પ્રભાવથી સર્જાયેલા સાહિત્યમાં મુક્તિ, સદાચાર નીતિ, ત્યાગ અને વૈરાગ્ય ભાવ જેવી વિચાર ધારાનો વિશેષ પ્રભાવ હતો. ઐહિક જીવન નાશવંત છે. આત્માના શાશ્વત સુખની પ્રાપ્તિ માટે સંયમ-દીક્ષા-મોક્ષ પુરુષાર્થની સાધનાના વિવિધ વિચારો આ સાહિત્યમાંથી પ્રાપ્ત થાય છે. મધ્યકાલીન સાહિત્યમાં ત્યાગ પ્રધાન જીવનનો અભિગમ વધુ પ્રચાર પામ્યો હતો. સંસારી જીવનનો ઉલ્લાસ અને પ્રકૃતિના આનંદ વિશે ઉદાસીનતા જોવા મળે છે. સાહિત્યની દૃષ્ટિએ કવિઓની વર્ણનકળા આકર્ષક હતી. સાંપ્રદાયિક સાહિત્ય જીવન લક્ષી હોવાથી તેમાં ઉપદેશનું તત્ત્વ સર્વસામાન્ય રીતે સ્થાન પામ્યું છે. એટલે કલા દષ્ટિનો અભાવ હતો. કલાતત્ત્વમાં રસ અલંકાર-વર્ણન-છંદ યોજના જેવાં લક્ષણો જોવા મળે છે. કવિઓએ સીધીસરળ વાણીમાં અભિવ્યક્તિ કરીને જનસાધારણને સાંપ્રદાયિક વિચારોનું ભાથું આપ્યું હતું. એટલે કલા કરતાં જીવનને વધુ મહત્ત્વનું ગયું હતું. મધ્યકાલીન સાહિત્યની સંક્ષિપ્તમાં યુગની દૃષ્ટિએ વિચારીયે તો રાસયુગ-નવયુગ અથવા હમયુગ ઇસવી ૧૨મીથી ૧૪મી સદીનો છે. ઈ.સ.ની ૧૫-૧૬ સદીએ ભક્તિયુગ કહેવાય છે. તેને નરસિંહયુગ નામથી ઓળખવામાં આવે છે. ૧૭મી સદીએ પ્રેમાનંદ યુગ છે.
૧૮-૧૯મી સદી પદ ગરબી દયારામયુગથી ઓળખાણ છે. આ યુગ વિભાજનના સમયમાં મોટી સંખ્યામાં ગુજરાતી સાહિત્યનો વિકાસ થયો હતો. એક તરફ જૈનેતર સાહિત્યનો વિકાસ થયો તો બીજી બાજુ જૈન સાહિત્યનો પણ વિકાસ થયો હતો. આ વિકાસની રૂપરેખા મધ્યકાલીન જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા પુસ્તક પ્રતીકરૂપે છે. – જૈન સાહિત્યના સંશોધક અને ઇતિહાસકાર શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈએ જેવી
સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ગ્રંથમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની માહિતી નીચે પ્રમાણે દર્શાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org