SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ-૧ હમયુગ સં. ૧૧૬૨થી ૧૨૨૯ આ સમયની નોંધપાત્ર સિદ્ધિ ગુજરાતી ભાષાના વ્યાકરણની છે. આ સમયમાં અપભ્રંશ સાહિત્યનો વિકાસ થયો હતો. વસ્તુપાલ-તેજપાલ યુગનો સમય ૧૨૭૫થી ૧૩૦૭નો હતો. આ સમયમાં જ્ઞાનભંડારોનો વિકાસ થયો અને કવિઓને રાજ્યાશ્રય પ્રાપ્ત થયો હતો. આ સમયમાં તાડપત્રો પર સાહિત્યનું લેખન થયું હતું. તિલકાચાર્ય, અભયદેવસૂરિ, માણિક્ય ચંદ્રસૂરિ, વિનયચંદ્રસૂરિ, તપાગચ્છાચાર્ય જગતચંદ્રસૂરિ, સર્વદેવસૂરિ વગેરે ગુરુભગવંતોએ જૈન સાહિત્યના વિકાસમાં પ્રદાન કરીને ગુજરાતમાં જૈનોનું પ્રભુત્વ સ્થાપિત થયું હતો. વાઘેલા વંશનો સમય સં. ૧૩૦૦થી ૧૩પ૬નો હતો આ સમયમાં જૂની ગુજરાતી ભાષાના કવિ વિનયચંદ્ર, સોમમૂર્તિ અને જગડુ જાણીતા હતા. ગુજરાતમાં મુસ્લિમ શાસનનો સમય સં. ૧૩૫૬થી ૧૪૦૦નો હતો. સર્વાનંદસૂરિનું જગડુ ચરિત્ર અંબદેવનો સમરારાસો જિનપદ્મ અને રચાયેલા જેવા કવિઓએ ગુજરાતી ભાષામાં પ્રદાન કર્યું હતું. સં. ૧૪૭૧થી ૧૪૫૬ના સમયમાં જયસિંહસૂરિ રત્નશખર, મેરૂતુંગસૂરિ, મુનિસુંદરસૂરિ ક્ષેમકર, નયસુંદર વગેરે કવિઓએ સાહિત્ય સર્જન અને તાડપત્રોના લખાણમાં પ્રદાન કર્યું હતું. સં. ૧૪પ૬થી ૧૫૦૦નો સમય સોમસુંદર યુગ છે. સોમચંદ્રસૂરિના શિષ્યો-પ્રશિષ્યોએ સાહિત્ય સર્જન દ્વારા શ્રુતજ્ઞાન પ્રસારનું કાર્ય કર્યું હતું. જગતચંદ્રસૂરિ, ભુવનચંદ્રસૂરિ, જિનકીર્તિસૂરિ માણિક્યસુંદરસૂરિ, માણિજ્યશેખરસૂરિ વગેરે કવિઓ ખ્યાતિ પામ્યા હતા. આ સમયે ખરતરગચ્છના જિનભદ્રસૂરિ, ધર્મચંદ્ર સોમસાગર, જિનસાગર, હીરાનંદ વગેરે કવિઓએ પોતાના સર્જન દ્વારા વિકાસમાં ફાળો આવ્યો હતો. - સં. ૧૫૦૧થી ૧૬૦૦ના સમયમાં જૈન કાવ્ય સાહિત્યનો નોંધપાત્ર વિકાસ થયો. કવિ લાવણ્ય સમયમાં ચરિત્ર, જૈન દર્શનના વિષયો, સંવાદ, વગેરે પ્રકારની કૃતિઓ પ્રાપ્ત થાય છે. સં. ૧૬૦૧થી ૧૭00નો સમય હીરયુગ-હૈરકયુગ ગણાય છે. આ સમયમાં ભાનુચંદ્ર ઉપા. વિજયસેનસૂરિ શાંતિચંદ્ર, વગેરે સાધુ કવિઓ જાણીતા હતા. ખરતરગચ્છના જિનચંદ્રસૂરિની સાહિત્ય સેવા ઉપરાંત જિનરાજસૂરિ, સમયસુંદર અને બનારસીદાસની સાહિત્યપ્રવૃત્તિ ગુજરાતી ભાષાના વિકાસમાં મહત્ત્વની ગણાય છે. ૧૭મા સૈકામાં ગુજરાતી ભાષાની સાથે સાધુ કવિઓએ સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં ગ્રંથો રચ્યા હતા. આ શતકમાં ગુજરાતી ભાષાની સમૃદ્ધિનું દર્શન થાય છે. બારમાસા, સંવાદ, ભાવાનુવાદ, વીર કાવ્યો, રૂપક કાવ્ય, દેશીઓ અને છંદોબદ્ધ લઘુ કાવ્યો, ઊર્મિ ગીતો વગેરેની રચના થઈ હતી. આ સમયમાં ભક્તિમાર્ગની પ્રબળ અસરથી વિપુલ સાહિત્ય સર્જન થયું ગતું. યશોવિજયયુગ સં. ૧૭૦૧થી ૧૬૪૩નો ગણાય છે. આનંદઘનજીની અધ્યાત્મ માર્ગની સ્તવન-પદોની રચના ઊંચી ગુણવત્તા ધરાવે છે. ઉપાયશોવિજયજીનું સંસ્કૃત અને ગુજરાતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy