SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૭ પ્રકરણ-૩ છે. લગભગ ૩૦૦ વર્ષના સમયની આ ગહુંલીઓનો અભ્યાસ જૈન સાહિત્યની સમૃદ્ધિનો ઇતિહાસ બને તેમ છે. ૯. (રાગ-જબ તુમ હી ચલે પરદેશ) ગુરુરાજ વિહારની વાત, કરે આઘાત, દિલમાંહિ અપારા, ઉદ્ધારક કોણ અમારા. હવે કોણ અહીં સિચન કરશે, આ ક્ષેત્રને કોણ લીલું કરશે, ગુરુરાજ વિના સૂકાઈ જશે ધર્મક્યારા....ઉદ્ધારક, ૧ જ્ઞાન ઉદ્યોત કોણ હવે કરશે, અજ્ઞાનતિમિરને કોણ હરશે, બતલાવશે આઠ હવે કોણ જ્ઞાનાચારા...ઉદ્ધારક) ૨ સમ્યક્તને કોણ વિશુદ્ધ કરશે, દૂષણ કોણ પાંચ પરિહરશે, પહેરાવશે કોણ હવે સમકિત શણગાર....ઉદ્ધારક0 ૩ કોણ કહેશે વાણી જિનવરની, કોણ વર્ણવશે શ્રાવકકરણી, બતલાવશે કોણ હવે અમને વ્રત બારા....ઉદ્ધારક૦ ૪. બારસંવિધ તપને તપવાને, હવે કર્મ પુરાણાં ખપવાને, કરશે કોણ પ્રેરણા અમને નિત્ય સવારા...ઉદ્ધારક) ૫ કોણ કહેશે ભેદ જીવાજીવનો, પુય-પાપને આશ્રવ-સંવરનો, બંધ મોક્ષને નિર્જરા કોણ હવે કહેનારા...ઉદ્ધારક) ૬ ચોમાસું વહી ગયું શી રીતે, અમને ન ખબર પડી કોઈ રીતે, સુણતાં નિત્ય ગુરુવરના ઉપદેશ રસાળા....ઉદ્ધારક) ૭ ઉપદેશ નિરંતર આપીને, ધર્મભાવના દિલમાં સ્થાપીને, પુષ્ટિ કરશે હવે ધર્મની કોણ અમારા....ઉદ્ધારક) ૮ . જબુવિજયના ગુરુવરના, શ્રી ભુવનવિજયજી મુનિવરના, વિહારથી થાય છે મનમાં દુઃખ અપારા...ઉદ્ધારક0 ૯ ચોમાસી ચૌદશની ગહેલી લાખલાખ વંદન હો ગુરુ ચરણમાં સ્વીકારો આપ ગુરુરાજ, ધન્ય ધન્ય દિવસ સોહામણો ચાતુર્માસી ચૌદસ આજે ધર્મ મોસમ આવી આંગણે દિવસ દીપે મનોહાર...ધન્ય આરંભ-સમારંભને ત્યાગી, ધર્મધ્યાન કરવાની લાગી કરીએ આત્મ ઉદ્ધાર રે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy