________________
પ્રકરણ-૧
મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય ગંગા નદીના તટ પરની રેતીની કણોને માપવા (ગણવા) જે સમર્થ છે, ને જે અગાધ સમુદ્રના પાણીને બે હાથ વડે ઉલેચી નાખવા જે સમર્થ છે. તે જ જ્ઞાનના ગુણો કહેવા સમર્થ છે. અર્થાત્ શ્રુતજ્ઞાનની મહત્તાનું માપ કાઢવું અશક્ય પ્રાયઃ છે. આર્ષવચન (શ્રુત વિશેષાંક, પા. ૧૫૫).
મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય ૧૨મી સદીથી ૧૯મી સદી સુધીનો ગણાય છે. આ સમયમાં મુસ્લિમ રાજકર્તાઓનું પ્રભુત્વ હતું. ત્યારે ગુજરાતના કુશળ-ચતુર લોકોએ પોતાની અસ્મિતા ટકાવવા માટે પુરુષાર્થ કર્યો હતો. લોકોપયોગી કાર્યોથી રાજકીય અંધાધૂધી હોવા છતાં પ્રજાએ સામાજિક અને ધાર્મિક રીતે સ્વસ્થતા કેળવીને જીવન જીવ્યાનો સંતોષ પ્રાપ્ત કર્યો હતો. લોકોના મનોરંજન માટે ભવાઈ, રામલીલા ભાટચારણોની વાર્તાઓ અને જૈન સાધુઓની વાર્તાઓ પ્રચલિત થઈ હતી.
સાહિત્યની દૃષ્ટિએ વિચારીયે તો જેવી સાધુ કવિઓ દ્વારા રાસ, કથાસાહિત્ય પ્રબંધ બાલાવબોધ જેવા સાહિત્ય પ્રકારો પ્રાપ્ત થયા હતા. મધ્યકાલીન સાહિત્યના આરંભમાં જૈનજૈનેતર કવિઓએ મૂલ્યવાન પ્રદાન કર્યું છે. સાધુ કવિઓએ મોટી સંખ્યામાં રાસ રચનાઓ કરી અને જૈનેતર કવિઓએ પદો. લોકવાર્તા અને આખ્યાનો દ્વારા ગુજરાતી ભાષામાં સર્જન કરીને સાહિત્યના નોંધપાત્ર વિકાસ કર્યો હતો. હેમચંદ્રાચાર્યના અપભ્રંશના દુહા નરસિંહનાં પદો, અખાના છાપા પ્રેમાનંદનાં આપ્યાંનો, શામળ ભટની લોકવાર્તાઓ અને દયારામની ગરબીઓ અંગેનું સાહિત્ય નોંધપાત્ર સ્થાન ધરાવે છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય પર સંસ્કૃત અપભ્રંશ, પ્રાકૃત, વ્રજભાષા, અને લોક બોલીનો પ્રભાવ પડ્યો છે. તદુપરાંત સ્થાનિક રાજ્યની ભાષાનો પણ પ્રભાવ નિહાળી શકાય છે. જૈનોએ માત્ર સાહિત્યના વિકાસમાં નહિ પણ ધર્મના રંગે રંગાઈને શિલ્પ અને સ્થાપત્ય કલાના વિકાસમાં યોગદાન કર્યું છે. મંદિરો, ઉપાશ્રયો એ જ્ઞાનભંડારો દ્વારા સાહિત્ય અને કલાના વારસાનું જતન કર્યું છેઆ સમયમાં ભક્તિ માર્ગ અને જ્ઞાનામાર્ગની બે શાખાનો વિકાસ થયો હતો જેના દ્વારા વિપુલ પ્રમાણમાં વૈવિધ્યપૂર્ણ સાહિત્ય પ્રાપ્ત થયું છે. લોક સાહિત્યના પ્રભાવથી પદ્યવાર્તાનો પ્રકાર જૈન-જૈનેતર કવિઓએ વિકસાવ્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org