SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા અવંતીસુકુમારનાં તેર ઢાળીયાં કવિ શાંતિહર્ષ, મેઘકુમારની સઝાય ઢાળ-૬ કવિ જયસાગર. ઝાંઝરીયા મુનિની સઝાય ઢાળ-૪ કવિમાન વિજય, જંબુસ્વામીની સજઝાય, ઢાળ-૪, કવિ સૌભાગ્યવિજય, વજસ્વામીની સજઝાય ઢાળ-૧૫ કવિ જિનહર્ષ, સતી સ્ત્રીઓની સઝાયકલાવતીની સઝાય ઢાળ-૪ અજ્ઞાત કવિ, ચંદનબાળાની સજઝાય ઢાળ-૨ જ્ઞાનવિમલસૂરિ, રૂકમણીની સજઝાય-રાજવિજય, દેવાનંદની સજઝાય-ઉપા. સકલચંદ્રજી, નેમ-રાજુલની સઝાય-કવિ લાવણ્યસમય, સુલસા સભની સજઝાય-કવિ કલ્યાણ વિમળ. રહનેમીને રાજીમતીના સંવાદની સઝાય. કવિ પંડિત વીરવિજયજી પ્રદેશ રાજાના દશપ્રશ્નોની સઝાય મુનિ મેરૂવિજયજી કાયા અને જીવનો સંવાદ કવિ સાંકળચંદ સંખ્યામૂલક શબ્દોથી રચાયેલી સઝાય શીયળ બત્રીસી ઉપા. ગુણવિજયજી, કર્મ પચ્ચીસીની સજઝાય કવિ હરખ ઋષિ, બાર ભાવનાની સઝાય. ઉપા. સકલચંદ્ર, અઢાર પાપ સ્થાનકની સઝાય કવિ બ્રહ્મમુનિ ગર્ભ બહોંતેરી કવિ રત્નહર્ષ, નારકીનું છ ઢાળિયું અજ્ઞાતકાય. જૈન દર્શનના વિષયોની સઝાય ગુણસ્થાનકની સજઝાય-કવિ કર્મસાગાર, પાંચમીની સજઝાય ઢાળ-૫ કવિ વિજયલક્ષ્મીસૂરિ (પાંચ જ્ઞાનનો મહિમા), અઢાર નાતરાંની સજઝાય ઢાળ-૨ કવિ હતવિજય, સમકિતના સડસઠ બોલની સજઝાય ઢાળ-૧૨ ઉપાયશોવિજયજી, ઇરિયાવહિની સજઝાય કવિ પંડિત વીરવિજયજી, પડિક્કમણની સઝાય કવિ રૂપવિજયજી ઉત્તરાધ્યયનના-૩૬ અધ્યયનની ૩૬ સઝાય કવિ બ્રહ્મ મુનિ, દશવૈકાલિકના ૧૦ અધ્યયનની સજઝાય મુનિ વૃદ્ધિવિજયજી, સામાયિકની સજઝાય મુનિ ધર્મસિંહ, પાંચ સમવાયનું ષટઢાળિયું ઉપા. કાંતિવિજયજી, જીવદયાની સજઝાય કવિ હર્ષસાગર. સઝાયમાં કવિત્વ શક્તિનો પરિચય થાય છે. રૂપક પ્રકારની સઝાય તેના દષ્ટાંતરૂપે છે. ભવપ્રપંચ નાટક અને મન ભમરાની સઝાય કવિ સાંકળચંદ, કાયા-પુર પાટણની સજઝાય કવિ રૂપવિજય, કાયા વાડીની સજઝાય મુનિ રત્નતિલક. સજઝાય રચનામાં ત્યાગ-વૈરાગ્ય-ઉપશમ ભાવનું ભાવવાહી નિરૂપણ કરવામાં આવે છે. ધર્મ પુરુષાર્થ દ્વારા આત્માના મૂળ સ્વરૂપને પામવાનું ફળ પ્રાપ્ત કરનાર મહાપુરુષોનો સઝાયમાં દૃષ્ટાંતરૂપે નામોલ્લેખ કરવામાં આવે છે. કવિ માનવિજયજીની આઠમ દની સઝાયનું ઉદાહરણ જોઈએ તો તેમાં જાતિ, કુળ, બળ રૂપ, લપ, સંપત્તિ, વિદ્યા લાભ આઠ મદથી આત્માની કેવી સ્થિતિ થાય છે તેનો મિતાક્ષરી ઉલ્લેખ થયો છે. મનુષ્યમાં અનેક દુર્ગુણો રહેલા છે, તેને કારણે આત્માના સાચા સ્વરૂપનું દર્શન થતું. નથી. આત્માના વિકાસ માટે અને સંબંધથી અટકવા માટે આવા દુર્ગુણોના દુઃખદાયક પરિણામથી બચવા માટે અને સદ્ગુણોનો વિકાસ કરવા માટે સાધુ કવિઓએ કેટલીક સજઝાયોની રચના કરી છે “નિંદાની સજઝાય કવિ સમયસુંદર સાધુ કવિએ વૈરાગ્ય ભાવની સઝાયોમાં વાસ્તવવાદનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy