________________
૨૩૬
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા (૩) સજની મોરી પાસ જિનેશ્વર પૂજો રે. (૪) ભવિ તુમે નંદોર ગીતારથ ગચ્છરાયાં છે. (૬) અહો મુનિ સંયમમાં રમતા. (૭) સ્નેહ વીરજી જયકારી રે. (2) હાં રે મારે આસો માસો શરદ પૂનમની રાતજો . (૯) પ્રેમની પ્રેમની પ્રેમનીરે મને લાગી કટારી પ્રેમની. (૧૦) જી રે માં રે.
ગહ્લીમાં રચનાઓમાં દેશીઓ ઉપરાંત પ્રચલિત ગીતોના રાગોનો પ્રયોગ થયેલો છે. દા.ત. રાખનાં રમકડાં જબ તુમહી ચલે પરદેશ અવતરે સિવા કૌન, મોરા કૃષ્ણ કનૈયા. બિગડી બનાનેવાલે બિગડી બના દે આ તો લાખેણી આંગી કહેવાય.
પારેવડાં જાજે વીરાના દેશમાં “જીવનકી નાવ ન ડોલે પંછીબાવરીયા’ ‘વીરા તારું નામ વ્હાલું લાગે મેરા દિલ તોડને વાલે.
જૂની ફિલ્મો અને ગુજરાતી ગીતોનાં રાગમાં ગહુલીઓ રચાયેલી છે. ગહુલીમાં ભક્તિરસની અનુભૂતિ થાય છે. તેમાં સરળ પંક્તિઓ ઉપરાંત અલંકાર યુક્ત અભિવ્યક્તિ કરવામાં આવે છે. ગુરુ મહિમા રસ સમૃદ્ધિ અલંકાર યોજના ઊર્મિઓની અભિવ્યક્તિ અને ગેયતા જેવાં લક્ષણોથી ગહુલીએ એક સ્વતંત્ર કાવ્ય પ્રકાર તરીકે સ્થાન ધરાવે છે.
પા.નં. ૯૪ ગહુલી પ્રકારનાં વિવિધ પુસ્તકો પ્રગટ થયાં છે તે ઉપરથી આ કાવ્ય પ્રકારની લોકપ્રિયતાનો ખ્યાલ આવે છે. કાવ્ય પ્રકાર તરીકે વિશેષ અભ્યાસમાં ઉપયોગી નીવડે તે માટે ગહુલીનાં પુસ્તકોની સૂચી આપી છે.
ગહેલી સંગ્રહ–પ્રકા. કેશવલાલ નગીનદાસ પાલખીવાળા સં. ૧૯૬૬
શ્રી અમૃત ગહેલી સંગ્રહ મુનિ જિનેન્દ્રવિજયજી સં. ૨૦૧૨, ગહુંલી સંગ્રહ કપૂરવિજયજી સં. ૧૯૭૭, શ્રી ગહેલી આદિ સંગ્રહ મુનિ બૂવિજયજી સં. ૧૯૧૨, જિનેન્દ્ર સ્તવનાવલી ગહ્લી સંગ્રહ-મુનિ ઉદયવિજયજી સં. ૧૯૮૦, હંસ વિનોદ-મુનિ હંસવિજયજી આત્માનંદ પ્રકાશ-આત્મારામજી મ.સા. જૈન ગરબાવલી પંડિત ચંદુલાલ નાનચંદ શ્રી જૈન સંગીત બહાર કવિ મનસુખલાલ ડાહ્યાભાઈ શાહ સં. ૧૯૭૮, ગહુલી સંગ્રહ-મુનિ શ્રી દેવચંદ્રજી સં. ૧૯૮૪, ગહુંલી સંગ્રહ-પ્રકા. શ્રાવક ભીમશા માણેક નૂતન ગડુંલી સંગ્રહ આ કીર્તિચન્દ્રસૂરિજી ગહુલી સંગ્રહ આ દેવગુપ્તસૂરિજી સં. ૨૦૦૪, ગહુલી સંગ્રહ–પ્રકા. સાધ્વીજી સુનંદાશ્રીજી સં. ૨૦૦૭, નિર્મળ ગણુંલી સંગ્રહ સાવરકુંડલા જૈન સંઘ ગલી સંગ્રહ આ બુદ્ધિસાગરસૂરિ સં. - ૨૦૩૦, આ ગહુલી સંગ્રહમાં ગહુલીમાં ઉપરાંત ગીત-ગરબા ગરબી વગેરેનો સંચય પણ થયો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org