________________
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા સાહિત્ય વિશેષ લોકપ્રિય છે. આનંદઘનજીની ચોવીશીનો બાળાવબોધ, અધ્યાત્મસાર જેવી કૃતિઓ પ્રસિદ્ધ છે. ત્યારપછી વિનયવિજય, મેઘવિજય સ્થાનકવાસી કવિ ધર્મદાસ, સુમતિ કલ્લોલ, ભાણવિજય જિનવિજય, કલ્યાણસાગ૨, જ્ઞાનવિમલસૂરિ લબ્ધિચંદ્ર, રંગવિજય વગેરે કવિઓએ પોતાની કૃતિઓ દ્વારા સાહિત્યના વિકાસમાં યોગદાન આપ્યું છે.
૧૮મા શતકમાં જેવી સાહિત્યના વિકાસમાં ચિરત્રો, પદો ભક્તિ-ગીતો, વૈરાગ્ય પદો શ્લોકો અધ્યાત્મ વિષયક, કૃતિઓ, તીર્થો અને તીર્થ યાત્રાના સાહિત્ય વિશે ઘણી માહિતી પ્રાપ્ત થાય છે.
૧૯મા શતકમાં કાવ્ય સાહિત્યના વિકાસમાં રૂપચંદ, વિશુદ્ધ વિમલ રત્નવિજય, દીપવિજય અમીવિજય, વીરવિજય, રૂપવિજય, ઉત્તમવિજય, પદ્મવિજય ચિદાનંદજી, ખોડીદાસ, દયાવિજય રાયચંદ વગેરે છે.
ઉપરોક્ત વિગતો જૈન સાહિત્યના વિકાસની મિતાક્ષરી માહિતીરૂપે પ્રગટ કરવામાં આવી છે. આ અંગેની વિશેષ માહિતી જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ જૈન ગૂર્જર કવિઓમાંથી મળશે. જૈન સાહિત્યના કાવ્ય પ્રકારોની ભૂમિકારૂપે મધ્યકાલીન સાહિત્ય અને ઇતિહાસની માહિતી પ્રગટ કરવામાં આવી છે.
સંદર્ભ : ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ખંડ-૧
જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ મધ્ય. ગુજ. સાહિ-ઇતિ.
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના લક્ષણો
મધ્યકાલીન કાવ્ય પ્રકારો વિશે મોટે ભાગે કૃતિઓને આધારે માહિતી સંકલન કરીને પ્રગટ કરવામાં આવી છે. કાવ્ય પ્રકારનો શબ્દાર્થ ભાવાર્થ અને કૃતિઓના સંદર્ભમાં પરિચય થાય તે રીતે કેટલાંક સામાન્ય લક્ષણોની સૂચી આપી છે. પ્રકીર્ણ કાવ્ય પ્રકારો વિશે સંશોધનને પૂર્ણ અવકાશ છે. સ્વરૂપ લક્ષી કાવ્ય પ્રકારો વિશે માહિતી પ્રાપ્ત થાય છે તે સિવાય અન્ય કાવ્ય પ્રકારો વિશે અભ્યાસ કરીને માહિતી આપી છે.
—
--
ઇષ્ટ દેવ-ગુરુ અને સરસ્વતીની કૃતિના આરંભમાં સ્તુતિ કરવામાં આવે છે.
વિષય વસ્તુ ૨૪ તીર્થંકરો ગણધર ભગવંતો સાધુ ભગવંતો, શ્રેષ્ઠિઓ, મહાપુરુષો, સતીઓ અને જૈન દર્શનના તત્ત્વજ્ઞાનને સ્પર્શતા વિચારો, વગેરેને સ્વીકારીને વિવિધ પ્રકારનાં કાવ્યો રચાયાં છે.
વસ્તુ વિભાજન માટે ઠવણી, ભાસ, ઢાળ, જેવા શબ્દ પ્રયોગો ઉપરાંત કેટલીક દેશીઓનો પણ પ્રયોગ કરવામાં આવે છે.
વર્ણન પાત્રો, પ્રસંગો, સ્થળો અને ધાર્મિક તહેવારો વગેરેનું વર્ણન વસ્તુને અનુરૂપ હોય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International