________________
પ્રકરણ-૩
૨૩૫
સ્થાપવામાં આવે છે જે ફળનું સૂચન કરે છે. સાથીયાની આકૃતિ સર્વસાધારણ જનતામાં પ્રચલિત છે. સાથીયાની વિવિધ આકૃતિઓ પણ પ્રસંગોપાત ઉપયોગમાં લેવાય છે. “નંદાવર્ત આકૃતિ સંસારની ભવ ભ્રમણમાંથી મુક્ત થવાનું સૂચન કરે છે. ગહુલીની રચનામાં “અક્ષત” કેન્દ્ર સ્થાને છે. ગહુલીને આકર્ષક બનાવવા માટે વિવિધ આકૃતિઓનો આશ્રય લેવામાં આવે છે અને તે આકૃતિમાં મોતી, બદામ, ફળ, રૂપાનાણું, સુવર્ણરજતના સિક્કા વગેરેથી અલંકૃત કરવામાં આવે છે. આવી આકૃતિઓમાં ગુરુ મહારાજનો ચોથો (રજોહરણ), નંદીશ્વર દ્વીપ, કુંતી કલશ, કમળપત્ર, વગેરેનો સમાવેશ થાય છે. એટલે ગહુંલી માત્ર શ્રવણનો વિષય નથી પણ વિશિષ્ટ પ્રકારની કલાત્મક આકૃતિવાળી ગહુલીનું દર્શન શ્રોતાઓને આનંદદાયક બને છે. ગહુલીમાં ધર્મ અને કલાનો સમન્વય સધાયો છે. કલાના વિકાસમાં ધર્મનું પ્રદાન ઐતિહાસિક રીતે મૂલ્યવાન છે તે દષ્ટિએ ગહુલી કલાત્મકતા ભક્તિના રંગ રચાયેલી નિહાળી શકાય છે.
ગુહલીનો સારભૂત વિચાર એ છે કે ગહુલીની આકૃતિ વિવિધ પ્રકારની હોય પણ તેના દ્વારા ચારગતિનો નાશ કરીને પંચમ ગતિ મેળવવાનો છે. બીજા શબ્દોમાં કહીએ તો ૮૪ લાખ જીવાયોનિમાં પરિભ્રમણ કરતા આત્માને પોતાના શાશ્વત સુખ સિદ્ધપદ પામવાનો હેતુ છે. ગહુંલી દ્રવ્યથી થાય પણ ભાવ ઉત્તમ આવે એ જ ઈષ્ટ છે.
કવિ રૂષભદાસની પાસણની થોયની બીજા “ગાથાના શબ્દો છે. ધવલ મંગલ ગીત ગહેલી કરીએ.”
કવિ સમયસુંદરે સીમંધરસ્વામીના સ્તવનમાં ઇન્દ્રાણી ગહુલી કરે છે તેનો ઉલ્લેખ કર્યો છે. “ઈન્દ્રાણી કાઢે ગણુંલીજી, મોતીના ચોક પૂરાય”
ગહ્લી દ્વારા ગુરુનો સત્કાર કરવામાં આવે છે. ભગવંત એ તો ગુરુઓના પણ અગ્રેસર ગુરુ છે.
ભગવંતની આજ્ઞા પ્રમાણે ગુરુભગવંત પાંચ મહાવ્રત પાળીને મોક્ષમાર્ગની સાધના કરે છે એટલે ભગવંતના સાક્ષાત્ વિરહમાં ગુરુભગવંત એમના જ પ્રતિનિધિ તરીકે જિનવાણી ધર્મોપદેશ આપીને ભવ્યાત્માઓનું કલ્યાણ કરે છે. એટલે એવા પરમોચ્ચ સુકૃતના નિમિત્તરૂપ ગુરુનું ગહુલી દ્વારા રચાગત થાય છે.
ગહેલી ગાનાર શ્રાવિકા બહેનો હોય છે. કેટલીવાર તેઓ શીઘ્ર કવિ સમાન જોડકણાંની માફક જોડીને ગહુલીઓ રચે છે. ત્યારે કોઈ પ્રખર કવિનું સ્મરણ થાય છે. ગહુંલી એટલે શ્રાવિકાના મધુર કંઠે ગવાતાં વિશેષ પ્રકારનાં ગીતો.
ગહુલીમાં પ્રચલિત ગરબાની ચાલકે દેશીઓનો પ્રયોગ થયેલો હોય છે. નમૂનારૂપે કેટલીક દેશીઓ આ પ્રમાણે છે.
(૧) શ્રાવક વ્રત સુરતરૂફલીપો. (૨) ભાવિ તુમે અષ્ટમી તિથિ એવો રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org