________________
પ્રકરણ-૪
૨૭૭ ભાવવાહી નિરૂપણ કરીને શ્રોતાઓ ઉપર ચોટદાર વેધક અસર પહોંચાડવાનું કાર્ય કર્યું છે. તેનાથી વૈરાગ્ય ભાવનું પોષણ થયું છે અને જીવાત્મા આ ભાવના પ્રતાપે સમતા પામીને આત્મ ભાવમાં લયલીન બને છે.
કવિ ઉદયરત્નની ચાર કષાય ક્રોધ, માન, માયા અને લોભની સઝાય, કવિ રૂષભદાસની સગું તારું કોલા સાચું સઝાય ઊંચા તે મંદિર માખિયાં ઉદયરત્નની સજઝાય, આતમ ધ્યાનથી રે સંતો સદા સ્વરૂપમાં-ચિદાનંદજી, કયા તન માંજતા રે-કવિ યોગી આનંદ ધનજી, જાઉં બલિહારી વૈરાગ્યની-કવિ ધર્મરત્ન વગેરે સઝાયમાં વૈરાગ્ય ભાવની ભરતી નિહાળી શકાય છે.
શિખામણની–ઉપદેશની સક્ઝાય આત્માને ઉદ્દેશીને રચાઈ છે તેમાં મનુષ્ય જન્મ સાર્થક કરવા માટેનો કેન્દ્રસ્થ વિચાર પ્રગટ થયો છે. મારું મારું મકર જીવ-કવિ હર્ષવિજય, શાને કરે મારું મારું રે–ચિદાનંદજી, આપ સ્વભાવમાં રે કવિ જીવવિજય, સાર નહિ રે સંસારમાં કવિ સૌભાગ્યવિજય, આતમરામ કહે ચેતના સમજો કવિ જિનહર્ષ.
સઝાયની વિવિધતાનો ઉલ્લેખ કર્યા પછી દષ્ટાંત રૂપે કેટલીક સજઝાયો પ્રગટ કરવામાં આવી છે. સઝાય અંગેની માહિતી આ કાવ્યની વિરાટ સૃષ્ટિનો પરિચય કરાવવાની ક્ષમતા ધરાવે છે.
(૧) અધ્યાત્મની સઝાય અવધૂ નિરપક્ષ વિરલા કોઈ દેખ્યા જગત સહુ જોઈ અવધૂ. સમરસ ભાવ ભલા ચિત જાકે થાપ ઉથાપ ન હોઈ, અવિનાશી કે ઘરકી બાતાં જાનેંગે નરસોઈ.
અવધૂ.(૧) રાવ રંક મેં ભેદ ન જાને કનક ઉપલ સમલેખે,
નારી નાગરિકો નહિ પરિચય તો શિવમંદિર દેખે. અવધૂ. (૨) નિંદા સ્તુતિ શ્રવણ સુણીને હર્ષશોક નાવિઆણે,
તે જગમેં જોગીશ્વર પૂરા નિત્ય ચઢતે ગુણ ઠાણે. અવધૂ. (૩) ચંદ્ર સમાન સૌમ્યતા જાકી સાયર જિન ગંભીરા,
અપ્રમત ભારંડ પરે નિત્ય સુરગિરિ સમ શુચિ ધીરા. અવધૂ. (૪) પંકજ નામ ધરાય પંકશું રહત કમલ જિમન્યારો,
ચિદાનંદ ઈસ્યા જન ઉતમ સો સાહિબ કા પ્યારા. અવધૂ. (૫) મોક્ષમાર્ગના સાધક સાધુમહાત્માના ગુણોનો મિતાક્ષરી પરિચય આ સજઝાયમાંથી પ્રાપ્ત થાય છે. સંદર્ભ : સજઝાયમાળા પા. ૨૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org